ETV Bharat / state

Chandrayaan 3: લોન્ચિંગને નિહાળવા સાયન્સ સીટી ખાતે વિદ્યાર્થીઓ માટે ખાસ આયોજન, ચંદ્રયાન પ્રોજેક્ટના વૈજ્ઞાનિકે આપી માહિતી - the launch informs Chandrayaan Project Scientist

વિદ્યાર્થીઓને સાયન્સ સીટી ખાતે ઓડિટોરિયમમાં ચંદ્રયાન-1, ચંદ્રયાન 2 અને ચંદ્રયાન 3 ત્રણે પ્રોજેક્ટ વિશે વિગતવાર માહિતી અપાઈ. ઉલ્લેખનીય છે કે આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરમાંથી બપોરે 2:35 કલાકે LVM3 -M4 રોકેટ દ્વારા તેને અંતરિક્ષમાં મોકલવામાં આવ્યું છે.

chandrayaan-3-students-at-science-city-to-witness-the-launch-informs-chandrayaan-project-scientist

author img

By

Published : Jul 14, 2023, 3:24 PM IST

સાયન્સ સીટી ખાતે વિદ્યાર્થીઓ માટે ખાસ આયોજન

અમદાવાદ: ભારતે ચંદ્રયાન-3 મિશન લોન્ચ કર્યું છે. આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરમાંથી બપોરે 2:35 કલાકે LVM3 -M4 રોકેટ દ્વારા તેને અંતરિક્ષમાં મોકલવામાં આવ્યું છે. મહત્વનું છે કે અમદાવાદમાં સાયન્સ સીટી ખાતે શાળામાં અભ્યાસ કરતા બાળકોને ચંદ્રયાન-3 લોન્ચિંગ અંગે વૈજ્ઞાનિકો દ્વારા માહિતગાર કરવામાં આવ્યા હતા. સાથે જ ઇસરોના વૈજ્ઞાનિકોએ ચંદ્રયાન-1, ચંદ્રયાન-2 અને હવે ચંદ્રયાન-3 અંગેની તમામ પ્રક્રિયાઓ અંગે માહિતગાર કર્યા હતા.

બાળકોને અપાઈ માહિતી: અમદાવાદમાં અલગ અલગ શાળામાં અભ્યાસ કરતા બાળકોને સાયન્સ સીટી ખાતે ઓડિટોરિયમમાં ચંદ્રયાન-1, ચંદ્રયાન 2 અને ચંદ્રયાન 3 ત્રણે પ્રોજેક્ટ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. આ અંગે વાત કરતા શાળાના વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે આજે અમે ચંદ્રયાન વિશે વિગતવાર માહિતી મેળવી છે અને અમે ખૂબ જ રોમાંચિત છીએ. આ સમગ્ર પ્રોજેક્ટ કઈ રીતે તૈયાર થયો અને તેનાથી તેવા ફાયદા થશે તે તમામ બાબતો અંગે અમને માહિતગાર કરવામાં આવ્યા છે.

'આ પ્રોજેક્ટ ખૂબ જ મહત્વનો છે. અગાઉ ચંદ્રયાન 1 અને ચંદ્રયાન 2 સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યા હતા. આ ચંદ્રયાન 3 ચંદ્ર પર ઉતરશે અને ત્યાં પરીક્ષણ કરશે. ભારત ચોથો દેશ બની જશે જે ચંદ્ર પર ઉતરાણ કરશે.' -રિતેશ કુમાર શર્મા, ડેપ્યુટી ડાયરેક્ટર, ચંદ્રયાન 3

ચંદ્રયાનથી અનેક વિષયોનો અભ્યાસ: ચંદ્રયાન લગભગ 40 દિવસ પછી એટલે કે 23 અથવા તો 24 ઓગસ્ટે લેન્ડર અને રોવર ચંદ્રના દક્ષિણ ધ્રુવ ઉપર ઉતારશે. 14 દિવસ સુધી અલગ અલગ પ્રયોગ હાથ ધરવામાં આવશે. ચંદ્રની ભ્રમણ કક્ષામાં રહીને પૃથ્વી પરથી આવતા રેડિયેશનનો પણ અભ્યાસ કરવામાં આવશે, સાથે ચંદ્રની માટી અને ધૂળ અંગે પણ આ ચંદ્રયાન થકી અભ્યાસ અને પરીક્ષણ હાથ ધરાશે.

  1. Chandrayaan 3: શ્રીહરિકોટાથી ચંદ્રયાન 3નું સફળ લોન્ચિંગ, 40 દિવસ પછી ચંદ્ર પર લેન્ડિંગ કરશે
  2. Chandrayaan 3: ઘણા દેશો ISRO સાથે કામ કરવા આતુર, ખગોળશાસ્ત્રી રમેશ કપૂરનું મોટું નિવેદન

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.