ETV Bharat / state

Science City: સાયન્સ સિટીના આકર્ષણમાં વધારો, આકર્ષક મલ્ટિમિડીયા લેસર એન્ડ ફાઉન્ટેનનું લોકાર્પણ - સાયન્સ સિટી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાયન્સ સીટી, અમદાવાદ ખાતે નવીનીકરણ પામેલા આકર્ષક મલ્ટિમિડીયા લેસર એન્ડ ફાઉન્ટેનનું લોકાર્પણ કર્યું હતું.

આકર્ષક મલ્ટિમિડીયા લેસર એન્ડ ફાઉન્ટેનનું લોકાર્પણ

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 3, 2023, 8:52 PM IST

અમદાવાદ: સાયન્સ સિટીના આકર્ષણમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગે સાયન્સ સિટીના મ્યુઝિકલ ફાઉન્ટેનના નવીનીકરણની કામગીરી પૂર્ણ કરી છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાયન્સ સીટી, અમદાવાદ ખાતે નવીનીકરણ પામેલા આકર્ષક મલ્ટિમિડીયા લેસર એન્ડ ફાઉન્ટેનનું લોકાર્પણ કર્યું હતું.

  • Live: અમદાવાદ સાયન્સ સિટી ખાતે મલ્ટીમીડિયા લેઝર એન્ડ ફાઉન્ટેન શૉ ના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિતિ. https://t.co/YbsC4ISILV

    — Bhupendra Patel (@Bhupendrapbjp) November 3, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

2005માં સાયન્સ સિટી ખાતે 10,000 ચોરસ મીટર વિસ્તારમાં અદ્યતન સુવિધાઓ અને ટેકનોલોજી સાથે શરૂ કરવામાં આવેલા આ મ્યુઝિકલ ફાઉન્ટેનના નવીનીકરણ બાદ દેશની સૌથી અદ્યતન સાઉન્ડ અને લાઇટ સિસ્ટમ સાથેનો નયનરમ્ય અને આકર્ષક મ્યુઝિકલ ફાઉન્ટેન મુખ્યમંત્રીએ શુક્રવારે સાંજે જાહેર જનતા માટે ખુલ્લો મુક્યો હતો.

આકર્ષક મલ્ટિમિડીયા લેસર એન્ડ ફાઉન્ટેનનું લોકાર્પણ
આકર્ષક મલ્ટિમિડીયા લેસર એન્ડ ફાઉન્ટેનનું લોકાર્પણ

શું છે ખાસ: 50 મીટર ઊંચાઈની સેન્ટ્રલ વોટર જેટ, 800 જેટલી વિવિધ રંગબેરંગી લાઇટ્સ અને 15 કરતાં વધુ હાર્મોનાઈઝડ મ્યુઝિકલ પેટર્ન સર્જતી 600થી પણ વધુ નોઝલ સાથે આ ફાઉન્ટેન મુલાકાતીઓમાં આગવું આકર્ષણ જગાવશે. એટલું જ નહીં, ૩૬x૧૬ મીટરની વૉટર સ્ક્રીન પર મલ્ટીમીડિયા લેઝર સાઉન્ડ શો સાથે ૧૬x૯ મીટરની બે અન્ય સ્ક્રીન અને 3D પ્રોજેક્શનમાં 70 મીટરની 3 સ્ક્રીન દ્વારા મ્યુઝીકલ ફાઉન્ટેનનો નજારો લોકો માટે રોમાંચકારી બની રહેશે.

રંગબેરંગી આકાશ જેવી આભા ઉપસાવશે
રંગબેરંગી આકાશ જેવી આભા ઉપસાવશે

સ્પેસ થીમ આધારીત શો: સોમવાર સિવાય આ મ્યુઝિકલ ફાઉન્ટેનના દરરોજના 25 મિનિટના ઓછામાં ઓછા બે સ્પેસ થીમ આધારીત શો યોજવામાં આવશે. રાત્રિનાં સમયે આ ફાઉન્‍ટેન સમગ્ર વિસ્તારમાં રંગબેરંગી આકાશ જેવી આભા ઉપસાવશે.

સાયન્સ સિટી
સાયન્સ સિટી

2001માં 107 હેક્ટર વિસ્તારમાં નિર્માણ થયેલા સાયન્સ સિટીમાં દર વર્ષે એક-એક નવીન ગેલેરી અને નયનરમ્ય આકર્ષણો જોડવાની રાજ્ય સરકારે પરંપરા વિકસાવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં સાયન્‍સ સિટીમાં આ અદ્યતન ફાઇન્‍ટેનનાં લોકાર્પણ પ્રસંગે અમદાવાદના મેયર પ્રતિભા જૈન, સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના અગ્ર સચિવ ધનંજય દ્વિવેદી, સાયન્સ સિટીના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં લોકો તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

(પ્રેસ નોટ આધારિત)

  1. શું તમે જોયો 'લુક ઓફ સોરઠી ફેશન શો', રજવાડાના પહેરવેશમાં વિદ્યાર્થીનીઓએ કર્યું કેટવોક
  2. Finger Millet Cultivation: છોટાઉદેપુરમાં થશે હવે નાગલીના પાકનું વાવેતર, જેતપુર પાવીના ખેડૂતનો સફળ પ્રયોગ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.