ETV Bharat / state

BJP VS AAP Twitter War: AAP દ્વારા વાઘાણી સહિત ભાજપના લોકોને દિલ્હીની સરકારી સ્કૂલ જોવા આમંત્રણ - BTP સાથે AAPનો સંપર્ક

ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે ટ્વિટર વોર( BJP VS AAP Twitter War)ચાલી રહ્યું છે. જેમાં ભાજપના ટ્વીટર હેન્ડલ પરથી આપ અને કેજરીવાલનો વિરોધ થયો હતો. હવે આપના શિક્ષણપ્રધાન મનીષ સિસોદિયાએ ગુજરાતના શિક્ષણપ્રધાન સહિત ભાજપના તમામ નેતાઓને દિલ્હીની તમામ સરકારી શાળા જોવા માટે ખુલ્લું આમંત્રણ આપ્યું છે.

BJP VS AAP Twitter War: AAP દ્વારા વઘાણી સહિત ભાજપના લોકોને દિલ્લીની સરકારી સ્કૂલ જોવા આમંત્રણ

author img

By

Published : Mar 26, 2022, 6:35 PM IST

અમદાવાદઃ ગુજરાત ભાજપ દ્વારા આપ અને કેજરીવાલ સરકારને અનુલક્ષીને કરવામાં આવેલ એક ટ્વીટ ( BJP VS AAP Twitter War)બાદ રાજકારણ ગરમાયુ છે. જેને લઈ હવે ભાજપ અને આપ વચ્ચે ટ્વીટર વોર શરૂ થઈ હતી. જો કે હવે AAP પાર્ટીના શિક્ષણપ્રધાન મનીષ સિસોદિયાએ ગુજરાતના શિક્ષણ પ્રધાન(Education Minister Jitu Waghan) સહિત ભાજપના તમામ નેતાઓને દિલ્હીની તમામ સરકારી શાળા જોવા માટે ખુલ્લું આમંત્રણ આપ્યું છે.

આમ આદમી પાર્ટી

ભાજપ અને આપ વચ્ચે ટ્વિટર વોર - આમ આદમી પાર્ટી દ્વારા (Aam Aadmi Party )આજે આપ નેતા ઇસુદાન ગઢવી, પ્રમુખ ગોપાલ ઇટાલિયા ઉપસ્થિત હતાં. પત્રકાર પરિષદમાં શિક્ષણ સહિત અન્ય કેટલીક બાબતોને લઇ સરકાર પર પ્રહાર કરવામાં આવ્યા છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે ટ્વિટર વોર ચાલી રહ્યું છે. જેમાં ભાજપના (Bharatiya Janata Party)ટ્વીટર હેન્ડલ પરથી આપ અને કેજરીવાલનો વિરોધ થયો હતો. જેનો વળતો જવાબ આપવા દિલ્લીના શિક્ષણપ્રધાન મનીષ સિસોદિયા તેને પોઝિટિવ રીતે લઈ ગુજરાતના શિક્ષણ પ્રધાનને ખુલ્લો પડકાર ફેંક્યો હતો. જેમાં તેમણે ઓપન ડિબેટ કરવા ગુજરાતના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીને જણાવ્યું હતું. જે ડિબેટમાં દિલ્લી અને ગુજરાતની જનતાને જાણવા મળે બન્ને સરકાર શું કરવા માંગે છે.

