ETV Bharat / state

રાજ્ય સરકારના 5 વર્ષ પૂર્ણ: કિસાન સમ્માન દિવસની ઉજવણી કરી ખેડૂતોનો રોષ ઠારતી ભાજપ સરકાર - Gujarati News

રાજ્ય સરકાર તેમના સુશાસનના 5 વર્ષ પૂર્ણ થાયાની ઉજવણીમાં મસ્ત છે ત્યારે આ કાર્યક્રમો હેઠળ 'કિસાન સમ્માન દિવસ' ની ઉજવણી કરી હતી. જેમાં અમદાવાદના દેત્રોજ તાલુકા ખાતે નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો અને અન્ય ખેડૂતોને લગતી યોજનાઓ વિશે વાત કરી હતી.

રાજ્ય સરકારના 5 વર્ષ પૂર્ણ: કિસાન સમ્માન દિવસની ઉજવણી કરી ખેડૂતોનો રોષ ઠારતી ભાજપ સરકાર
રાજ્ય સરકારના 5 વર્ષ પૂર્ણ: કિસાન સમ્માન દિવસની ઉજવણી કરી ખેડૂતોનો રોષ ઠારતી ભાજપ સરકારરાજ્ય સરકારના 5 વર્ષ પૂર્ણ: કિસાન સમ્માન દિવસની ઉજવણી કરી ખેડૂતોનો રોષ ઠારતી ભાજપ સરકાર
author img

By

Published : Aug 6, 2021, 2:34 PM IST

  • ખેડૂતોને રીઝવવા સરકારે ઉજવ્યો 'ખેડૂત સન્માન દિવસ'
  • દેત્રોજ તાલુકામાં કિસાનોના સન્માનમાં "કિસાન સૂર્યોદય યોજના"નો પ્રારંભ
  • ખેડૂતો પ્રત્યે સંવેદનશીલ હોવાનો સરકારનો દાવો

અમદાવાદ: રાજ્ય સરકાર પોતાના પાંચ વર્ષ પૂર્ણ થયાની ઉજવણીમાં વ્યસ્ત છે. ત્યારે સરકારે આ ઉપલક્ષમાં 'કિસાન સમ્માન દિવસ' યોજ્યો હતો. જેમાં અમદાવાદના દેત્રોજ તાલુકા ખાતે નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે સુજલામ સુફલામ યોજના, દિવસે ખેડૂતોને વીજળી આપવાની યોજના, પાક વીમા યોજના, આપત્તિના સમયમાં ખેડૂતોને વળતર વગેરેની વિગતે વાત કરી હતી.

વીમા કંપનીઓએ ખેડૂતોને ઠગ્યા

ખેડૂત સંગઠનના પ્રમુખ ભરતસિંહ ઝાલાએ ઇટીવી ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર કિસાન સમ્માનની વાત કરી તે આવકારદાયક છે. કિસાન સમ્માન દિવસ ઉજવવાનો તેમને હક્ક છે. ગયા વર્ષે અતિવૃષ્ટિ અને પૂરમાં દિવાળી પહેલા ખેડૂતોને હેક્ટર દીઠ 10 હજાર રૂપિયાની સહાય આ સરકારે કરી હતી. પરંતુ ગુજરાતની 6 વીમા કંપનીઓએ ચાર વર્ષમાં ખેડૂતો પાસેથી 14 હજાર કરોડનું વીમા પ્રીમિયમ ઉઘરાવ્યું અને પાક વીમાની રકમ ભરપાઇ કરી નથી

આ પણ વાંચો: ભાજપને ખેડૂત સન્માન દિવસ ઉજવતા આપના ઈશુદાન ગઢવીએ રાજ્ય સરકાર પર પ્રહારો કર્યા

