અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીને( Gujarat University) વધુ એક માન્યતા મળી છે. જેમાં ગુજરાત યુનિવર્સિટીને સેન્ટર ઓફ એકસેલન્સ ઈન એન્વાયરમેન્ટની માન્યતા( Environmental education in Gujarat University )આપવામાં આવી છે. આ માન્યતા રાજ્ય સરકાર તરફથી આપવામાં આવી છે. રાજ્ય સરકાર તરફથી ગુજરાત યુનિવર્સિટીને સેન્ટર ઓફ એકસેલન્સ ઈન એન્વાયરમેન્ટનો વિશેષ પ્રોજેક્ટ આપવામાં આવ્યો. ગુજરાત યુનિવર્સિટી ખાતે સેન્ટર ઓફ એકસેલન્સ ઈન એન્વાયરમેન્ટ (Center for Environmental Education)અંતર્ગત વિવિધ પ્રોજેક્ટ શરૂ કરાશે જેમાં પર્યાવરણ અંગે જાગૃતિ કેળવવાની દિશામાં કામ કરવામાં આવશે.
આ પણ વાંચોઃ 'વિશ્વ પર્યાવરણ દિવસ': લોકોમાં પર્યાવરણ અંગે સાચવાણીને લઈને જાગૃતિ ફેલાવવાનો હેતુ
સેન્ટર ઓફ એકસેલન્સ ઈન એન્વાયરમેન્ટ - આ મામલે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યાએ જણાવ્યું હતું કે નેશનલ એજ્યુકેશન પોલિસીમાં સંદર્ભમાં UGC એ એકેડેમીક બેંક ઓફ ક્રેડિટ ઊભી કરવાની યુનિવર્સિટીઓને મંજૂરી આપી છે. જ્યારે અંડર ગ્રેજ્યુએશનના વિદ્યાર્થીને 20 ક્રેડિટ સ્કોર અને પોસ્ટ ગ્રેજ્યુએશનમાં વિદ્યાર્થીને 40 ક્રેડિટ સ્કોર આપવામાં આવશે. જેમ કોઈ વિદ્યાર્થી અમારી સાથે પર્યાવરણની જાણવણી અંગે કામ કરશે તો એને એકેડમીક બેંક ઓફ ક્રેડિટનો લાભ મળશે.
યુનિવર્સિટી કેમ્પસમાં બે STP પ્લાન્ટ બનાવવામાં આવશે - આ ઉપરાંત UGC માન્ય દેશની કોઈપણ યુનિવર્સિટીમાં વિદ્યાર્થી અભ્યાસ કરે તો એને એકેડમીક બેંક ઓફ ક્રેડિટનો લાભ મળશે ત્યારે હાલ યુનિવર્સિટીમાં 1200 KV વીજળીનો વપરાશ છે, જેમાંથી 350 KV સૌર ઊર્જા થકી વીજળી મેળવી રહ્યા છીએ જ્યારે સેન્ટર ઓફ એકસેલન્સ ઈન એન્વાયરમેન્ટ અંતર્ગત ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં બે STP પ્લાન્ટ બનાવવામાં આવશે. જે પાણીનો ઉપયોગ થઈ રહ્યો છે, તેનો વિવેકપૂર્ણ ઉપયોગમાં થાય એવો પ્રયાસ રહેશે. જ્યારે યુનિવર્સિટીના 300 એકરના કેમ્પસમાં આવનારા 3 વર્ષમાં જે પાણી અને વીજળીનો વપરાશ છે એ સસ્ટનેબલ થાય એવો પ્રયાસ રહેશે. યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થી લક્ષી કામ કરવામાં આવી રહ્યા છે. ત્યારે આગામી સમયમાં વિદ્યાર્થીઓને એજ્યુકેસનમાં સરળતા મળે તેવા કામ કરવામાં આવશે.
આ પણ વાંચોઃ World Ayurveda Festival: આયુર્વેદ અને ઉપચારની પરંપરાગત પધ્ધતિઓ તરફ વધતી રૂચિ દર્શાવે છે : વડાપ્રધાન મોદી