ETV Bharat / state

નેતાની નોટબુકમાં ભૂપેન્દ્ર પટેલ, ભૂકંપ સમયે ઘણું ગુમાવનારા છેક મુખ્યપ્રધાન પદ પર આવ્યાં ત્યાં સુધીની સફર

author img

By

Published : Oct 31, 2022, 8:35 PM IST

ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ( CM Bhupendra Patel ) ની વિધાનસભા બેઠક ઘાટલોડિયા ( Bhupendra Patel Seat ) છે. ભાજપ ( BJP ) દ્વારા ભાજપની સેન્સ પ્રક્રિયામાં સર્વસંમતિથી ભૂપેન્દ્ર પટેલનું નામ ( Gujarat Assembly Election 2022 )જ આપવામાં આવ્યું છે.ત્યારે નેતાની નોટબુક ( Leaders Profile ) માં ભૂપેન્દ્ર પટેલ પહેલાં શું કરતા હતાં ક્યારે રાજકીય જીવન (Bhupendra Patel Political Profile ) શરૂ થયું તે અંગેનો ETV ભારતનો વિશેષ વાતો જોઇએ.

નેતાની નોટબુકમાં ભૂપેન્દ્ર પટેલ, ભૂકંપ સમયે ઘણું ગુમાવનારા છેક મુખ્યપ્રધાન પદ પર આવ્યાં ત્યાં સુધીની સફર
નેતાની નોટબુકમાં ભૂપેન્દ્ર પટેલ, ભૂકંપ સમયે ઘણું ગુમાવનારા છેક મુખ્યપ્રધાન પદ પર આવ્યાં ત્યાં સુધીની સફર

ગાંધીનગર ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ની સંપૂર્ણ તૈયારીઓ તમામ રાજકીય પક્ષો દ્વારા કરી લેવામાં આવી છે અને ગમે તે સમયે જાહેરાત થઇ શકે છે. ત્યારે સર્વસંમતિથી જેમનું નામ ઘાટલોડિયા બેઠક માટે ભૂપેન્દ્ર પટેલ મોકલવામાં આવ્યું છે જે તેમનું મહત્ત્વ સ્વતઃસિદ્ધ કરી પોતાની રીતે એક ઇતિહાસ બન્યો છે. ત્યારે ભાજપ ( BJP )ના લોકોલાડીલા ભૂપેન્દ્ર પટેલ ( CM Bhupendra Patel ) વિશે નેતાની નોટબુકમાં કેટલીક રસપ્રદ બાબતો જોઇએ. ભૂપેન્દ્ર પટેલની રાજકીય જીવન પહેલાની વાત કરવામાં આવે તો 15 જુલાઈ 1965 રવિવારના રોજ તેઓનો જન્મ અમદાવાદમાં થયો હતો. ભૂપેન્દ્ર પટેલ મૂળ શીલજના છે મેમનગર ખાતે સંઘ પરિવાર દ્વારા સંચાલિત પંડિત દીનદયાલ લાયબ્રેરીમાં પણ સક્રિય સભ્ય છે. ભૂપેન્દ્ર પટેલ ક્રિકેટ અને બેડમિન્ટનમાં રસ ધરાવે છે. તેમના ધર્મપત્નીનું નામ હેતલ પટેલ છે. ભૂપેન્દ્ર પટેલના દીકરાનું નામ .નુજ પટેલ છે જે એન્જિનિયર છે અને પુત્રવધૂનું નામ દેવાંશી પટેલ છે. ભૂપેન્દ્ર પટેલની ( Bhupendta Patel Family ) દીકરી ડો. સુહાની પટેલ ડેન્ટિસ્ટ છે. તેમના જમાઈ પાર્થ પટેલ પણ કન્સ્ટ્રક્શન બિઝનેસમાં જ જોડાયેલા છે.

ભૂપેન્દ્ર પટેલનું શિક્ષણ ભૂપેન્દ્ર પટેલે એપ્રિલ 1977માં ગુજરાત બોર્ડમાંથી ધોરણ 10 પાસ કર્યું હતું. જ્યારે તેઓ ધી.ન્યુ. હાઈસ્કૂલમાં માધ્યમિક સુધીમાં અભ્યાસ કર્યો અને જે.બી.શાહ જ્યોતિ હાયર સેકન્ડરી સ્કૂલમાં ધોરણ 12 સુધી અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ તેઓએ અમદાવાદની સરકારી પોલીટેકનીકમાંથી ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગનો કોર્સ એપ્રિલ 1982માં પૂરો કર્યો હતો. પેન્દ્ર પટેલે અમદાવાદની ગવર્મેન્ટ પોલિટેક્નિકમાંથી સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા ( Bhupendra Patel Education )કર્યું છે. કોલેજકાળથી જ તેઓ સામાજિક કાર્યો અને સેવાઓમાં સતત કાર્યરત રહ્યા છે. મેમનગર ખાતે સંઘ પરિવાર દ્વારા સંચાલિત પંડિત દીનદયાલ લાયબ્રેરીમાં પણ સક્રિય સભ્ય છે.

