અમદાવાદ : ચોટીલામાં ચામુંડા મંદિરે જવા પ્રસ્થાપિત રૂપે રોપ-વેના વિવાદ મામલે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં ચામુંડા માતા ટ્રસ્ટ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે, આઉટડેટેડ ટેકનોલોજી વાળા રોપ વેને મંજૂરી આપવામાં ન આવે. જોકે આ સમગ્ર મામલે હાઇકોર્ટે પણ બાબતને ગંભીર નોંધ લીધી છે. આ સાથે જ હાઇકોર્ટે રોપ વેની કામગીરીના મુદ્દે વચગાળાનો મનાઈ હુકમ ફરમાવ્યો છે.
2008થી આ વિવાદ : ચોટીલાના ચામુંડા મંદિરે જવા માટે પ્રસ્થાપિત રૂપે રોપ વે માટે 2008થી આ વિવાદ ચાલી રહ્યો છે. આ મુદ્દે છેલ્લા ઘણા સમયથી હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. આ મામલે ઘણા સમયથી સુનાવણી પણ ચાલી રહી છે. ત્યારે ગઈકાલની સુનાવણીમાં ચામુંડા મંદિર ટ્રસ્ટ દ્વારા ઘણી બધી મહત્વની રજૂઆત કરવામાં આવી હતી.
ટ્રસ્ટ દ્વારા શું કરાય રજૂઆત : ચામુંડા મંદિર ટ્રસ્ટ દ્વારા રોપ વે બનાવવા માટે જે રજૂઆત કરવામાં આવી હતી. તેમાં ટ્રસ્ટ દ્વારા ભીતિ વ્યક્ત કરવામાં આવી હતી. ટ્રસ્ટ દ્વારા રજૂઆત કરતા જણાવ્યું હતું કે, જો રોપ વેને આઉટડેટેડ ટેકનોલોજી વાળા લાવવામાં આવશે તો મોરબી બ્રિજ જેવી દુર્ઘટના પણ બની શકે છે. ચામુંડા માતા મંદિરની મુલાકાત રોજે લાખો અને હજારોની સંખ્યામાં મુલાકાતીઓ દર્શનાર્થે આવતા હોય છે. એવા સમયમાં જો આઉટડેટેડ ટેકનોલોજી વાળા રોપ વે હશે તો મોરબી જેવી દુર્ઘટના પણ બની શકે છે.
આ પણ વાંચો : Redevelopment of Sabarmati Ashram : સાબરમતી આશ્રમ રીડેવલપમેન્ટ કામગીરી અંગે હાઇકોર્ટના મહત્વના નિર્દેશ
પ્રોજેક્ટ માટે હંમેશા ટેન્ડર પ્રક્રિયા : આ મામલે ટ્રસ્ટ દ્વારા એવી પણ રજૂઆત કરવામાં આવી હતી કે, લાખો લોકો ચામુંડા માતાજીના મંદિરના દર્શન આવે છે. માટે રોપ વેની જરૂરિયાત છે. પરંતુ સરકાર માત્ર છેલ્લા 15 વર્ષથી એક જ કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટર આપી રહી છે. કોઈપણ પ્રોજેક્ટ માટે હંમેશા ટેન્ડર પ્રક્રિયા થવી જરૂરી છે, પરંતુ અહીં તો કોઈપણ પ્રકારની પ્રક્રિયા વગર ટેન્ડર આપી દેવામાં આવી રહ્યું છે. જો આ કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપવામાં આવશે તો લાખો લોકોના જીવને જોખમમાં મુકાશે એવી રજૂઆત કરવામાં આવી હતી.
આ પણ વાંચો : Dakor Temple Plea in Gujarat High Court : ડાકોર રણછોડરાય મંદિરના પૂજારીએ હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા, જાણો કેમ?
કોર્ટે સરકારને કર્યા સવાલ : આ સમગ્ર મામલે સુનાવણી સાંભળ્યા બાદ હાઇકોર્ટે સરકારને સવાલ કર્યો હતો કે, સરકાર ટેન્ડર પ્રક્રિયા વિના કઈ રીતે કોન્ટ્રાક્ટ આપી શકે? હાઈકોર્ટ ટકોર કરતા કહ્યું હતું કે, પ્રોજેક્ટ કોઈપણ માંગી શકે છે, પરંતુ કોઈપણ પ્રોજેક્ટમાં પારદર્શકતા ખૂબ જ જરૂરી છે. આ સાથે જ હાઈકોર્ટ રોપ વેની કામગીરી પર વચગાળાનો મનાઈ હુકમ ફરમાવ્યો છે. તેમજ કોઈપણ જાતની ટેન્ડર પ્રક્રિયા વિના આ કોન્ટ્રાક્ટ આપવાની પણ મનાઈ હુકમ ફરમાવ્યું છે. જ્યાં સુધી આગામી સુનાવણી ના થાય ત્યાં સુધી કોર્ટના હુકમનું પાલન કરવાનું રહેશે.