ETV Bharat / state

કોરોનામાં કેન્સરના દર્દીઓમાં 60 ટકાનો ઘટાડો, સારવાર ન થવાને કારણે રોગમાં વધારો થશે - special story

કોરોનાની મહામારીમાં કેન્સરના દર્દીઓમાં 60 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. કોરોનાની મહામારીમાં કેન્સરના દર્દીઓને ચેપ લગાવાની પણ શક્યતા વધુ છે. પરંતુ તો સમયસર સારવાર ન કરવામાં આવે તો રોગ વધી જાય છે. લોકડાઉનમાં પણ કેન્સરના દર્દીઓ હોસ્પિટલમાં જવાની પરવાનગી તંત્ર દ્વારા આપવામાં આવે છે.

શાર્લિન કેન્સર હોસ્પિટલ
શાર્લિન કેન્સર હોસ્પિટલ
author img

By

Published : May 9, 2021, 7:42 PM IST

  • કેન્સરના દર્દીઓને કોરોના સંક્રમણ લાગવાની શક્યતાઓ વધી જાય છે
  • કોરોનામાં કેન્સરના દર્દીઓ 60 ટકા જેટલો ઘટાડો નોંધાયો
  • કેન્સરમાં જો સમયસર સારવાર ન કરવામાં આવે તો રોગ વધશે : ડૉક્ટર

અમદાવાદ : કોરોનાની મહામારીમાં સરકાર દ્વારા તમામ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને સારવાર કરવા માટે પરવાનગી આપી દેવામાં આવી છે, ત્યારે હવે અન્ય રોગ જેવા કે કેન્સર, કિડની, લિવર જેવા અન્ય રોગના દર્દીઓને હાલમાં હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. કેન્સરના દર્દીઓને ડાયાલિસીસ, કિમો દરમિયાન કોરોનાની અસર થવાની પણ શક્યતાઓ વધી જાય છે.

આ પણ વાંચો - કેન્સર સામે રક્ષણ આપશે ગ્રાઇફોલા મશરૂમ

કેન્સર જેવા રોગોની સારવારમાં ઘટાડો થયો

ETV BHARATની ટીમે શાર્લિન કેન્સર હોસ્પિટલના ડૉક્ટર મૌનાંક પટેલ સાથે મુલાકાત કરી હતી, ડૉ. મૌનાંક પટેલે જણાવ્યુ હતું કે, કોરોનાની મહામારીમાં નોન કોવિડ હોસ્પિટલમાં ઘટાડો નોંધાયો છે. જેને લઇને કેન્સર જેવા રોગોની સારવારમાં પણ ઘટાડો થયો છે, હાલમાં કેન્સરના દર્દીઓમાં 60 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે.

કોરોનામાં કેન્સરના દર્દીઓમાં 60 ટકાનો ઘટાડો, સારવાર ન થવાને કારણે રોગમાં વધારો થશે

આ પણ વાંચો - કિડની, કેન્સર અને હાર્ટ હોસ્પિટલનો ઉપયોગ કોરોનાના દર્દીની સારવાર માટે કરવામાં આવશે: નીતિન પટેલ

લોકોને કેન્સરની સારવાર કરાવવી જોઇએ

કોરોનાની મહામારીમાં કેન્સરના દર્દીઓને ડાયાલિસિસ, કિમો થેરાપી સહિતમાં કોરોનાનું સંક્રમણ લાગવાની શક્યતાઓ વધી જાય છે, પરંતુ દર્દીઓ તેને લઇને ખાસ તકેદારી રાખવાની જરૂર છે. કોરોનાનો ચેપ લાગવાના ડરથી કેન્સરની સારવાર બંધ ન કરી દેવી જોઇએ. કોરોનાની મહામારીમાં લોકડાઉનના સમયમાં પણ કેન્સરના દર્દીઓને છૂટ આપવામાં આવી હતી. તો હાલ લોકોને કેન્સરની સારવાર કરાવવી જોઇએ.

આ પણ વાંચો - Exclusive: ગુજરાતના ડૉકટર્સની ટીમને કેન્સર, ટીબી, એચઆઈવી નાબૂદ કરવા કરેલ કેમિકલની શોધને મળી 20 વર્ષની પેટન્ટ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.