અમદાવાદઃ શહેરના વસ્ત્રાલમાં એક મકાનમાં સૌકી ઉર્ફે મીરા નામની મહિલાની હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતી. આ મૃતદેહ લોહી-લુહાણ અને તિક્ષણ હથિયારના ઘા મારેલી હાલતમાં હતી. રામોલ પોલીસ અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પણ તપાસ શરૂ કરી હતી.
ક્રાઈમ બ્રાન્ચે અલગ-અલગ ટિમ બનાવી તપાસ શરૂ કરી હતી, ત્યારે જાણવા મળ્યું કે, મરનાર મહિલાના 2 ભાઈઓએ જ તેની હત્યા કરી શકે છે. જેના આધારે સાજીત શેખ અને રોજોઅલી શેખ નામના 2 આરોપીની અટકાયત કરી હતી.
બંનેની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તેમની સગી બેન સૌકી ઉર્ફે મીરાને કલકત્તાથી અમદાવાદ લાવ્યા હતા અને સ્થાયી કરેલ હતી, ત્યારે મીરાએ પ્રથમ લગ્ન રાકેશ નેપાળી સાથે કર્યા હતા અને તે દરમિયાન મીરા દેહવેપારના ધંધો કરતી હતી. તેના કારણે તેના ભાઈ સાજીતના તેની પત્ની સાથે છુટાછેડા થઈ ગયા હતા.
મીરનો પતિ રાકેશ નેપાળી મરી જતા, મીરાએ બીજા પ્રેમ લગ્ન રેમ સ્વરૂપ સાથે કર્યા હતા. ગત 31 જુલાઈએ મીરા અને રેમ સ્વરૂપ વચ્ચે ઝઘડો થયો હતો અને બંને વચ્ચે છૂટાછેડા થવાની સંભાવના હતી. જેની બંને આરોપી ભાઈઓને જાણ થઈ હતી. 2 ઓગસ્ટે બંને ભાઈઓએ ભેગા થઈને નક્કી કર્યું કે મીરાના કારણે સાજીતના છૂટછેડા થઈ હતા અને ફરીથી મીરાના છુટાછેડા થશે તો મીરા ફરીથી દેહવેપારના ધંધામાં જોડાશે જેથી મુશ્કેલી વધશે.
બંને ભાઈઓએ બહેનની હત્યા કરીને સુખી બહેનના ઘરમાં સોના-ચાંદીના દાગીના લૂંટી લેવાનો પ્લાન બનાવ્યો હતો. પ્લાન બનાવ્યા બાદ 4 ઓગસ્ટે મીરાંને ફોન કરીને જણાવ્યું કે, 3 તારીખે રક્ષાબંધનના દિવસે તેઓ રાખડી બંધાવા આવ્યા નહોતા જેથી તેઓ આવે છે. ત્યારે મીરાએ જણાવ્યું કે, તેનો પતી રામસ્વરૂપ કપડવંજ ગયો છે.
બંને ભાઈ મીરાના ઘરે ગયા હતા અને રાખડી બંધાવી હતી અને મીરા અગરબત્તી કરી રહી હતી ત્યારે સાજીતે તેની પીઠના ભાગે છરીનો ઘા મારી દીધો હતો અને બેડરૂમના પલગમાં પાડી દઈ રોજો અલીએ તેનું મોઢું દબાવી રાખ્યું હતું અને સાજીતે તેને છરીના 4-5 ઘા માર્યા હતા. જે બાદ મીરાના ઘરમાંથી દાગીના અને રોકડ સહિત 6,14,456નો માલ લઈને કચેરી ડોલમાં ભરીને મકાનને ચાવીથી બહારથી લોક કરીને નીકળી ગયા હતા.
ક્રાઈમ બ્રાન્ચે બંને આરોપી ભાઈઓની ધરપકડ કરી છે. બંને પાસેથી દાગીના અને રોકડ રકમ પણ કબ્જે કરી છે. ઉપરાંત હત્યામાં વાપરેલ છરા અને કપડા પણ કબ્જે કર્યા છે. બંને આરોપીની વધુ પૂછપરછ પણ હાથ ધરવામાં આવી છે.