- જગન્નાથની 144 મી રથયાત્રાનું પ્રસ્થા
- અસાઢની શરૂઆતમાં સારો વરસાદ
- મીડિયાના કામને વખાણતાં નીતિન પટેલ
અમદાવાદઃ ભગવાન જગન્નાથની 144મી રથયાત્રાનું પ્રસ્થાન મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે પાન્હિદ વિધિથી કર્યું હતું. ભગવાન જગન્નાથના પ્રથમ રથને તેઓ મંદિરના દ્વાર સુધી ખેંચીને પણ લાવ્યા હતા.
આ પણ વાંચોઃ 144મી રથયાત્રા પ્રસ્થાન : મુખ્યપ્રધાન રૂપાણીએ કરી પહિન્દ વિધિ, જાણો આ વિધિ શું છે અને કોના હસ્તે કરાય છે ?
શું કહ્યું નીતિન પટેલે ?
નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, અષાઢ મહિનાના પહેલા જ દિવસે સમગ્ર ગુજરાતમાં મેઘો મહેર થયો છે. ત્યારે ગુજરાતમાં મેઘ મહેર થવાથી લાખો ખેડૂતો જેમને ખરીફ પાકની વાવણી કરી છે, તેમની ચિંતા પણ દૂર થઇ છે. જગન્નાથની કૃપાથી ગુજરાત ધાન અને પાણીથી સમૃદ્ધ બનશે. આજે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નિકળ્યા જેનું સરકાર દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યુ છે. મીડિયા દ્વારા પણ સુંદર કાર્ય કરવામાં આવ્યુ છે. સૌ મીડિયા દ્વારા રથયાત્રાની શરૂઆત પૂર્વે અને અત્યારે પણ સકારાત્મક રિપોર્ટિંગ કરાયું છે. તેનું આ પરિણામ છે.
આ પણ વાંચોઃ CM રૂપાણીએ ગુજરાત જલ્દી કોરોના મુક્ત થાય તેવી કરી પ્રાર્થના, કચ્છી સમાજને આપી નવા વર્ષની શુભકામના
કોરોના દૂર થશે
નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે કોરોના કાળ દરમિયાન અને ત્યાર બાદ રથયાત્રામાં પણ સુંદર કાર્ય કર્યું છે. જગન્નાથની કૃપાથી ગુજરાત, દેશ અને વિશ્વમાંથી કોરોના દૂર થશે. ફરીથી પહેલા જેવું જનજીવન ધબકતું થશે. મીડિયાના માધ્યમથી લોકો રથયાત્રા નિહાળે તેવી અપીલ.