અમદાવાદઃ બાપુનગર પોલીસ સ્ટેશનમાં (Bapunagar Police Station)મહિલા PSIને માર મારવાના કેસમાં મહિલા (Case of beating PSI)વકીલને કોર્ટમાં રજૂ કરતા મેટ્રો કોર્ટના વકીલોએ પોલીસ ઉપર ધસી આવતા પોલીસને પોતે પ્રોટેકશન લેવાની ફરજ પડી હતી.
પોલીસ અધિકારીઓને ઘેરી લીધા
જ્યારે મહિલા વકીલે બાપુનગરના PI અને PSI સામે માર મારવા અને બીભત્સ ગાળો આપી હોવાની ફરિયાદ કરતા મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ(Ahmedabad Metro Court ) એ.એચ. મુદ્રએ મહિલા વકીલની સારવાર કરવા સિવિલ હોસ્પિટલમાં (Ahmedabad Civil Hospital)મોકલી આપી છે. મોડા સુધી વકીલો કોર્ટ બહાર રહ્યાં હતા અને પોલીસ અધિકારીઓને ઘેરી લીધા હતાં. ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રટ પણ દોડી આવ્યાં હતાં.
સમગ્ર મેટ્રો કોર્ટમાં યુદ્ધ જેવી પરિસ્થિતિ ઊભી થઈ
આ સમગ્ર મામલે વકીલો ઉશ્કેરાયા હતાં અને તેમને સુત્રોચાર કર્યો હતો. ઉપરાંત પોલીસ સામે રોષ વ્યક્ત કર્યો હતો, જેના કારણે બાપુનગર પોલીસ ઇન્સ્પેક્ટર, મહિલા PSI સહિતના કર્મચારીઓ કોર્ટમાં જ સંતાઇ ગયા હતાં. સતત ચાર કલાક સુધી હાઇ વોલ્ટેજ ડ્રામા ચાલ્યો હતો અને પોલીસ જાપ્તા સાથે બહાર કાઢીને ગાડીમાં બેસાડીને નાસી જવાની ફરજ પડી હતી.
આ પણ વાંચોઃ મેટ્રો કોર્ટમાં બે કલાક ફિઝિકલ સુનાવણી શરૂ
બાપુનગર પોલીસને બહાર કાઢી
આ મામલે મહિલા વકીલ સામે ફરિયાદ નોંધી બાપુનગર પોલીસે તેમની ધરપકડ કરી હતી. ત્યારબાદ આજે મહિલા વકીલને કોર્ટેમાં રજૂ કરતા મોટી સંખ્યામાં વકીલો આવી ગયા હતાં અને હોબાળો મચાવ્યો હતો. બાપુનગર પોલીસ મથકમાં મેટ્રો કોર્ટમાં વકીલાત કરતી મહિલા વકીલ પોતાના અસીલને મળવા ગયા હતાં. જ્યાં માથાકુટ થતા PSIને મહિલા કોર્ટમાં મહિલા વકીલને રજૂ કરતા જ અધિકારીઓ અને કર્મચારીઓને પુરાઇ રહેવું પડ્યું હતું. ત્યારબાદ DCP સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ કોર્ટમાં આવ્યા હતાં. જ્યાં પોલીસ કાફલાના પ્રોટેક્શન સાથે બાપુનગર પોલીસને બહાર કાઢી હતી.
શું હતો સમગ્ર મામલો??
મહિલા એડવોકેટે પોલીસે માર મારી અને અધિકારીએ કપડાં ફાડી નાંખ્યાનો ગંભીર આક્ષેપ કર્યો હતો. મહિલા એડવોકેટને સારવાર માટે સિવિલ મોકલી આપ્યા હતાં. અમદાવાદ ક્રીમીનલ કોર્ટ બાર એસો.ના પ્રમુખ ભરત શાહ સહિતના હોદ્દેદારોએ મહિલા વકીલ ઉપર હુમલો કરનાર જવાબદાર પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી કરવા માંગણી કરી છે. અમદાવાદ ગ્રામ્ય કોર્ટના પ્રમુખ રાજેશ પારેખે વકીલો પર હુમલાને રોકવા માટે જરૂરી કાર્યવાહી કરવા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને પત્ર પણ લખ્યો છે. આ સમગ્ર મામલે ઊંડી તપાસ થાય અને ન્યાય મળે એવી માંગ વકીલો દ્વારા કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ માનહાની કેસમાં રાહુલ ગાંધીને મેટ્રો કોર્ટે આપી રાહત, દર મુદ્દતે હાજર રહેવામાંથી મળી મુક્તિ