અમદાવાદ: સરકારે તમામ રિટેલ અને હોમ ડિલિવરી એજન્સીઓને તેમના સ્ટાફનું 100 ટકા સ્ક્રિનીંગ કરવા માટે સૂચના આપી છે. તો, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન 100 ટીમો બનાવશે, જે ઓનલાઇન ચૂકવણી એપ્લિકેશન સાથે દૂધ, ફળો, શાકભાજી અને કરિયાણાના 17,000 રિટેલ આઉટલેટ્સને જોડવામાં મદદ કરશે.
હોમ ડિલીવરી કરનારા વ્યક્તિઓને સાત દિવસ માટે આરોગ્ય કાર્ડ આપવામાં આવશે અને આરોગ્ય સેતુ એપ્લિકેશન ડાઉનલોડ કરવી ફરજિયાત રહશે. આ ઉપરાંત, હેન્ડ ગ્લોવ્સ, સ્વચ્છતા ટોપીઓ અને સેનિટાઇઝરનો ઉપયોગ કરવો પડશે અને સોશિયલ ડિસ્ટન્સિંગના ધોરણોનું પાલન કરવું પડશે. જેને અનુલક્ષીને ડી-માર્ટ, ઓશિયા હાઇપરમાર્ટ, બિગ બાસ્કેટ, બિગ બજાર, ઝોમેટો, સ્વિગી વગેરે જેવી રિટેલ અને હોમ ડિલિવરી એજન્સીઓના 500 થી વધારે ડીલીવરી સ્ટાફનું સ્ક્રીનીંગ સોશિયલ ડિસ્ટન્સીંગ સાથે કરવામાં આવ્યું હતું.