અમદાવાદ : ઓમિક્રોન વેરિયન્ટ BF7 અમદાવાદમાં (Omicron Variant BF7 in Ahmedabad) લક્ષણો જોવા મળી આવતા જ અમદાવાદ કોર્પોરેશન તંત્ર હરકતમાં આવ્યું છે. અમદાવાદ કોર્પોરેશન હસ્તક આવેલી હોસ્પિટલોમાં કોરોનાને લગતા અલાયદા વોર્ડ પણ શરૂ કરવામાં આવ્યા છે. જ્યારે PHC અને CSC કેન્દ્રમાં પણ વેક્સિનેશન (Vaccination in Ahmedabad) અને ટેસ્ટીંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. જ્યારે સરકાર દ્વારા પણ ભીડભાડવાળી વિસ્તારમાં માસ્ક પહેરવાની અપીલ કરી છે. (Ahmedabad Municipal Corporation)
ઓક્સિજન પ્લાન્ટ તૈયાર અમદાવાદ કોર્પોરેશન આરોગ્ય અધિકારી ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે, શહેરના તમામ PHC અને CSC કેન્દ્ર પર કોરોના ટેસ્ટિંગની અને ઓક્સિજન પ્લાન્ટની સુવિધા (Oxygen Plant in Ahmedabad) ઉભો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત SVPH હોસ્પિટલમાં કોરોનાને લગતા અલાયદા વોર્ડ પણ તૈયાર કરવામાં આવ્યા છે. જેની અંદર 50 જેટલા દર્દીઓ ત્યાં દાખલ થઈ શકે છે. અમદાવાદ કોર્પોરેશનના તમામ અર્બન હેલ્થ સેન્ટરમાં અગાઉ કોરોનાની મહામારી વખતે ઓક્સિજન પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યા હતા. તે હાલમાં પણ કાર્યરત છે. જે મેન્ટેનન્સની જરૂરિયાત છે. તે કામગીરી ચાલી રહી છે. તમામ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ ચાલુ હાલતમાં છે. જો કોઈ દર્દીને જરૂરિયાત ઊભી થશે તો આ હોસ્પિટલોમાં તેને દાખલ કરી તેની સારવાર શરૂ કરવામાં આવશે.
આ પણ વાંચો અમરેલીમાં બીમારી સામે લડવા બેડથી લઈને ઓક્સિજન સુધી સુવિધા ઉપલબ્ધ
75 ટકા લોકોને બુસ્ટર ડોઝ બાકી વધુમાં જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં સંખ્યા ખૂબ જ ઓછા લોકોએ લીધી છે. અત્યાર સુધી 10 લાખથી વધારે લોકોએ બુસ્ટર ડોઝ (Booster Dose in Ahmedabad) લીધો છે. જેમાં 23 થી 24 ટકા લોકોએ બુસ્ટર ડોઝ લીધો છે. જ્યારે 75 ટકા લોકો હજુ પણ બુસ્ટર ડોઝ લીધો નથી. જો શરદી, ખાંસી, કફ જોવા મળે તો તાત્કાલિક નજીકના અર્બન હેલ્થ સેન્ટરમાં જઈને તેની યોગ્ય સારવાર કરાવવી જોઈએ. અમદાવાદના 82 અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટરમાં કોરોના ટેસ્ટિંગની કામગીરી ચાલુ છે. તો ત્યાં જઈને પણ અમદાવાદ શહેરની જનતા કોરોના ટેસ્ટ કરાવી શકે છે. (Corona case in Ahmedabad)
આ પણ વાંચો એમિક્રોન વાયરસને લઈને અમરેલી આરોગ્ય તંત્ર કરાયું સજ્જ
દરરોજ 3000 લોકો વેકસીન લે છે કોરોનાનો એમિકોન વેરિએન્ટનો BF7ના દર્દીના લક્ષણો જોવા મળતા જ અમદાવાદ કોર્પોરેશન હરકતમાં આવ્યું હતું. જ્યારે વેક્સિનેશનની વાત કરવામાં આવે તો પહેલા રોજના 300થી 400 લોકો વેક્સીન લેતા હતા, પરંતુ છેલ્લા એક અઠવાડિયાથી દૈનિક 3000 લોકો વેક્સિન લઈ રહ્યા છે. ખાસ કરીને હાલમાં પર્યાપ્ત જથ્થાની વાત કરવામાં આવે તો કોર્પોરેશન પાસે વેક્સિનેશનનો જથ્થો ખૂબ જ ઓછી માત્રામાં ઉપલબ્ધ છે. કારણ કે આ વેક્સીનને જથ્થાની સમયમર્યાદા પૂર્ણ થઈ હોવાની તૈયારીમાં છે. જેથી કોર્પોરેશન દ્વારા નવો વ્યક્તિનો જથ્થો મંગાવવામાં આવ્યો છે. જે આગામી અઠવાડિયાની અંદર પૂરતા પ્રમાણમાં વેક્સિનનો જથ્થો ઉપલબ્ધ થઈ જશે. (Ahmedabad Health Department)