જીતુ વાઘાણીએ પડકાર સ્વીકાર્યો નહીં - AAPના પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું કે શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ પડકાર સ્વીકાર્યો નહિ. અરવિંદ કેજરીવાલે દિલ્લીમાં શિક્ષણ અને શાળાના માધ્યમથી (Education system in Delhi)લોકોને ઘડવા છે ત્યારે હજુ પણ અમે ચર્ચાને આગળ વધારવા તૈયાર છે. તો બીજી તરફ ભાજપના તમામ પ્રધાનો અને તમામ લોકોને ખાનગી અને જાહેરમાં એમ બન્ને રીતે આમંત્રણ આપી રહ્યા છીએ. આવો તમામ લોકોને દિલ્લીની શાળા અને સરકારી સ્કૂલો બતાવવા આપ તૈયાર છે. આ દિલ્હીના શિક્ષણ પ્રધાન મનીષ સીસોદીયાએ જાહેર આમંત્રણ આપ્યું છે. જેમાં ભાજપને તમામ પ્રોટોકોલ સાથે દિલ્હીની સરકારી શાળા અને તે પણ ભાજપ કહે તે સરકારી શાળા બતાવવા માટે આમંત્રણ પાઠવ્યું છે.

આ પણ વાંચોઃ AAP Workers Join BJP : કમલમમાં 'આપ' ના હજારો કાર્યકરોએ કેસરી ટોપી પહેરી

ધ કાશ્મીર ફાઇલ્સને યુટ્યુબ પર મુકવી - ગોપાલ ઇટાલિયાએ વધુમાં જણાવ્યું કે ધ કાશ્મીર ફાઇલ્સને ટેક્સ ફ્રી કરવાની જગ્યાએ શિક્ષણ, આરોગ્ય, ટોલ બૂથ જેવી પાયાની સુવિધાઓ સરકારે ફ્રી કરવી જોઈએ અને દિલ્લીના મુખ્યપ્રધાને ધ કશ્મીર ફાઇલ્સને ટેક્સ ફ્રી(The Kashmir files are tax free) ની જગ્યાએ યુટ્યુબ પર મુકવાની વાત કરી છે જેના કારણકે ગામડાના છેવાડાના લોકો પણ સરળતાથી ફિલ્મને નિહાળી શકે છે.

BTP સાથે ગઠબંધન કરવા માટે વાતચીત - તેમને વધુમાં કહ્યું કે હાલ ગુજરાતમાં આગામી દિવસોમાં 2022માં ઇલેક્શન આવી રહ્યું છે. જેને લઈ BTP સાથે સંપર્ક કર્યો છે. આદિવાસી મુદ્દાઓને લઈ સાથે લડવા માટે થઈ આપ પાર્ટીએ સમર્થન આપ્યું છે. બે દિવસ પહેલા છોટુ વસાવા અને મહેશ વસાવા સાથે બેઠક કરી હતી. જેમાં આદિવાસીઓના પ્રશ્નો લઈ ચર્ચા કરવામાં આવી છે. આપ પાર્ટીના પ્રમુખ અને નેતા ઇસુદાન ગઢવી દ્વારા તેમને આપ સાથે જોડાવવા અથવા ગઠબંધન કરવા માટે વાતચીત કરી છે. જો કે હાલ તેઓએ સમાજ અને વિચારીને જણાવીશું તેવું કહ્યું છે.

BTP સાથે સંપર્ક કર્યો
BTP સાથે સંપર્ક કર્યો

પંજાબ અને દિલ્હીના CMના ગુજરાત પ્રવાસે - પ્રમુખ ગોપાલ ઇટાલિયાને જ્યારે પંજાબ અને દિલ્હીના CMના ગુજરાત પ્રવાસ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમને જણાવ્યું કે હાલ પ્રોટોકોલ પ્રમાણે બન્ને CM ગુજરાતના પ્રવાસે આવી (CM Gujarat tour of Punjab and Delhi)રહ્યા છે. આગામી 2જી તારીખે ગુજરાત આવવાના છે. પરંતુ હાલ રોડ શોને લઈને કેટલીક ટેકનીકલ બાબતોના કારણે હજુ પરમિશન આવી નથી. જો કે બન્ને ગુજરાત આવી રહ્યા છે તે બાબત નિશ્ચિત છે.

આ પણ વાંચોઃ Tweet war BJP vs AAP : જીતુ વાઘાણીએ મનીષ સિસોદિયાના ટ્વિટનો જવાબ આપ્યો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.