ETV Bharat / state

Swachhata Hi Seva 2023: રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી દ્વારા ગાંધી જયંતિ પૂર્વે સફાઈ અભિયાન - હર્ષ સંઘવી દ્વારા ગાંધી જયંતિ પૂર્વે સફાઈ અભિયાન

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મદિવસની ઉજવણીની સમગ્ર ભારતભરમાં કરવામાં આવી રહી છે. દેશભરમાં સ્વચ્છતા એ જ સેવા કાર્યક્રમ અંતર્ગત ઠેર ઠેર સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જે સંદર્ભે આજે ગુજરાતના રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી અમદાવાદ આવ્યા હતા અને સફાઈ કરી હતી.

cleanliness-campaign-ahead-of-gandhi-jayanti-by-state-home-minister-harsh-sanghvi

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 1, 2023, 11:32 AM IST

હર્ષ સંઘવી દ્વારા ગાંધી જયંતિ પૂર્વે સફાઈ અભિયાન

અમદાવાદ: અમદાવાદ ખાતે 'સ્વચ્છતા એ જ સેવા' અભિયાન અંતર્ગત રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ ઝાડુ લઈને સફાઈ કરી હતી. ઉલ્લેખનીય છે કે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આજે અમદાવાદ શહેરના પ્રસિધ્ધ અને સિંધી સમાજના આરાધ્ય ભગવાન એવા ઝુલેલાલના મંદિરે પહોંચી ભગવાનના દર્શનનો લાભ લીધો હતો. ત્યારબાદ સરદારનગર વિસ્તારમાં આવેલા ઝુલેલાલ સર્કલ પાસે હાથમાં ઝાડુ લઈને સફાઈ અભિયાનની શરૂઆત કરી હતી.

  • આવો, આંગણથી લઈને ભારત સુધી સ્વચ્છતાથી જ્યોત પ્રગટાવીએ !

    મહાત્મા ગાંધી જયંતીના પૂર્વ દિવસે આયોજિત દેશવ્યાપી સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ અંતર્ગત નરોડા ખાતે ઝૂલેલાલ મંદિરના પ્રાંગણમાં આયોજિત સ્વચ્છતા કાર્યક્રમમાં જોડાઈને વિવિધ મહાનુભાવો, કાર્યકર્તાઓ અને સ્થાનિકો સાથે સફાઈ કાર્ય… pic.twitter.com/9LhvodOqSw

    — Harsh Sanghavi (@sanghaviharsh) October 1, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

અન્ય આગેવાનો પણ જોડાયા: આ અભિયાનમાં તેમની સાથે ભાજપના કેટલાક કાર્યકર્તાઓ પણ જોડાયા હતા. તેમજ સ્થાનિક નરોડા વિધાનસભાના ધારાસભ્ય પાયલબેન કુકરાણી પણ હર્ષ સંઘવી સાથે સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા. આ સાથે સરદાનગર વિસ્તારના સ્થાનિક ભાજપના કોર્પોરેટરો અને ભાજપના આગેવાનો સહિત નરોડા અને સરદાર નગર તેમજ કુબેરનગર વિસ્તારના પણ સ્થાનિક ઓર્પોરેટર ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા.

'મારું ભારત, સ્વચ્છ ભારત': બીજી ઓક્ટોબર એટલે કે આવતી કાલે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનો જન્મદિવસ છે. તેમના જન્મદિવસને લઈને સમગ્ર ભારતમાં પહેલી ઓકટોબરના દિવસને સ્વચ્છતા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે સરકાર દ્વારા દેશના તમામ રાજ્યોને સ્વચ્છતા પર ભર મૂકી અભિયાન હાથ ધરવા સૂચનાઓ સાથે અપીલ પણ કરવામાં આવે છે. 'મારું ભારત, સ્વચ્છ ભારત'ના સ્વપ્નને સાકાર કરવા તમામ રાજ્યો દ્વારા અભિયાન હાથ ધરવામાં આવે છે. આ વખતે ગૃહમંત્રી દ્વારા સ્વચ્છતાના આગ્રહી એવા મહાત્મા ગાંધીના જન્મ દિવસ પૂર્વે બાપુને યાદ કર્યા હતા અને સ્વચ્છ ભારતના સ્વપ્નને પૂર્ણ કરવા અપીલ પણ કરી હતી.

  1. PM Modi Telangana visit: PM મોદી આજે તેલંગાણામાં 13500 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે
  2. World Culture Festival 2023: આર્ટ ઓફ લિવિંગના વર્લ્ડ કલ્ચર ફેસ્ટિવલમાં 17 હજાર કલાકારો એકઠા થયા, અમેરિકામાં વંદે માતરમનો નારો ગુંજ્યો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.