ETV Bharat / state

Gujarat Assembly Election: કોંગ્રેસના ‘ઠાકોર’- કોંગ્રેસે વિધાનસભાની ચૂંટણી જીતવા જ્ઞાતિવાદી સમીકરણ ગોઠવ્યા

author img

By

Published : Dec 4, 2021, 10:08 AM IST

Updated : Dec 4, 2021, 12:53 PM IST

ખૂબ આતુરતાપૂર્વક જેની રાહ જોવાતી હતી તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ પદે(president of gujarat pradesh congress) જગદીશ ઠાકોરની વરણી કરવામાં આવી છે, અને વિપક્ષના નેતા પદે સુખરામ રાઠવાનું નામ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે. કોંગ્રેસે ગુજરાત વિધાનસભાની ચૂંટણી(gujarat assembly electiongujarat assembly election) જીતવા માટે જ્ઞાતિવાદી સમીકરણ ગોઠવ્યા છે. ETV ભારતનો સ્પેશિયલ અહેવાલ....

Gujarat Assembly Election: કોંગ્રેસના ‘ઠાકોર’- કોંગ્રેસે વિધાનસભાની ચૂંટણી જીતવા જ્ઞાતિવાદી સમીકરણ ગોઠવ્યા
Gujarat Assembly Election: કોંગ્રેસના ‘ઠાકોર’- કોંગ્રેસે વિધાનસભાની ચૂંટણી જીતવા જ્ઞાતિવાદી સમીકરણ ગોઠવ્યા
  • ગુજરાત કોંગ્રેસે પ્રમુખ અને વિપક્ષના નેતાનો કોયડો ઉકેલ્યો
  • વિધાનસભાની ચૂંટણી જીતવાનો સૌથી મોટો ટાસ્ક
  • OBCના 40 ટકા અને આદિવાસીના 15 મત શેર હાંસલ કરવા જવાબદારી

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીની(Gujarat Assembly Election) વૈતરણી પાર કરવા માટે કોંગ્રેસ હાઈકમાન્ડે જગદીશ ઠાકોર(jagdish thakor gujarat congress president) અને સુખરામ રાઠવા પર પસંદગીના કળશ ઢોળ્યો છે, અને કોંગ્રેસ પ્રદેશ પ્રભારી રઘુ શર્માએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે જગદીશ ઠાકોરની આગેવાનીમાં કોંગ્રેસ ગુજરાતમાં એક થઈને ચૂંટણી લડશે અને જીત મેળવીશું.

જગદીશ ઠાકોર 1990થી પાયાના કાર્યકર

જગદીશ ઠાકોરએ(president of gujarat pradesh congress) OBC નેતા છે. કોંગ્રેસના પાયાના કાર્યકર તરીકે તેમણે કામ કર્યું છે. 2009થી 2014 સુધી પાટણ લોકસભાના સાંસદ રહી ચુક્યા છે. તેમજ 2002થી 2007 અને 2007થી 2009 સુધી એમ બે ટર્મ દહેગામના ધારાસભ્ય રહી ચુક્યા છે. અને તેઓએ અમદાવાદ એરપોર્ટ પર દિલ્હીથી આવ્યા પછી કહ્યું હતું કે ‘ગુજરાતની ધરતીની રાજનીતિને બરાબર ઓળખું છું અને ભાજપની રણનીતિને પણ જાણું છું. કોંગ્રેસ હવે લડી લેશે અને ભાજપનો ભુક્કો બોલાવી દેશું.’ એવો વિશ્વાસ રજૂ કર્યો હતો.

ઓબીસી, આદિવાસી અને પાટીદાર વચ્ચે જંગ

કોંગ્રેસ હાઈકમાન્ડે ઓબીસી, આદિવાસી અને પાટીદારોના મત અંકે કરવા માટે જ્ઞાતિવાદી સમીકરણ ગોઠવ્યા છે. હાર્દિક પટેલ પાટીદાર અનામત આંદોલનના નેતા તરીકે ઉભરીને આવ્યા છે, હવે તે કોંગ્રેસમાં કાર્યકારી પ્રમુખ છે, પાટીદારોને સમજાવીને કોંગ્રેસ તરફ વાળવાની જવાબદારી હાર્દિક પટેલ પર હશે. પાટીદારોને ભાજપે શુ આપ્યું? તે સવાલ પર રાજનીતિ થશે. અને હાર્દિક પટેલ આ સવાલ લઈને જ પાટીદારોનો સાથ માંગશે.

ભાજપની ચાલ ઊંધી પડશે?