ભૂપેન્દ્ર પટેલની પ્રારંભિક શરુઆત ભૂપેન્દ્ર પટેલ અભ્યાસની સાથે સાથે જ તેઓ RSS સાથે સંકળાયેલા હતાં., જ્યારે ભૂપેન્દ્ર પટેલે શરૂઆતમાં તેમના કરિયરમાં બિલ્ડર સાથે રહીને બિલ્ડીંગ લાઈનમાં આગળ વધ્યા હતા, બિલ્ડરની સાથે મેમનગરમાં સભ્ય બન્યા હતા. જ્યારે તેઓ દાદા ભગવાન દ્વારા સ્થાપિત કરવામાં આવેલ અકમ વિજ્ઞાન ફાઉન્ડેશનમાં પણ સક્રિય છે. વર્ષ 2001ના ભૂકંપમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ તૂટી ગયા હતાં. ભૂપેન્દ્ર પટેલની ભૂતકાળની વાત કરવામાં આવે તો વર્ષ 2001માં ગુજરાતમાં જે ગોઝારો ભૂકંપ આવ્યો હતો તેમાં તેઓ ખૂબ જ તૂટી ગયાં હતાં. શરૂઆતના તબક્કામાં તેઓ બિલ્ડર તરીકે કામગીરી કરી હતી અને આ જ સમય દરમિયાન અનેક સ્કીમ તેમની ચાલતી હતી પરંતુ વર્ષ 2001ના ભૂકંપમાં લોકોએ ફ્લેટમાં રહેવા જવાનું ટાળ્યું હતું જેથી તેઓને ખૂબ જ મોટું નુકસાન પણ સહન કરવું પડ્યું હતું,

ભૂપેન્દ્ર પટેલનો રાજકારણમાં પ્રવેશ ભૂકંપ બાદ ભૂપેન્દ્ર પટેલ ( Bhupendra Patel Political Profile ) પોતાની રીતે જ ફરી પગભર થયા હતાં. ત્યારબાદ વર્ષ 2010માં રાજકીય પ્રવેશ અમદાવાદ મ્યુ. કોર્પોરેશનથી કર્યો હતો. ભૂપેન્દ્ર પટેલ પહેલાથી જ રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલના ( BJP ) નજીકના માનવામાં આવી રહ્યા છે. વર્ષ 2017 ની વિધાનસભા ચૂંટણીમાં આનંદીબેન પટેલની બેઠક પરથી જ ભૂપેન્દ્ર પટેલ ચૂંટણી લડ્યાં હતાં. ભૂપેન્દ્ર પટેલ પહેલેથી ભાજપ પક્ષ સાથે જોડાયેલ હતા, વર્ષ 1995-96માં મેમનગર નગરપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે નિયુક્ત થયા હતા. ત્યારબાદ 1999માં મેમનગર નગરપાલિકાના પ્રમુખ તરીકે 1999-2000 અને 2004 થી 2006 સુધી રહ્યાં.

