ETV Bharat / state

સૌરાષ્ટ્રમાં પાટીદાર ફેક્ટર ભાજપ માટે સાબિત થયું બ્રહ્માસ્ત્ર, અપાવી ઐતિહાસિક બેઠકો - સૌરાષ્ટ્રમાં પાટીદાર ફેક્ટર

સૌરાષ્ટ્રમાં આ વખતની ચૂંટણીમાં ભાજપનું (Gujarat Election 2022 Result) ભવ્ય પ્રદર્શન (BJP wins Saurashtra Kutch Assembly Seats) રહ્યું છે. કારણ કે, ભાજપે સૌરાષ્ટ્રમાં કુલ 46 બેઠકો જીતી લીધી છે. આ વખતે જીતવા માટે પાટીદાર ફેક્ટર (Patidar factor in Saurashtra) ભાજપ માટે બ્રહ્માસ્ત્ર સાબિત થયું છે.

સૌરાષ્ટ્રમાં પાટીદાર ફેક્ટર ભાજપ માટે સાબિત થયું બ્રહ્માસ્ત્ર, અપાવી ઐતિહાસિક બેઠકો

author img

By

Published : Dec 9, 2022, 10:36 AM IST

Updated : Dec 9, 2022, 7:09 PM IST

અમદાવાદ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Election 2022 Result) દરમિયાન સૌની નજર સૌરાષ્ટ્ર (BJP wins Saurashtra Kutch Assembly Seats) પર પણ રહેતી હોય છે. આ વખતે ભાજપે સૌરાષ્ટ્ર અને કચ્છની કુલ 54 બેઠકોમાંથી 46 બેઠકો જીતી લીધી છે. જ્યારે કૉંગ્રેસે 3, આમ આદમી પાર્ટીએ 4 અને અન્યએ 1 બેઠક જીતી છે. આ સાથે જ ભાજપે સૌરાષ્ટ્ર અને કચ્છમાં (BJP wins Saurashtra Kutch Assembly Seats) પણ દમદાર પ્રદર્શન કર્યું છે તે દેખાઈ આવે છે. આ સાથે જ પાટીદાર (Patidar factor in Saurashtra) અને કોળી સમાજના સાથથી 47 વર્ષનો ઈતિહાસ બદલાઈ ગયો છે.

પાટીદારોએ ભાજપને જીતાડ્યા સૌરાષ્ટ્ર-કચ્છના 12 જિલ્લાની (BJP wins Saurashtra Kutch Assembly Seats) 54 બેઠકોમાંથી વર્ષ 2017ની ચૂંટણીમાં (Gujarat Election 2022 Result) ભાજપને 23, કૉંગ્રેસને 30 અને NCPને 1 બેઠક મળી હતી. જોકે, આ ચૂંટણીમાં નિષ્ક્રિય કૉંગ્રેસથી છેડો ફાડી ભાજપની વોટબેન્ક ગણાતો પાટીદાર સમાજ (Patidar factor in Saurashtra) ભાજપના સમર્થનમાં આવ્યો હતો. આના જ કારણે ભાજપની બેઠકોમાં ઐતિહાસિક વધારો થયો હતો.

કોળી સમાજ ભાજપને પડખે રહ્યો આ ઉપરાંત પરસોત્તમ સોલંકી, કુંવરજી બાવળિયા જેવા કોળી સમાજના કદાવર નેતાઓના કારણે બહુમત કોળી સમાજ પણ ભાજપની પડખે રહ્યો હતો. બીજી તરફ ઉજળિયાત વર્ગ તો હંમેશા ભાજપને વરેલો જ રહ્યો છે. એટલે વર્ષ 1975થી 2022 સુધીની ચૂંટણીના (Gujarat Election 2022 Result) ઈતિહાસમાં અભૂતપૂર્વ બેઠકો જીતીને ભાજપે જીત મેળવી છે.

મોંઘવારીનો મુદ્દો ગાજ્યો પણ કંઈ ન થયું સૌરાષ્ટ્રમાં (BJP wins Saurashtra Kutch Assembly Seats) ચૂંટણી પહેલા (Gujarat Election 2022 Result) મોંઘવારીનો મુદ્દો ખૂબ જ ગાજ્યો હતો અને તેની અસર પણ ઓછા મતદાનમાં દેખાઈ હતી. આ તમામની વચ્ચે પણ ભાજપે ઐતિહાસિક બેઠકો જીતી નવો જ રેકોર્ડ બનાવ્યો છે. આ સાથે જ ભાજપના મોરબી બેઠકના ઉમેદવાર કાંતિ અમૃતિયા, જામનગર ઉત્તરના ઉમેદવાર રિવાબા જાડેજા, વાંકાનેરના જિતુ સોમાણી, તાલાળાના ભગા બારડ સહિત 20થી વધુ બેઠકો પર પક્ષમાં આંતરિક અસંતોષ છતાં ભાજપનો વિજય થયો છે.

સૌરાષ્ટ્રમાં જાતિ સમીકરણો સૌરાષ્ટ્રની (BJP wins Saurashtra Kutch Assembly Seats) 18 બેઠકો પાટીદાર (Patidar factor in Saurashtra) પ્રભુત્વ ધરાવતી અને 10 વિધાનસભાની બેઠક કોળી મતદાર (Saurashtra Voters) પ્રભુત્વ ધરાવતી હોવાનું મનાય છે. આ ઉપરાંત ક્ષત્રિય દરબાર અને ગરાસીયા રાજપૂત ભાવનગર અને જામનગરની સાથે ગોંડલ વિધાનસભા બેઠક પર મહત્વના મનાય છે. અમરેલી જિલ્લાની રાજુલા બેઠક પર કોળી મતદારો હોવા છતાં પણ અહીંથી કોંગ્રેસના આહીર ઉમેદવાર અમરીશ ડેર હારી ગયા છે. રાજુલા બેઠક પર ભાજપના હીરાભાઈ સોલંકી 10,463 મતના માર્જિનથી જીતી ગયા છે. મોરબી, ટંકારા, વિસાવદર, રાજકોટ પૂર્વ, ગોંડલ, ધોરાજી, કાલાવડ, માણાવદર, જામજોધપુર, જેતપુર, અમરેલી, લાઠી, ગારીયાધાર, ધારી, સાવરકુંડલા અને બોટાદ બેઠકો પટેલ બહુલિક મતદારો ધરાવે છે. તો બીજી તરફ ભાવનગર ગ્રામ્ય, પાલીતાણા, તળાજા, મહુવા, રાજુલા, ઊના, તાલાળા, સોમનાથ, કેશોદ અને જસદણ વિધાનસભા બેઠક પર કોળી મતદારો બહુમતીમાં જોવા મળે છે.આ એ વિશેષતા છે કે જેને કારણે સૌરાષ્ટ્રની 48 વિધાનસભા બેઠક (Saurashtra assembly seats) પર કોળી અને પાટીદાર મતદારો ખૂબ જ નિર્ણાયક ગણાય છે.

Last Updated : Dec 9, 2022, 7:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.