ETV Bharat / state

Organ Donation: બ્રેઇનડેડ મૃગેશભાઈના અંગો થકી બે વ્યક્તિને મળ્યું નવજીવન - જરૂરિયાતમંદને મદદરૂપ

બ્રેઇનડેડ મૃગેશભાઈના અંગો થકી બે વ્યક્તિને નવજીવન મળ્યું હતું. ગાંધીનગરમાં રહેતા મૃગેશભાઈને અકસ્માત થતા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. 48 કલાકની મહેનત બાદ ડોક્ટર તેમને બચાવી શક્યા ન હતા. પરંતુ તેમની પત્નીનું સાહસ અને દાન કરવાની અભિલાષાથી તેમના પતિના કિડની, લીવર દિલ્હી અને મુંબઈની હોસ્પિટલમાં જરૂરિયાતને ટ્રાન્સફર કરી બે વ્યક્તિના જીવ બચાવ્યા હતા.

બ્રેઇનડેડ મૃગેશભાઈના અંગો થકી બે વ્યક્તિને મળ્યું નવજીવન

author img

By

Published : Feb 12, 2023, 9:14 PM IST

ગાંધીનગર: ગુજરાતીમાં કહેવાય છે કે જનસેવા એ જ પ્રભુ સેવા. પરંતુ ગાંધીનગરની એક મહિલાએ પોતાના પતિને બ્રેઇનડેડ થતા ડોક્ટરે તેમને અંગદાનનું મહત્વ અને અંગદાન વિશે જણાવ્યું હતું. ત્યારે કોઈ પણ જાતનો વિચાર કર્યા વિના તેમણે પોતાના પતિના તમામ અંગોનું દાન કરવાનો નિર્ણય લીધો. જે થકી તેમનું લીવર અને કિડની દાન કરીને બે વ્યક્તિઓના જીવ બચાવ્યા છે.

8થી 10 કલાકની ભારે જહેમત બાદ હ્રદય, ફેફસા, બે કિડની અને લીવરનું દાન મેળવવામાં સફળતા

અકસ્માત થતાં થયું મોત: મૃગેશભાઇ શર્માને માથાના ભાગે ગંભીર ઇજા થતા અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. અહીં 48 કલાકની સધન સારવાર અને ડોક્ટરના અથાગ પ્રયત્નો બાદ પણ તેમને બચાવી શક્યા નહોતા. તેજ સમયે તેમના બનેવી ધર્મેન્દ્રભાઇ ત્રિવેદી હોસ્પિટલમાં જ હાજર હતા. ડોકટરે તેમને અંગદાન અંગેની સમજ આપી. ત્યારબાદ તેમણે મૃગેશભાઇના ધર્મપત્ની નેહલબેન શર્માને તરત ફોન કર્યો અને કહ્યું આપણા મૃગેશભાઇ બ્રેઇનડેડ થયા છે. ડૉક્ટર અંગદાનનું કહે છે. નેહલબેને ક્ષણનો પણ વિલંબ કર્યા વિના બીજી જે સેકન્ડે કહ્યું અંગદાન કરવું છે, બધા જ અંગોનું દાન કરવું છે.

આ પણ વાંચો: બ્રેઇનડેડ દર્દીના અંગદાનથી ત્રણ દર્દીને નવજીવનની ભેટ મળી

જરૂરિયાતમંદને મદદરૂપ: સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધી 102 અંગદાન થયા છે. પરંતુ બ્રેઇનડેડ મૃગેશભાઇ શર્માના પત્નીએ અંગદાન માટે આપેલી સંમતિ ઐતિહાસિક છે. સામાન્યપણે તબીબો દ્વારા પરિવારજનોને અંગદાન માટે સમજાવવામાં આવે ત્યારે સંમતિ માટે સમય લાગતો હોય છે. પરંતુ અંગદાનની જાગૃકતા અને અન્ય વ્યક્તિઓને મદદરૂપ થવાની ભાવનાના પરિણામે અંગદાન માટેની જાણ થતા બીજી જ સેકન્ડે નેહલબેને અંગદાનનો નિર્ણય કર્યો.
વધુમાં તેમણે એમ પણ કહ્યું કે, મૃગેશભાઇનો દેહ મળવામાં સમય લાગશે તો ચાલશે. પરંતુ તેમના શરીરના તમામ અંગોનું દાન મેળવીને અન્ય જરૂરિયાતમંદને મદદરૂપ બની શકાય તેવા તમામ પ્રયત્ન કરવામાં આવી રહ્યો હતો.

અંગદાન માટેની જાગૃતિ: અંગદાન કરીને અન્યોને મદદરૂપ થવા માટે નેહલબેનની આ લાગણી સમાજના અનેક લોકોને અંગદાન માટેની પ્રેરણા આપે છે. સિવિલ હોસ્પિટલમાં થયેલ 102માં અંગદાનની વિગતો એવી છે કે ગાંધીનગરમાં રહેતા 39 વર્ષના મૃગેશભાઇને માર્ગ અકસ્માત સાંપડતા સારવાર અર્થે 9 ફ્રેબુઆરીના રોજ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 48 કલાકની અથાગ મહેનત બાદ 11મી ફ્રેબ્રુઆરીના રોજ તેમને બ્રેઇનડેડ જાહેર કરવામાં આવ્યા. પત્નિ નેહલબેને અંગદાન માટેની સંમતિ આપ્યા બાદ તેમને રીટ્રાઇવલ સેન્ટરમાં લઇ જવામાં આવ્યા હતાં.

આ પણ વાંચો: Organ Donation: મૃત્યુ બાદ પણ હાથ આપ્યો, બ્રેનડેડ દર્દીના કિડની-લીવર મુંબઈ મોકલાયા

અંગદાનથી બે વ્યક્તિના જીવ બચ્યા: 8થી 10 કલાકની ભારે જહેમત બાદ હ્રદય, ફેફસા, બે કિડની અને લીવરનું દાન મેળવવામાં સફળતા હતી. જેમાં હ્રદયને દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં દાખલ 32 વર્ષના પુરૂષ દર્દી જ્યારે ફેફસાને મુંબઇની રીલાયન્સ હોસ્પિટલમાં દાખલ 56 વર્ષના મહિલા દર્દી, લીવરને અમદાવાદની ઝાયડસ અને કિડનીને અમદાવાદ સિવિલ મેડિસીટીની કિડની ઇન્સ્ટીટ્યુટમાં દાખલ દર્દીમાં પ્રત્યારોપણ કરવામાં આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.