યંગ ઇન્ડિયન્સ હાલમાં ગાંધી વિચારના પ્રસાર માટે ડીજીટલ દાંડી યાત્રા ચલાવી રહ્યું છે. આ યાત્રાનો પ્રારંભ 7 સપ્ટેમ્બરના રોજ પોરબંદરથી થયો હતો અને યંગ ઈન્ડિયન્સના તમામ ચેપ્ટર્સ ખાતેથી પસાર થઈને તેનું 2 ઓક્ટબરના રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ પ્રસંગે દિલ્હીમાં રાજઘાટ ખાતે સમાપન થશે.

તારીખ 13 સપ્ટેમ્બરના રોજ યંગ ઈન્ડિયન્સ, અમદાવાદના કો-ચેર વિરલ શાહ દાંડીને કાલુપુર રેલવે સ્ટેશને લઈ ગયા હતા અને પ્રતિકાત્મક રીતે અમદાવાદના ડીઆરએમ- દીપક કે આર જ્હાને દાંડી સુપરત કરી હતી. આ સમારંભ પછી સ્ટેશનના સંકુલમાં પ્રદર્શન યોજાયું હતું. ત્યારબાદ આ ડીજીટલ દાંડી હવે પછી ઈંદોર જશે.