ETV Bharat / state

ગુજરાતના મતદારોને રિઝવવા ભાજપશાસિત રાજ્યોના મુખ્યપ્રધાનો ઉતર્યા ચૂંટણી મેદાને - election campaign

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને(gujarat legislative assembly 2022) હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. સત્તાના આ રણમેદાનમાં પોતાના સોગઠાં ખેલવા દરેક રાજકીય પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. 1 અને 5 ડિસેમ્બરે ચૂંટણી માટે મતદાન થનાર છે. ચૂંટણી જીતવા ભાજપે(bhartiya janta party) મોટી રણનીતિની તૈયારી કરી લીધી છે. આજથી ભાજપ શક્તિ પ્રદર્શન કરશે. વિધાનસભાની પ્રથમ તબક્કાની 89 બેઠકો પર ભાજપના 89 નેતાઓ પ્રચાર કરશે. મોરબીમાં એક સાથે ત્રણ મુખ્યપ્રધાનો સભાઓ ગજવશે.

મતદારોને રીઝવવા મુખ્યપ્રધાનો મેદાને...
મતદારોને રીઝવવા મુખ્યપ્રધાનો મેદાને...
author img

By

Published : Nov 18, 2022, 10:10 AM IST

Updated : Nov 18, 2022, 10:27 AM IST

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને(gujarat legislative assembly 2022) હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. સત્તાના આ રણમેદાનમાં પોતાના સોગઠાં ખેલવા દરેક રાજકીય પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. 1 અને 5 ડિસેમ્બરે ચૂંટણી માટે મતદાન થનાર છે. ચૂંટણી જીતવા ભાજપે(bhartiya janta party) મોટી રણનીતિની તૈયારી કરી લીધી છે. આજથી ભાજપ શક્તિ પ્રદર્શન કરશે. રાજ્યમાં 14 રાષ્ટ્રીય નેતા 46 જનસભા ગજવશે, જ્યારે રાજ્યના 14 સ્ટારપ્રચારક 36 મતવિસ્તારોમાં સભાઓ સંબોધશે. કચ્છ-સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની 89 બેઠક પર પ્રચાર માટે આજે ભાજપનું કાર્પેટ બોમ્બિંગ થશે. ગુજરાત સહિત ચાર રાજ્યોના મુખ્યપ્રધાનો મતદારોને રિઝવશે. મોરબીમાં એક સાથે ત્રણ મુખ્યપ્રધાનો સભાઓ ગજવશે.

ભાજપનો જંગી પ્રચાર: ભાજપ આજથી સૌરાષ્ટ્રમાં પ્રચાર કરશે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ગીર સોમનાથથી પ્રચારની શરૂઆત કરશે. ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ પણ મોરબી, ઝઘડિયા અને સુરતના ગોડાદરામાં સભા કરશે. મધ્યપ્રદેશના સીએમ શિવરાજસિંહ ચૌહાણ પણ માંડવી, અબડાસા, મોરબી અને ભાવનગરમાં પ્રચાર કરશે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ મહુવા, તળાજા, ગારિયાધાર, લિંબાયતમાં સભા સંબોધશે. કેન્દ્રીયપ્રધાન મનસુખ માંડવિયા પણ કરંજ અને કતારગામમાં પ્રચાર કરશે. રાજકોટમાં જેપી નડ્ડા અને સીઆર પાટીલ જનસભા સંબોધશે. કેન્દ્રીયપ્રધાન નીતિન ગડકરી જામનગર, ભરૂચ અને ઓલપાડમાં ચૂંટણી પ્રચાર કરશે. તો કેન્દ્રીયપ્રધાન અનુરાગ ઠાકુર પણ માંગરોળ, માંડવી, બારડોલી, અડાજણમાં પ્રચાર કરશે. ભાજપના યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ તેજસ્વી સૂર્યા જંબુસર, વાગરા અને સુરતમાં પ્રચાર કરશે. હેમામાલીની, રવિ કિશન, મનોજ તિવારી પણ ગુજરાતમાં કેમ્પેઈન કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19 નવેમ્બરથી ગુજરાતમાં પ્રચારનો પ્રારંભ કરશે. PM મોદી વલસાડ, સોમનાથ, વેરાવળ, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, જંબુસર, નવસારીમાં રોડ શો કરશે.

રાજ્યમાં 14 રાષ્ટ્રીય નેતા 46 જનસભા ગજવશે

Last Updated : Nov 18, 2022, 10:27 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.