બીજી તરફ ભાજપ ગુજરાતમાં પાટીદાર મુખ્યપ્રધાન મુકીને બહુ મોટી ચાલ રમી ચુક્યું છે. ખોડલધામવાળા નરેશ પટેલના નિવદેનને ભાજપે વધુ ગંભીરતાથી લીધુ અને વિજય રૂપાણીને હટાવીને ભૂપેન્દ્ર પટેલને રાતોરાત મુખ્યપ્રધાન બનાવી દીધા છે. પાટીદારોને રાજી રાખવા ભાજપે આ પગલું લીધું છે. તેની સામે હવે કોંગ્રેસે ઓબીસી અને આદિવાસી નેતા બનાવીને ભાજપના મતમાં ભાગલા પડાવશે, તે નક્કી છે. કારણ કે ગુજરાતમાં ઓબીસીનો મત શેર 40 ટકા છે, અને આદિવાસીઓનો મત શેર 15 ટકા છે. એટલે ઓબીસી અને આદિવાસી મત શેરની વાત કરીએ તો કુલ 55 ટકા વોટ શેર કોંગ્રેસ અંકે કરવા મેદાને પડશે.

કોંગ્રેસે જ્ઞાતીવાદી સમીકરણ ગોઠવ્યા જ છેઃ જયવંત પંડ્યા

રાજકીય વિશ્લેષક જયવંત પંડ્યાએ ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આખરે કોંગ્રેસે સળગતા પ્રશ્નનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કર્યો છે. આમાં પણ ઘણુ રંઘાઈ ગયું છે. પહેલા હાર્દિક પટેલને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ બનાવવાની વાત હતી, ત્યારે વરિષ્ઠ નેતાઓએ વિરોધ કર્યો હતો. તે પછી દીપક બાબરીયાનું નામ ઉછળ્યું, તો કોંગ્રેસના જ એક જુથે રાજીનામા આપી દેવાની ચીમકી આપી. ઈદમ તૃતીયમની જેમ કોંગ્રેસ નવા જ નામ આપ્યા છે. અને તેમાં પણ જ્ઞાતીવાદ સમીકરણ ગોઠવ્યા છે.

બન્ને નેતાઓએ એકડે એકથી શરૂઆત કરવી પડશે

જયવંત પંડ્યાએ વધુમાં કહ્યું હતું કે આ બન્ને નેતાઓએ એકડેએકથી શરૂઆત કરવી પડશે. કોંગ્રેસ સંગઠનનું માળખુ વિખેરાયેલું છે. નિમણૂંકથી માંડીને ગુજરાત વિધાનસભાની ટીકીટો(gujarat assembly tickets list) સુધી કામ સુપેરે પાર પાડવાનું છે. એક વર્ષની અંદર જ એકડે એકથી શરૂ કરીને ગુજરાત વિધાનસભાની ચૂંટણી(assembly election gujarat) જીતી બતાવવાની છે. સીનીયરોને પણ સાચવવાના છે. અસંતોષને ખાળવાનો છે, અને સંગઠનને મજબૂત બનાવવાનું છે. ભૂતકાળમાં આ જગદીશ ઠાકોર એવું બોલ્યા હતા કે હું તો હનુમાન છું, તો પછી રામ કોણ?

ઓબીસી અને આદિવાસી કોંગ્રેસની જ મત બેંક છેઃ હરેશ ઝાલા

અગ્રણી રાજકીય તજજ્ઞ હરેશ ઝાલાએ ETV Bharatને કહ્યું હતું કે, ઓબીસી અને આદિવાસી સમાજએ પહેલેથી જ કોંગ્રેસની મતબેંક રહી છે. અને કોંગ્રેસે તેમનો પાયાનો મહેલ પણ આ બે સમાજ પર જ બનાવ્યો હતો. પણ અઢી દાયકાથી ભાજપે તેમાં પગપેસારો કરીને કોંગ્રેસના મત ખેરવી લીધા હતા. હવે કોંગ્રેસને ખબર પડી છે, એટલે આ જ સમાજના નવા નેતૃત્વને કમાન સોંપી છે. જગદીશ ઠાકોર અને સુખરામ રાઠવા બન્ને અનુભવી નેતા છે, તેમને સંગઠન ચલાવવાનો અનુભવ નહી હોય, પણ તેઓ ગુજરાતની રાજનીતિને જાણે છે. કોંગ્રેસ કહે છે કે જગદીશ ઠાકોર લડાયક નેતા છે અને સામે સુખરામ રાઠવા લો પ્રોફાઈલ નેતા છે. આ બન્નેએ ઓબીસી સમાજ અને આદિવાસી સમાજને એક કરીને કોંગ્રેસ તરફ વાળવાની જવાબદારી થઈ પડશે. ઠાકોરે સંગઠનને મજબૂત કરવું પડશે અને સુખરામ રાઠવાએ વિરોધ પક્ષના નેતાની ભૂમિકા ભજવવાની છે. હાલ તો કોંગ્રેસે ઓબીસી અને આદિવાસી મતબેંકને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે.

ભરત પંચાલ, બ્યૂરો ચીફ ETV Bharat

આ પણ વાંચોઃ શું ગુજરાત વિધાનસભાની ચૂંટણી વહેલી યોજાશે ?

આ પણ વાંચોઃ ગુજરાતમાં ફરી કોંગ્રેસનું શાસન લાવવા મુસ્લિમ આગેવાનોની હાકલ

Last Updated : Dec 4, 2021, 12:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.