ભૂપેન્દ્ર પટેલ રાજકીય કારકિર્દીના સીમાચિહ્ન કોર્પોરેશનમાં આગળ વધતાં તેઓ મહત્ત્વના સીમાચિહ્નો ( Bhupendra Patel Political Profile ) હાંસલ ( BJP ) કરવા લાગ્યાં હતાં. વર્ષ 2008-2010 સુધી અમદાવાદ મ્યુ. કોર્પોરેશન સ્કૂલ બોર્ડના ચેરમેન તરીકે જવાબદારી સંભાળી હતી. અમદાવાદ મ્યુ. કોર્પોરેશનની વર્ષ 2010માં કોર્પોરેશનની ચૂંટણીમાં થલતેજ વોર્ડમાંથી કોર્પોરેટર તરીકે ભૂપેન્દ્ર પટેલ ચૂંટાયા હતાં ત્યારે બાદ અમદાવાદ મ્યુ. કોર્પોરેશનના નવા માળખામાં તેઓને સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન તરીકે ભાજપ પક્ષે નિમણુંક કરી હતી ત્યારે બાદ ભૂપેન્દ્ર પટેલ સતત 5 વર્ષ સુધી સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન તરીકે રહ્યા હતાં, ત્યારબાદ વર્ષ 2015 થી 2017 સુધી AUDA ના ચેરમેન તરીકે સત્તામાં રહ્યા છે ઉપરાંત જ્યારે તેઓ સત્તામાં હતા ત્યારે જ મોડી રાત્રે ઘાટલોડિયા બેઠક પરથી ઉમેદવાર તરીકે ભૂપેન્દ્ર પટેલના નામની જાહેરાત થઈ હતી. 1,17,750 મતથી ઘાટલોડિયા બેઠક પર જીત્યા હતાં, આમ પ્રથમ વખત જ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા અને ધારાસભ્યની ટર્મ પુરી થાય તે પહેલાં જ 11 સપ્ટેમ્બર 2021 ના દિવસે ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે વિજય રૂપાણીએ રાજીનામું આપ્યા બાદ ભાજપની બેઠકમાં ગુજરાતના 17માં મુખ્યપ્રધાન તરીકે ભૂપેન્દ્ર પટેલની 12 સપ્ટેમ્બર 2021ના રોજ સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી.

ભૂપેન્દ્ર પટેલ શા માટે લોકપ્રિય છે વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ( BJP ) ઉમેદવાર તરીકે સીએમ ભૂપેન્દ્ર પટેલે નિયમ મુજબ એફિડેવિટ કરી હતી જે વર્ષ 2017 મુજબ ભૂપેન્દ્ર પટેલ પર અત્યાર સુધીમાં એક પણ પોલીસ કેસ ફાઇલ થયો નથી. એટલે કોઈ પ્રકારનો ક્રિમિનલ રેકોડ ભૂપેન્દ્ર પટેલ ધરાવતાં નથી. જ્યારે તેઓ પાટીદાર સમાજના સરદારધામ અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન જેવી સંસ્થાઓના ટ્રસ્ટી પણ છે. સીએમ શપથ લીધા હતાં અને તાત્કાલિક ધોરણે સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદની હાઈ પાવર કમિટીની બેઠક ગણતરીની મિનિટોમાં જ લીધી હતી અને ત્યારબાદ કરોડો રૂપિયાનું પેકેજની પણ જાહેરાત અમુક દિવસોના અંતરે કરી હતી. આ ઉપરાંત છેલ્લા ઘણા વર્ષોથી સચિવાલયના દરવાજા લોકો માટે બંધ હતાં તે પણ ખોલવાનો નિર્ણય ભૂપેન્દ્ર પટેલ ( Bhupendra Patel Political Profile ) કર્યો હતો. સાથે જ કોરોનાની ગાઇડલાઇન્સ પણ ધીરે ધીરે હળવી કરી હતી. જ્યારે એક વર્ષ કરતાં પણ વધુ સમયથી તેઓ ગુજરાતના મુખ્ય પ્રધાન છે પરંતુ તેઓ હજી સુધી પણ કોઈ પણ મોટા અથવા તો ખોટા નિવેદનમાં ફસાયા નથી.

મોટી ઘટનામાં હાજરી ગુજરાતમાં છેલ્લા એક વર્ષમાં જે પણ કોઈ મોટી ઘટના બની છે તે મોટી ઘટનામાં સીધો સંચાર મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ કરી રહ્યા છે. બોટાદની ઘટના હોય કે પછી મોરબીનો કેબલ બ્રિજ તૂટવાની ઘટના હોય, તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચીને તાત્કાલિક ધોરણે સીટની રચના કરીને નિષ્પક્ષ તપાસ કરવાની પણ તેમની આવડત છે. મહત્વની વાત કરવામાં આવે તો મોરબીમાં 30 ઓક્ટોબરના દિવસે જે ઘટના બની તે ઘટનાની ગણતરીના કલાકોમાં જ તેઓ ઘટના સ્થળ ઉપર પહોંચ્યા હતા. આખી રાત ઘટના સ્થળ ઉપર જ રહીને તમામ કામગીરીની સમીક્ષા પણ કરી હતી. જ્યારે મૃતકોને જે સહાયની જાહેરાત કરી હતી તે પણ 24 કલાકની અંદર જ ચૂકવવાની પણ મહત્વનો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.