આ પ્રસંગે ઇસ્કોન મંદિરના ગુજરાત પ્રેસિડેન્ટ જશોમતી નંદન દાસ જણાવે છે કે,આ વર્ષે જન્માષ્ટમીની થીમ કૃષ્ણને માધ્યમ રાખીને ઇકો થીમ પર કરવામાં આવશે.જેમાં અમે આ ત્રણ દિવસમાં કોઈ પણ જાતના પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં નહી આવે.જન્માષ્ટમીના દિવસે સવારે 4.30 વાગ્યે મંગલ આરતી કરવામાં આવશે ત્યાર બાદ 8 વાગ્યે શ્રીનગર આરતી અને રાતે 2 વાગ્યા સુધી અખંડ કીર્તન કરવામાં આવશે. જેમાં 400 થી વધુ જાતના ભોગ મુકવામાં આવશે.
ઇસ્કોન મંદિરના વાઇસ પ્રેસિડેન્ટ વિષ્ણુનામ દાસ આ અંગે જણાવે છે કે, આ ત્રણ દિવસના કાર્યક્રમમાં 60 થી વધારે અમદાવાદની શાળાઓના વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે અને તેમના દ્વારા ડાન્સ, સિંગિંગ, અને નાટક પ્રસ્તુત કરવામાં આવશે. દર્શનાર્થીઓ માટે પ્રસાદ સિવાય પપેટ શો, મેજીક શો, ગોપી ડોટ્સ, ટેટુ આર્ટ મુકવામાં આવશે અને બાળકો માટે રાઈડ્સનું પણ આયોજન કરવામાં આવ્યું છે. વૃંદાવનના કટ આઉટ મુકવામાં આવશે.સૌ પ્રથમ વખત ત્રણ દિવસનો કાર્યક્રમ યોજાશે જેમાં ગોવર્ધન લીલા, દામોદર લીલા જોવા મળશે.