અમદાવાદ: અમદાવાદ શહેરમાં જાણે બોગસ ડોક્ટર્સનો રાફડો ફાટ્યો હોય તેવી રીતે ડિગ્રી વિનાના ડોક્ટર્સ સામે આવી રહ્યા છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે એક જ દિવસમાં લાંભા વિસ્તારમાંથી 10 જેટલા બોગસ ડોક્ટર્સને પકડી તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે.
અમદાવાદનો છેવાડાનો વિસ્તાર : દક્ષિણ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દીપક ત્રિવેદીએ જણાવ્યું હતું કે અમદાવાદ શહેરના છેવાડે આવેલો લાંબા વિસ્તાર 50 કિ.મી જેટલો આસપાસનો વિસ્તાર છે. આ વિસ્તારમાં મોટાભાગે પરપ્રાંતીય અને ગરીબ વર્ગના લોકો રહે છે. કેટલાક બોગસ ડોક્ટર બની અને ક્લિનિક ખોલીને લાંભા વિસ્તારમાં રહેતા લોકોના આરોગ્ય સાથે ચેડા કરતાં જોવા મળી આવે છે. જેના અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને લાંભા વિસ્તારમાં આવેલ વિવિધ વિસ્તારમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ડિગ્રી વગરના ડોક્ટર ઝડપી પાડતા તેમની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો Bharuch SOG Operation : ધમધમી બંગાળી બાબુઓની દર્દની દુકાનો તો SOGએ કરી નાંખ્યું ઓપરેશન
ડિગ્રી વગર ક્લિનિક : વઘુમાં દીપક ત્રિવેદીએ જણાવ્યું હતું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિભાગ દ્વારા રંગોલીનગર, લક્ષ્મીનગર, નારોલ, હાઇફાઇ ચાર રસ્તા સહિતના વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત 10 જેટલા ડોક્ટર્સ મળી આવ્યા છે. ડોક્ટર પાસેથી તપાસ કરતા જાણવા મળ્યું કે તેમની પાસે નિયમ મુજબ ડિગ્રી જોવા મળી આવી ન હતી. અને આ વિસ્તારમાં રહેતા ગરીબ લોકો સાથે ડોક્ટર બનીને તેમના આરોગ્ય સાથે છેડા કરવામાં આવી રહ્યાં હતાં. જોકે હજુ પણ એવું જાણવા મળી રહ્યું છે કે આ વિસ્તારમાં બીજા પણ અનેક બોગસ ડોક્ટર્સ પોતાનું ક્લિનિક ચલાવી રહ્યા છે. જેના હિસાબે આગળની કાર્યવાહી હજુ પણ ચાલી રહી છે.
આ પણ વાંચો નકલીથી સાવધાન, ચાવી બનાવનારો રાતોરાત બની ગયો દાંતનો ડોક્ટર, દર્દીને દુખાવો ઉપડતા ખુલી પોલ
બોગસ 10 ડોક્ટર્સ મળી આવ્યા : લાંભાના રાજીવનગર વિસ્તારમાં જન કલ્યાણ હોસ્પિટલમાંથી પ્રિયંકા જોધાણી, સોમીન ક્લિનિક એકતાનગરથી ગીરજેશ શાહ, જાવેદનગર પાસેથી નિશાર ઘાંચી ક્લિનિકથી નિશાર ઘાંચી, ભારતનગર રોડ પરથી ગુરુકૃપા ક્લિક પરથી એમપી જાદવ, લક્ષ્મીનગર વિસ્તારમાંથી સિવાય ક્લિનિકમાંથી શ્વેતા યાદવ, ભારતનગર પાસેથી રાજ ક્લિનિકમાંથી શંકુતલાબેન શ્રીવાસ, રંગોલીનગરથી ગુરુકૃપા ક્લિનિક અને આયુષ્ય ક્લિનિકમાંથી સુપ્રીત પટેલ અને હેમંત યાદવ, હાઈફાઈ ચાર રસ્તા પાસેથી પ્રદીપ નિગમ અને વૈશાલીનગરમાંથી રઘુ રાજપાલ નામના બોગસ ડોક્ટર્સ મળી આવ્યા છે.