અમદાવાદ : બોલીવુડ ફિલ્મ ડાયરેક્ટર ફરાહ ખાને મહિલા પ્રોત્સાહન માટે ફિક્કી ફલોના એક કાર્યક્રમ હાજરી આપી હતી. જ્યાં તેમણે કહ્યું ક્ કેન્દ્ર સરકાર દ્વારા 33 ટકા મહિલા અનામત આપવામાં પ્રોત્સાહન ખૂબ સારો નિણર્ય છે. આનાથી મહિલાઓ આગળ આવશે તો પરિવાર અને દેશમાં વિકાસમાં મહત્વનો ફાળો આપશે.
ફિક્કી ફ્લો સાથે જોડાયેલાં છે : બોલીવુડ ડાયરેક્ટર ફરાહ ખાને ETV BHARAT સાથે વાત કરતાં જણાવ્યું હતું કે ફિક્કી ફ્લો સાથે ઘણા સમયથી જોડાયેલી છું. જે મહિલાઓને પ્રોત્સાહન માટે ખૂબ સુંદર કામ કરી રહ્યું છે.
આ પહેલાં પણ બેંગ્લોર અને ઇન્દોરમાં પણ ફિક્કી ફલોના કાર્યક્રમમાં મેં હાજરી આપી હતી અને અમદાવાદમાં પણ આજે હાજરી આપી છે. હું ઘણા સમયથી ઈચ્છતી હતી કે હું અમદાવાદ આવું. કારણ કે ગુજરાતનું ભોજન મને ખૂબ જ પસંદ છે અને સ્પેશ્યલી જમવા માટે જ હું આજે અમદાવાદ આવી છું...ફરાહ ખાન (બોલીવુડ ફિલ્મ ડાયરેક્ટર)
મહિલા અનામત અંગે મત : સંસદમાંથી મહિલાને 33 અનામતની વાત કરવામાં આવી છે ત્યારે ફરાહ ખાને પણ આ મુદ્દે જણાવ્યું હતું કે આજના સમયમાં મહિલાઓ પોતાના પગ પર ઊભી થઈ છે. આજે મહિલાઓ દરેક ક્ષેત્રમાં પોતાનું યોગદાન આપી રહી છે. જે દેશ માટે ખૂબ જ ફાયદાકારક થઈ રહ્યું છે. જો મહિલાઓ આગળ આવશે તો મહિલાઓ ને પણ એક પ્રોત્સાહન મળશે. પરિવાર શહેર અને દેશનું પણ વિકાસ થશે. જેથી મહિલાઓ આગળ આવે તે ખૂબ જ જરૂરી છે.
બોલીવુડ ફિલ્મ્સ વિશે : આજના સમયમાં જે ફિલ્મો ચાલી રહી છે તેના વિશે ફરાહ ખાને જણાવ્યું હતું કે દરેક ફિલ્મની અને દરેક સમયની એક સાયકલ આવતી હોય છે. 1980ની અંદર એક્શન ફિલ્મ વધારે જોવા મળતી હતી. ત્યારબાદ લવ સ્ટોરીની ફિલ્મો આવી. જેમ જેમ સમય બદલાય છે તેમ તેમ અલગ અલગ પ્રકારની ફિલ્મો જોવા મળતી હોય છે. અત્યારે પણ જે પ્રકારની ફિલ્મો જોવા મળી રહી છે તે બની શકે છે કે આવતા પાંચ વર્ષ બાદ આવા પ્રકારની ફિલ્મો જોવા ન મળે. એટલે કે દરેક ફિલ્મનો એક અલગ જ સમય હોય છે. તે જ પ્રમાણે ફિલ્મોનું નિર્માણ થતું હોય છે.
દેશની સંસ્કૃતિના વખાણ : વધુમાં જણાવ્યું હતું કે દરેકનો એક સમય આવતો હોય છે. આજે દુઃખ છે તો આવતીકાલે સુખ પણ આવશે. એક સમય લાંબા સમયગાળા સુધી રહેતો નથી. જેના કારણે નિરાશ થવું જોઈએ નહીં. મારું સપનું છે કે ભારત વિશ્વનું નંબર વન દેશ બને. કારણ કે આપણા દેશ જેવી સંસ્કૃતિ વિશ્વના કોઈ દેશમાં જોવા મળતી નથી. કારણ કે આપણા દરેક સમાજની અંદર અલગ અલગ પ્રકારની સંસ્કૃતિ જોવા મળતી હોય છે. જેથી આપણો દેશ સંસ્કૃતિ વૈવિધ્યથી ભરેલો છે.
ફરાહ ખાન સાથે તેમની પસંદ વિશે વાતચીત : ફરાહ ખાને ઈટીવી ભારતના કેટલાક નાનકડાં પ્રશ્નોની સ્વીટ આન્સર આપ્યો હતો. તેમની ફેવરીટ ફિલ્મ : મૈં હુ ના, ફેવરેટ બુક : ફાઉન્ડેશન, ફેવરિટ નેતા : મહાત્મા ગાંધી અને ફેવરિટ ગુજરાતી ભોજન : દાળ ઢોકળી કઢી ખીચડી અને ગુજરાતી દાળ છે.