ETV Bharat / state

શહેરમાં કેસ ડબલિંગ રેટ વધીને 9 દિવસનો થયો છે: કમિશ્નર વિજય નહેરા - અમદાવાદ કમિશનર વિજય નહેરા

અમદાવાદમાં કોરોના કેસની વધતી ગતિને લઇને પાછલાં બે દિવસમાં જેટલાં કેસ સામે થોડી રાહત થાય એવા ખબર મળી રહ્યાં છે. અમદાવાદ શહેર કમિશનર વિજય નહેરાએ જણાવ્યું હતું કે અમદાવાદમાં કોરોનાના કેસ ડબલિંગ રેટ 9 દિવસનો થયો છે. એક્ટિવ કેસના બમણાં થવાના રેટમાં ઘટાડો થયો છે.

શહેરમાં કેસ ડબલિંગ રેટ વધીને 9 દિવસનો થયો છે: કમિશનર વિજય નહેરા

author img

By

Published : Apr 30, 2020, 3:24 PM IST

અમદાવાદઃ અમદાવાદ મ્યૂનિસિપલ કમિશનર વિજય નહેરાએ જણાવ્યું હતું કે, અમદાવાદમાં કોરોનાના કેસ ડબલિંગ રેટ 9 દિવસનો થયો છે. એક્ટિવ કેસના બમણા થવાનો રેટમાં ઘટાડો થયો છે. એક્ટિવ કેસનો ગ્રોથ રેટ 30-40 ટકાથી ઘટીને 8 ટકા પર આવ્યો છે. ડબલિંગ રેટને 5 ટકા સુધી પહોંચાડવાનો AMCનો પ્રયાસ છે.

17 એપ્રિલે કુલ સારવાર હેઠળના 557 દર્દીઓ હતાં જે 3 દિવસમાં ડબલ થઈને ડબલ થઈને 1162 થયાં હતાં. 9 દિવસ પછી 29 એપ્રિલે 2314 કેસ થયા. આ રેટ પ્રમાણે 15 મે આસપાસ 10થી 15 હજાર કેસ થઈ શકે છે. ડબલિંગ રેટને 12 દિવસ સુધી પહોંચાડવાના AMCના પ્રયાસ છે.

છેલ્લાં ૨૪ કલાકમાં 234 નવા કેસ, 9ના મોત, 51 લોકો સાજા થયાં છે. એક્ટિવ કેસ 2314 છે. 28 કેસ વેન્ટિલેટર પર, 2286 સ્ટેબલ છે. ટેસ્ટનો આંકડો 26770 પર પહોંચ્યો છે. દસ લાખની વસતી 2462 થયાં છે. 313 સાજા થયાં છે. અત્યાર સુધી કુલ 2762 કેસ પોઝિટિવ આવ્યાં છે. જેમાંથી 135 લોકોના મોત થયાં છે. જેમાં SVP 652, સિવિલ 608, સોલા 37, HCG 18, સ્ટર્લિંગ 27, સમરસ 883, ફર્ન કોવિડ સેન્ટર 53, હજ હાઉસ 36માં કેસ નોંધાયાં છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.