આજના વધતા જતા શહેરીકરણ, આધુનિકરણ, તણાવયુક્ત જીવન, બેઠાડુ જીવન તથા અનિયમિત અને બિનઆરોગ્યપ્રદ ખોરાકના કારણે હૃદયની બીમારી વધી રહી છે. આ તમામ વસ્તુઓ ના કરવા માટે લોકોને સમજણ પુરી પાડવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રાજ્ય કક્ષાના આરોગ્ય પ્રધાન કિશોર કાનાણી, ડૉ જયંતિ રવિ, સામાજિક ક્ષેત્રથી શિવાની બહેન અને યુ.એન.મહેતા ઇન્સ્ટિયુટના હોદ્દેદારો હાજર રહ્યા હતાં.
ખાસ માનસિક તણાવના લીધે હૃદયની બીમારીઓ થાય છે અને આજના જમાનામાં નાના બાળકો પણ તણાવયુક્ત હોય છે. જેથી તેમને નાની ઉંમરમાં જ બીમારીઓનો સામનો કરવો પડતો હોય છે. યુવા વર્ગમાં પણ તણાવના કારણે બીમારીઓ વધુ જોવા મળે છે. 30 થી 40 વર્ષીય લોકોને હૃદયની બીમારીના કારણે મોત થાય છે.
કાર્યક્રમમાં તંદુરસ્ત હૃદયના 7 પગથીયા બતાવવામાં આવ્યા હતાં. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, પૌષ્ટીક ખોરાક, વજનમાં ઘટાડો, ધ્રુમપાન બંધ કરવું, કસરત કરવી, તણાવમુક્ત રહેવું, ખુશખુશાલ રહેવું, નિયમિત અને પૂરતી ઊંઘ લેવી.