ETV Bharat / state

બોપલ હિટ એન્ડ રનમાં સામેલ કાર ચાલક ઝડપાયો, નશામાં હોવાની કરી કબૂલાત

author img

By

Published : Dec 25, 2022, 6:12 PM IST

અમદાવાદના બોપલ ઘુમા રોડ પર વહેલી સવારે દારૂના નશામાં કાર ચલાવી આધેડને અડફેટે લઈને મોતને ઘાટ ઉતારનાર કાર ચાલકની ગણતરીના કલાકોમાં બોપલ પોલીસે ધરપકડ કરી છે. અકસ્માત બાદ કાર ચાલક મયુર પટેલ ઘટના સ્થળે જ કાર મૂકીને ફરાર થયો હતો. મયુર પટેલે કસરત કરી રહેલા RSS ના સ્વંય સેવકને કચડતા તેનું મોત નીપજ્યું હતું. આરોપી કાર ચાલકની બૉપલ પોલીસે પાલોડિયાથી ધરપકડ કરી છે. અને તેની પૂછપરછમાં તે અકસ્માત સમયે નશામાં હોવાની કરી તેણે કબૂલાત કરી છે. Car driver involved in Bopal hit and run caught

Car driver involved in Bopal hit and run caught

અમદાવાદ: બોપલ ઘુમા રોડ પર વહેલી સવારે દારૂના નશામાં કાર ચલાવી આધેડને અડફેટે લઈને મોતને ઘાટ ઉતારનાર કાર ચાલકની ગણતરીના કલાકોમાં બોપલ પોલીસે ધરપકડ કરી છે. અકસ્માત બાદ કાર ચાલક મયુર પટેલ ઘટના સ્થળે જ કાર મૂકીને ફરાર થયો હતો. મયુર પટેલે કસરત કરી રહેલા RSS ના સ્વંય સેવકને કચડતા તેનું મોત નીપજ્યું હતું. આરોપી કાર ચાલકની બૉપલ પોલીસે પાલોડિયાથી ધરપકડ કરી છે. અને તેની પૂછપરછમાં તે અકસ્માત સમયે નશામાં હોવાની કરી તેણે કબૂલાત કરી છે. Car driver involved in Bopal hit and run caught

હિટ એન્ડ રનની ઘટનામાં RSSના સ્વયં સેવક કાળુભાઇ રાખોલીયા પર કાર ફરી વળતા ઘટના સ્થળે જ મોત નિજપ્યું હતું. આ ઘટના અંગે બોપલ પોલીસને જાણ થતા પોલીસનો કાપલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને કારના નંબરના આધારે કારના માલિકની તપાસ કરતા મયુર પટેલ નામના યુવકની આ કાર હોવાનું સામે આવ્યું હતું અને તેના સરનામા પર પોલીસ પહોંચતા ત્યાં ઘરમાં તાળા લાગેલા જોવા મળ્યા હતા, જોકે ગાડીમાંથી દારૂની બોટલ સહિતની પાર્ટીની વસ્તુઓ મળી આવી હતી.

અકસ્માતની ઘટના બન્યાના થોડા કલાક બાદ જ કારચાલક મયુર પટેલના પોતાના મિત્રો સાથે દારૂની પાર્ટીના ફોટો વાયરલ થયા હતા અને તે ફોટો અકસ્માત પહેલાની દારૂ પાર્ટીનું હોવાનું સામે આવ્યું છે. પકડાયેલા કાર ચાલકની ધરપકડ કરીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ મામલે etv ભારત સાથે ટેલિફોનિક વાતચીતમાં બોપલ પોલીસ મથકના પીઆઈ એ.પી ચૌધરી એ જણાવ્યું હતું કે હાલ આરોપીની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરાઇ છે. કાર ચાલક અકસ્માત સમયે નશામાં હોવાની કબૂલાત કરતા તેની વધુ પૂછપરછ હાથ ધરાઈ છે.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.