અમદાવાદ: મંડલ રેલ પ્રબંધક દિપક કુમાર ઝાએ જણાવ્યું છે કે, વર્તમાનમાં અમદાવાદ સ્ટેશનથી દસ જોડી સ્પેશિયલ ટ્રેનોનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. જેમાં યાત્રીઓની સુવિધા અને પાર્સલ લોડિંગ-અનલોડિંગ સગવડતા પર વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે. પ્લેટફોર્મ ચાર પર કાર્ય પ્રગતિ પર છે અને તેના માટે 29 જૂન, 2020 થી 38 દિવસો માટે બ્લોક લેવામાં આવ્યો છે. તદ્દનુસાર આ પ્લેટફોર્મથી ચલાવવામાં આવી રહી ટ્રેનોને પ્લેટફોર્મ આઠ અને નવ પર શિફ્ટ કરવામા આવી છે. જે બંને સાઈડ વધારે પહોળું છે અને વર્તમાનમાં કોરોના સંકટ કારણે સોશિયલ ડિસ્ટન્સિંગ માટે ઉપયોગી છે,તથા પાર્સલ લોડિંગ-અનલોડિંગ માટે પર્યાપ્ત સ્થાન છે.
અમદાવાદ સ્ટેશન પર કુલ બાર પ્લેટફોર્મ ઉપલબ્ધ છે.જેમાંથી દસ,અગિયાર અને બાર નમ્બર પ્લેટફોર્મ હાઇસ્પીડ રેલ કોરિડોરના નિર્માણ કાર્ય હેતું આપવામાં આવ્યા છે. વર્તમાનમાં પ્લેટફોર્મ એકથી ત્રણ, પ્લેટફોર્મ ત્રણથી ચાર, પ્લેટફોર્મ પાંચથી આઠ, પ્લેટફોર્મ આઠથી ચાર તથા પ્લેટફોર્મ નવથી બે યાત્રી ટ્રેનો સંચાલિત કરવામાં આવી રહી છે.