ETV Bharat / state

Eid al Adha 2022: બે વર્ષથી કોરોનાને કારણે આ ધંધામાં મંદીનો માહોલ - ઇતિહાસ લેખન

ઈસ્લામ ધર્મમાં (Eid al Adha)બકરીઇદ, જીસે ઈદ ઉલ અઝહા અને ઈદ અલ અધા આ તહેવારોનું ખુબજ મહત્વ રહેલું છે. અમદાવાદના ચંડોલા બકરા મંડીમાં મોટા પ્રમાણમાં બકરા વેચવા(Bakri Eid 2022)માટે લાવવામાં આવ્યા છે. અમદાવાદમાં મુખ્ય 7થી 8 જગ્યાએ બજારો ભરાય છે. ત્યારે છેલ્લા બે વર્ષથી કોરોનાને કારણે આ ધંધામાં મંદી જોવા મળી છે.

Eid al Adha 2022: બે વર્ષથી કોરોનાને કારણે આ ધંધામાં મંદીનો માહોલ

author img

By

Published : Jul 9, 2022, 8:52 PM IST

અમદાવાદઃ મુસ્લિમ સમાજ દ્વારા આવતીકાલે તા. 10ને રવિવારે કુરબાનીના પર્વ ઇદ-ઉલ-અઝદા (બકરી ઇદ)ની કોમી એખલાસ ભર્યા વાતાવરણમાં શાનો શોકતથી ઉજવણી કરવામાં (main festival of Islam)આવનાર છે. 10 વર્ષ બાદ આ વખતે ઇદ રવિવારે મનાવામાં આવનાર છે. ઇદ-ઉલ-અઝદાનો પર્વ એ શાંતિ, સલામતી, સમર્પણ, ભાઈચારો અને કોમી એકતા જેવા ઉમદા ગુણો કેળવવા બેનમુન ઉદાહરણ પુરું પાડે છે. કારણ કે તેમાં કુરબાની આપવામાં આવે છે જેના માટે અમદાવાદના ચંડોલા બકરા મંડીમાં મોટા પ્રમાણમાં બકરા વેચવા માટે લાવવામાં આવ્યા છે.

બકરી ઈદની તારીખ ચંદ્રના દર્શનના આધારે નક્કી - મુસ્લિમ ધર્મમાં બકરી ઈદના તહેવારનુ ઘણું મહત્વ છે. આ તહેવારને ઈદ-ઉલ-અઝહા( Eid al Adha 2022 )અથવા બલિદાનનો તહેવાર પણ કહેવામાં આવે છે. પવિત્ર રમઝાન મહિનાના 70 દિવસ પછી બકરી ઈદ ઉજવવામાં આવે છે. જો કે બકરી ઈદની તારીખ ચંદ્રના દર્શનના આધારે નક્કી કરવામાં આવે છે. આ વર્ષે બકરીદ 10 જુલાઈના રોજ સમગ્ર ભારતમાં ઉજવવામાં આવશે. અમદાવાદમાં મુખ્ય 7થી 8 જગ્યાએ બજારો ભરાય છે. ત્યારે છેલ્લા બે વર્ષથી કોરોનાને કારણે આ ધંધામાં મંદી જોવા મળી છે.

આ પણ વાંચોઃ બકરી ઈદની કુર્બાની માટે પુત્રની જેમ ઘરે જ તૈયાર કર્યો 130 કિલોનો બકરો

કોરોનાને કારણે ધંધામાં મંદી જોવા મળી - આ અંગે બકરાના વ્યાપરી કહે છે કે ચંડોલા બકરા મંડી માં રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશથી બકરાઓ લાવીને અમદાવાદમાં વેચવામાં આવે છે. ત્યારે જાફરાબાદી બકરાઓના ભાવ બજારમાં ઊંચા હોય છે. ત્યારે રાજસ્થાન અને દેશી બકરાઓના ભાવ ઓછા હોય છે. આ વર્ષે 10,000થી લઈ 1 લાખ 90000 સુધીની કિંમતના બકરાઓ વેચવામાં આવ્યા છે. જ્યારે બકરી ઈદના તહેવારના અઠવાડિયા પહેલા આ બજારો શરૂ થાય છે.

આ પણ વાંચોઃ Bakri Eid 2022 : બકરીઇદ નજીક આવતા કેમ વધે છે, બકરાના ભાવ?

લોકો ઓછા બકરા ખરીદી રહ્યા - લોકો બકરા ખરીદવા માટે આખા ગુજરાતથી અહિયાં આવી રહ્યા છે પણ વરસાદના કારણે લોકો ઓછા બકરા ખરીદી રહ્યા છે. અહીંયા 5 લાખ બકરા આવ્યા હતા જેમાંથી અર્ધા બકરા જ વેચાયાં છે. જ્યારે નાના બજારોમાં રોજની 30 જેટલા બકરાઓનું વેચાણ કરવામાં આવે છે અને મોટા બજારોમાં 100 જેટલા બકરાઓનું વેચાણ થતું હોય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.