ETV Bharat / state

અમદાવાદ ભદ્રકાળી મંદિરમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ સંધ્યા આરતી કરશે, નવરાત્રીના ગરબાની શરૂઆત કરાવશે - ભુપેન્દ્ર પટેલ સંધ્યા આરતી કરશે

કોરોના મહામારીની પરિસ્થિતિમાં નવદુર્ગાની ઉપાસનાનું પર્વ નવરાત્રિ આજથી શરૂ થઈ ગઇ છે ત્યારે અમદાવાદના નગરદેવી તરીકે જાણીતા ભદ્રકાળી માતાજીના મંદિરમાં ભક્તોનું મહેરામણ ઉમટી પડયું છે. ત્યારે મંદિરમાં નવરાત્રિના પ્રથમ દિવસે ઘટ સ્થાપના કરવામાં આવી છે. તો બીજી તરફ આજે સાંજે ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ સંધ્યા આરતી કરશે અને નવરાત્રીના ગરબાની શરૂઆત કરાવશે.

અમદાવાદ ભદ્રકાળી મંદિરમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ સંધ્યા આરતી કરી, નવરાત્રીના ગરબાની શરૂઆત કરાવશે

author img

By

Published : Oct 7, 2021, 2:50 PM IST

Updated : Oct 7, 2021, 6:01 PM IST

  • અમદાવાદના નગરદેવી તરીકે જાણીતા ભદ્રકાળી માતાજીના મંદિરમાં ભક્તોનું મહેરામણ ઉમટી પડયું
  • મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ સંધ્યા આરતી કરી નવરાત્રીના ગરબાની શરૂઆત કરાવશે.
  • મંદિરમાં પણ માસ્ક વિનાના ભક્તોને પ્રવેશ આપવામાં નહીં આવી

અમદાવાદ : આજથી નવરાત્રિનો પ્રારંભ થઇ રહ્યો છે, પ્રથમ નોરતે માતાજીની પૂજા-અર્ચના કરવામાં આવતી હોય છે. ગુજરાતમાં આસો નવરાત્રિનું પર્વ ધામધૂમથી ઉજવવામાં આવે છે. માતાજીની ઉપાસના અને ગરબાનું અનેરૂ મહત્વ રહેલું છે. આસો મહિનાની નવરાત્રિ માટે ગરબાનું આયોજન થતું હોય છે. આસો મહિનાના પ્રથમ નવરાત્રીના દિવસે ઘટ સ્થાપના કરવામાં આવતી હોય છે. અમદાવાદના ભદ્રકાળી મંદિરમાં દર વર્ષે નવરાત્રીમાં હોમહવન ઘટસ્થાપના અનુષ્ઠાન અને ગરબાનું આયોજન કરવામાં આવતું હોય છે. પરંતુ સરકારની ગાઇડ લાઇન અને કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખી કેટલાક કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યા છે. જ્યારે નવરાત્રીનો આજે પ્રથમ દિવસ છે, ત્યારે ભદ્રકાળી માતાજી આગળ ઘટસ્થાપના કરવામાં આવી છે.

કોવિડ ગાઈડલાઈનનું કરવામાં આવી રહ્યું છે પાલન

શહેરના બગાડી મંદિર સહિતના મંદિરોમાં દર્શનાર્થીઓને પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી, ત્યારે ભદ્રકાળી મંદિરમાં પણ માસ્ક વિનાના ભક્તોને પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી. તે ઉપરાંત સામાજિક અંતર અને કોરોના ગાઈડલાઈનું ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે. ભક્તોની વધારે ભીડ ન થાય તે માટે થઈ સાવચેતીના તમામ પગલા મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા લેવામાં આવી રહ્યા છે. મંદિરની બહાર રેલીંગ પણ લગાવી દેવામાં આવી છે, જેથી લોકોમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે.

અમદાવાદ ભદ્રકાળી મંદિરમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ સંધ્યા આરતી કરી, નવરાત્રીના ગરબાની શરૂઆત કરાવશે

મુખ્યપ્રધાન સાંજે કરશે નગરદેવીની આરતી

ગુજરાત રાજ્યના નવનિયુક્ત મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ આસો મહિનાના પ્રથમ નવરાત્રીએ આજે સાંજે ભદ્રકાળી મંદિરમાં આરતી કરશે. ત્યારબાદ ભદ્ર ચોકમાં પરંપરાગત નવરાત્રીનો પ્રારંભ કરાવી ગરબાની શરૂઆત કરાવશે. મુખ્યપ્રધાન પણ ત્યાં ગરબા રમે તેવી પૂરતી શકયતા રહેલી છે. CMના આગમને લઈ મંદિર પરિષદ અને આસપાસના વિસ્તારમાં પણ પોલીસે ચુસ્ત બંદોબસ્ત અને ચેકીંગ હાથ ધર્યું છે.

આ પણ વાંચો : નવદુર્ગાના પ્રથમ સ્વરૂપ એવા હિમાલયની દીકરી શૈલપુત્રીના મહિમાં વિશે જાણો

આ પણ વાંચો : Vadodara High Profile Rape Case: આરોપી અશોક જૈન પાલીતાણાથી ઝડપાયો

Last Updated : Oct 7, 2021, 6:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.