ETV Bharat / state

અમદાવાદના વાતાવરણમાં પલટો, ભારે પવન સાથે વરસાદી છાંટા

અમદાવાદ: જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીનો પારો 40 ડિગ્રીથી ઉપર નોંધાય છે. જેને લઇને લોકો ગરમીથી ત્રાસી ગયા હતા. પરંતુ આજે અમદાવાદ શહેરમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. સાંજે 6 વાગ્યા બાદ અમદાવાદનું વાતાવરણ વાદળછાયું જોવા મળ્યું હતું. ત્યારબાદ એકાએક વરસાદના છાંટા પડ્યા હતા.

અમદાવાદના વાતાવરણમાં પલટો
author img

By

Published : May 18, 2019, 7:12 PM IST

અમદાવાદમાં આજે સાંજે 6 વાગ્યાની આસાપાસ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. જેને લઇને શહેરમાં વાદળછાયા વાતાવરણ સાથે ભારે પવન પણ ફુંકાયો હતો. અમદાવાદના એસ.જી. હાઇવે, ગોતા, બોપલ, સેટેલાઇટ, જેવા વિસ્તારોમાં ભારે પવનને કારણે ધૂળની ડમરીઓ પણ ઉડી હતી.

અમદાવાદના વાતાવરણમાં પલટો

ધૂળની ડમરીઓને કારણે વાહનચાલકોને વાહન ચલાવવામાં થોડી તકલીફનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ ભારે પવન સાથે વરસાદી છાંટા પડતા અમદાવાદીઓએ થોડી ક્ષણ પ્રથમ વરસાદી છાંટાનો આનંદ અને લ્હાવો માણ્યો હતો. આમ, આજે અચાનક વાતાવરણમાં બદલાવ જોવા મળ્યો છે. જ્યારે આજે ભારે પવન સાથે વરસાદી છાંટામાં અમદાવાદમાં ગરમીના વાતાવરણમાં થોડી ઠંડક પ્રસરી હતી.

R_GJ_AHD_15_18MAY_2019_RAIN_IN_CITY_ VIDEO_STORY_PARTH_JANI_AHMEDABAD

કેટેગરી- ટોપ ન્યુઝ, અમદાવાદ

હેડિંગ- અમદાવાદના વાતાવરણમાં પલ્ટો, ભારે પવન સાથે વરસાદી છાંટા..

છેલ્લા કેટલાય દિવસમાં અમદાવાદમાં ગરમીનો પારો 40 ડિગ્રીથી ઉપર જ નોંધાય છે, લોકો ગરમીથી ત્રાસી ગયા હતા. પરંતુ આજે અમદાવાદ શહેરના વાતાવરણમાં અચાનક પલ્ટો માર્યો હતો. સાજે 6 વાગ્યા બાદ અમદાવાદના વાતાવરણ વાદળ છાયુ જોવા મળ્યુ હતુ બાદમાં વરસાદના છાંટાએ અમદાવાદની ગરમીને શાંત કરી હતી.

અમદાવાદમાં સાંજે 6 વાગ્યાની આસાપાસ વાતાવરણમાં અચાનક બદલાવ આવ્યો હતો. વાદળછાયા વાતાવરણ સાથે ભારે પવન પણ ફુંકાયો હતો. અમદાવાદના એસ.જી. હાઇવે, ગોતા, બોપલ, સેટેલાઇટ, જેવા વિસ્તારોમાં ભારે પવનને કારણે ઘુળની ડમરીઓ પણ ઉડી હતી. જેને કારણે વાહનચાલકોને વાહન ચલાવવામાં થોડી તકલીફનો સામનો કરવો પડ્યો હતો પરંતુ ભારે પવન સાથે વરસાદી છાંટા પડતાની સાથે જ અમદાવાદીઓ થોડી ક્ષણ પ્રથમ વરસાદી છાંટાનો આનંદ અને લ્હાવો પણ માણ્યો હતો. આમ આજે અચાનક વાતાવરણમાં બદલાવ જોવા મળ્યો છે. જ્યારે આજે ભારે પવન સાથે વરસાદી છાંટામાં અમદાવાદમાં ગરમીના વાતાવરણમાં થોડી ઠંડક પ્રસરી હતી. 

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.