અમદાવાદ: ગુજરાતમાં કમોસમી વરસાદના વિરામ બાદ થોડા દિવસ ગરમીનો પારો ઊંચો જોવા મળ્યો હતો.પરંતુ ફરીવાર વાતાવરણમાં પલટો આવતા વાદળો જોવા મળી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા હવામાનને લઇને વધુ એક આગાહી કરાઈ છે.
વાતાવરણ સૂકું રહેશે:હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે. તો અમુક સ્થળો પર લોકલ કનેકટીવ એક્ટિવિટીની સંભાવના જોવા મળી શકે છે. જ્યારે અમદાવાદમાં આજે સાંજે વરસાદની સંભાવનાં વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદમાં આજે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની સંભાવના છે. અરબી સમુદ્રમાં હાલ સર્ક્યુલેશન બનવાની પ્રક્રિયા શરૂ થઈ છે. તેને જોતા દક્ષિણ પૂર્વ અરબી સમુદ્ર 5 તારીખે સાયક્લોનિક સરક્યું કેશન બનશે. ત્યારે તારીખ 7 જૂન આસપાસ સાયક્લોનિક સરક્યુલેશન લો પ્રેશર બની શકે છે. જેને લીધે દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ આવી શકે છે.
હવામાન વિભાગની આગાહી:કેરળ બાદ મહારાષ્ટ્ર અને ત્યાર બાદ ગુજરાતમાં ચોમાસુ ચોમાસુ આવી જશે. જોકે હાલની વાત કરવામાં આવે તો ગુજરાતના વાતાવરણમાં ફરી એકવાર પલટો આવી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં 6 થી 9 જૂન વચ્ચે ચક્રવાતની સંભાવના છે. જેના કારણે આજથી 5 દિવસ સુધી વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ખાસ વાત એ છે કે આગાહી મુજબ રાજ્યમાં 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. બીજી તરફ ગુજરાતમાં ચોમાસાને લઈને હવામાન વિભાગની આગાહી સામે આવી છે.
પવન ફૂંકાવાની શક્યતા: ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે હવામાન વિભાગે 5 દિવસ સુધી વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. ગુજરાતમાં વધુ એક સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થવાને કારણે રાજ્યમાં 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જેના કારણે બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, વલસાડમાં વરસાદની સંભાવના છે. આ સાથે નવસારી, દમણ, સૌરાષ્ટ્ર, કચ્છમાં પણ પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં 3 થી 7 જૂન દરમિયાન હળવા ડિપ્રેશનની શક્યતા છે.