વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે, જ્યારે સિક્યોરિટી ગાર્ડ પોતાની ફરજ બજાવતો હતો ત્યારે એકાએક કોઈ દર્દીના સગાએ તેના પર હુમલો કરી લાકડી વડે મારપીટ કરે છે. થોડીવારમં આસપાસ રહેલ લોકો વચ્ચે પડે છે, પરંતુ દર્દીના સગા માર મારવાનું ચાલુ રાખે છે અને ત્યારબાદ ફરાર થઇ જાય છે.
વહેલી સવારે બનેલી આ ઘટનામાં હોસ્પિટલ સિક્યોરિટી ઇન્ચાર્જ તરફથી એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ પણ કરવામં આવી છે. જો કે, નોંધમાં હોસ્પિટલ તરફથી કોઈ કાર્યવાહી નહિ કરવાનો પણ ઉલ્લેખ કરાયો છે. ઈજાગ્રસ્ત બાઉન્સરના કહેવા પ્રમાણે બીજા માળે દાખલ દર્દીમાંથી એક દર્દીના સગા પાસે અંદર જવાના પાસ માંગતા બંને વચ્ચે માથાકૂટ થઈ હતી. જે માથાકૂટ ઉગ્ર બનતા દર્દીના સગાએ ગાર્ડને માર માર્યો હતો. આ ઘટના હોસ્પિટલના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ જે આધારે એલિસબ્રિજ પોલીસે ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.