ખેડૂતોને દેવા માફી નહીં

બીજા રાજ્યોએ ખેડૂતોના 2 લાખ સુધીના દેવા માફ કર્યા છે પરંતુ ગુજરાતમાં ફક્ત ખેડૂતોના દેવા પર વ્યાજ માફ કરાયું છે, સંપૂર્ણ દેવું માફ કર્યું નથી. ગુજરાતમાં આત્મહત્યા કરનારા ખેડૂતોની પરિવારને વળતર અપાયું નથી. ઉત્પાદનના યોગ્ય ભાવ ખેડૂતોને મળતા નથી. ગુજરાતના ખેડૂતો પણ રાજકીય બાબતોમાં પડવાનું પસંદ કરતા નથી. સુપ્રીમ કોર્ટના નિર્દેશો પ્રમાણે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા, ભારત અને ગુજરાત સરકારે તેનો અમલ કર્યો નથી. કેન્દ્ર સરકાર દ્વારા લેવાયેલા ત્રણે કૃષિ કાયદાઓમાં ખેડૂતોને ફાયદો થાય તેવી કોઈ વ્યવસ્થા નથી. ભારતમાં 75 ટકા ભાગ ખેતી સાથે જોડાયેલો છે. ગરીબોને પાંચ કિલો અનાજ આપવા સરકાર ફક્ત 90 રૂપિયાની સબસીડી આપે છે. જ્યારે માલેતુજારોને ઘણી સબસીડી અપાય છે.

વડાપ્રધાન વચન પાળે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે શપથ ગ્રહણ કર્યા તેના પહેલા જ દિવસે દેશના ખેડૂતોના દેવા માફ કરવાનું અને આત્મહત્યા કરનારા ખેડૂતોના પરિવારને સહાય કરવાની વાત કરી હતી પરંતુ તે વચન તેમને પાળ્યું નથી.

ઉજવણીએ માર્કેટિંગનો ભાગ

રાજકીય વિશ્લેષક જયવંત પંડ્યાએ ઇટીવી ભારતને જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે પાંચ વર્ષ પૂર્ણ થયાના ઉપલક્ષમાં પોતાના વિકાસ કાર્ય બતાવવા ઉજવણી કરી રહી છે. જે એક માર્કેટિંગનો ભાગ છે. જો કે એ વાત સ્વીકારવી રહી કે, ગુજરાતમાં જીવરાજ મહેતાથી લઈને આજ સુધી નરેન્દ્ર મોદી અને વિજય રૂપાણીએ જ પાંચ વર્ષ પૂર્ણ કર્યા છે. ગુજરાતમાં ઉત્તર, મધ્ય, દક્ષિણ અને સૌરાષ્ટ્ર એમ 4 ઝોનમાં ખેતીને વહેંચવામાં આવે છે. જેમાં સૌરાષ્ટ્રના ખેડૂતોની સ્થિતિ વધુ ખરાબ હોય છે.

આ પણ વાંચો: સરકારના "કિસાન સન્માન દિવસ" Vs કોંગ્રેસનું "ખેડૂત અને ખેતી બચાવો અભિયાન":

ગુજરાતના ખેડૂતોની સ્થિતિ એકંદરે સારી

ગુજરાતમાં ખેડૂતો બીજાં રાજ્યો કરતાં વધુ સુખી છે. ગુજરાતમાં નર્મદા યોજનાના લાભ ખેડૂતો સુધી પહોંચ્યા છે. કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી ખેડૂતોની આવક વધી છે. કેટલીક વખત ખેડૂતો ટામેટા અને બટેટાના યોગ્ય ભાવ ન મળતા તે પાક રસ્તા પર ફેંકી દે છે. પરંતુ સરકાર તેમા વળતર આપીને ખેડૂતોને મનાવી લે છે. ખેડૂતો અને સરકાર વચ્ચે ગુજરાતમાં તાલમેલ બેસી ચૂક્યું છે. પાકવિમાના પ્રશ્નોનું પણ ગુજરાતમાં નિરાકરણ આવ્યું છે. કુદરતી આપત્તિના સમયે સરકારી રાહત પગલાં જાહેર કરે છે અને અસંતોષ આંદોલનમાં પરિણમતો નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.