ETV Bharat / state

રાજ્યના 3 શહેરોમાં CID ક્રાઈમના દરોડા, વિઝા એજન્ટોને તપાસનો ધમાધમાટ

CID ક્રાઈમની 17 જેટલી ટીમોએ રાજ્યના 3 મોટા શહેરોમાં વિઝા એજન્ટોની ઓફિસોમાં દરોડા પાડ્યાં છે. . અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં સીઆઈડી ક્રાઈમની ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે, ત્યારે આ તપાસમાં ઘણી જગ્યાએ થી બનાવટી ડોક્યુમેન્ટ, પાસપોર્ટ, કોમ્પ્યુટર, લેપટોપ અને રોકડ રકમ સહિતની વસ્તુઓ હાથ લાગી છે.

રાજ્યના 3 શહેરોમાં CID ક્રાઈમના દરોડા
રાજ્યના 3 શહેરોમાં CID ક્રાઈમના દરોડા
author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 16, 2023, 1:11 PM IST

અમદાવાદ: CID ક્રાઈમની 17 જેટલી ટીમોએ રાજ્યના 3 મોટા શહેરોમાં વિઝા એજન્ટોની ઓફિસોમાં દરોડા પાડ્યાં છે. . અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં સીઆઈડી ક્રાઈમની ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે, ત્યારે આ તપાસમાં ઘણી જગ્યાએ થી બનાવટી ડોક્યુમેન્ટ, પાસપોર્ટ, કોમ્પ્યુટર, લેપટોપ અને રોકડ રકમ સહિતની વસ્તુઓ હાથ લાગી છે.

3 શહેરોમાં દરોડા: રાજ્યના 3 શહેરોમાં દરોડા વિઝા CID ક્રાઈમ દ્વારા વિઝા એજન્ટોને ત્યાં દરોડા પાડવામાં આવ્યાં છે. અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં સીઆઈડી ક્રાઈમની 17 ટીમો દ્વારા દરોડા પાડવામાં આવ્યો છે. અમદાવાદ શહેરમાં આંબાવાડી, મણીનગર, નારણપુરા,

મહત્વની પુરાવાઓ લાગ્યા હાથ: નવરંગપુરા, અને સોલા વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યાં, જ્યારે ગાંધીનગરમાં ઈન્ફોસિટી, કુડાસણ અને ચિલોડામાં CID ક્રાઈમની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી છે. જ્યારે વડોદરામાં ગેંડા સર્કલ પાસે CID ક્રાઈમના દરોડા પાડવામાં આવ્યાં. આ દરોડા બનાવટી ડોક્યુમેન્ટ અને વિઝા કૌભાંડની તપાસ માટે પાડવામાં આવ્યાં છે. CID ક્રાઈમની આ કાર્યવાહીમાં મોટી સંખ્યામાં બનાવટી ડોક્યુમેન્ટ અને પાસપોર્ટ કબ્જે કરવામાં આવ્યાં છે. જ્યારે ચિલોડાની એક ઓફિસમાંથી 5 લાખ રોકડા પણ કબજે કર્યા છે. આ ઉપરાંત લેપટોપ, કોમ્પ્યુટર અને મોટી સંખ્યામાં દસ્તાવેજો કબજે કરાયા છે, વધુમાં માર્કશીટ અને અન્ય રાજ્યની યુનિવર્સિટીના ડોક્યુમેન્ટ પણ મળી આવ્યા છે, મળી આવેલા દસ્તાવેજોની ખરાઈ કરી કાર્યવાહી કરવામા આવશે

મહત્વપૂર્ણ છે કે, બોગસ વિઝાથી વિદેશ જતા લોકો સાથે છેતરપિંડી ન થાય અને પૈસાની લાલચમાં બોગસ એજેન્ટો કોઈને વિદેશ મોકલીને ફસાવે નહીં આવા બધા વધતા બનાવોને લઈને સીઆઈડી ક્રાઈમની ટીમે કાર્યવાહી હાથ છે.

  1. ઈકો કારના સાયલેન્સર સાથે બે વ્યક્તિની ધરપકડ કરતી અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ
  2. રામ મંદિર પૂજારી વિરુદ્ધ અશ્લીલ પોસ્ટ વાયરલ કરનારની સાયબર ક્રાઈમ પોલીસે ધરપકડ કરી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.