મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, અમે દરેક ગુજરાતીઓની ચિંતા કરી રહ્યા છીએ. યાત્રાળુઓ સલામત પરત ફરે તેવા પ્રયાસો શરૂ કર્યા છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર જોડે પણ અમે સંપર્કમાં છીએ અને યાત્રાળુઓને પરત લાવવા જે કરવું પડશે તે કરવા સરકાર કટિબદ્ધ છે.
સૂત્રો મુજબ અમરનાથ યાત્રામાં આતંકવાદી હુમલાનું એલર્ટ અપાયું છે. અમરનાથ યાત્રા દરમિયાન આતંકવાદીઓએ કાશ્મીર ખીણમાં માહોલ ખરાબ કરવાનો પ્રયાસ કર્યો હતો. આતંકવાદીઓ પાસેથી એમ-24 સ્નાઇપર રાફઇલ પણ મળી આવી છે. કેન્દ્ર સરકારનું કહેવું છે કે, આ નિર્ણય યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાને લઈ લેવામાં આવ્યો છે.