અમદાવાદ રાજ્યમાં 5 ડિસેમ્બરે વિધાનસભાની ચૂંટણીના (Gujarat Election 2022) બીજા તબક્કાની 93 બેઠકો માટે મતદાન થશે. ત્યારે 48 કલાક પહેલા એટલે કે આજે સાંજે 5 વાગ્યે આ માટેના પ્રચાર પડઘમ શાત થઈ જશે. તો છેલ્લી ઘડી સુધી પ્રચારમાં વ્યસ્ત ભાજપે (BJP Star Campaigners Campaign for Gujarat) ફરી આજે રાષ્ટ્રીય નેતાઓની ટીમ ગુજરાતમાં ઉતારી છે. ત્યારે આવો જોઈએ કયા નેતા ક્યાં સભા (Campaigning for second phase of Gujarat elections) ગજવશે.
કેન્દ્રિય પ્રધાનનો કાર્યક્રમ કેન્દ્રિય પ્રધાન પરશોત્તમ રૂપાલા (Union Minister Parshottam Rupala) આજે 3 જાહેરસભા સંબોધશે. તેઓ સવારે 9 વાગ્યે બનાસકાંઠામાં ધાનેરા પાંથાવાડા હાઈવે ખાતે આવેલા દૌલતનગર સોસાયટી પાસે ધાનેરા વિધાનસભા માટે, છોટા ઉદેપુર જિલ્લામાં ગાયત્રી મંદિર કાવંત ખાતે જેતપુર પાવી વિધાનસભા માટે અને આણંદ જિલ્લામાં ફૂવારા મેદાન ખાતે બોરસદ વિધાનસભા બેઠક માટે જાહેરસભા સંબોધશે.
UPના CMનો કાર્યક્રમ ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ (UP CM Yogi Adityanath) આજે અમદાવાદ જિલ્લામાં ધોળકા ખાતે મારૂતિ જિનમાં ધોળકા વિધાનસભા માટે, ખેડા જિલ્લામાં વિનય મંદિર ખાતે મહુધા વિધાનસભા માટે અને આણંદ જિલ્લામાં પાણીયારી ગ્રાઉન્ડ ખાતે ખંભાત વિધાનસભા માટે જાહેરસભા સંબોધશે.
ફિલ્મ અભિનેતા પ્રચારમાં હિન્દી અને ગુજરાતી ફિલ્મના કલાકાર મનોજ જોષી (Manoj Joshi Film Actor) પણ આજે ભાજપ માટે પ્રચાર કરશે. તેઓ અમદાવાદની દસ્ક્રોઈ વિધાનસભા ખાતે સવારે 8 વાગ્યે રોડ શૉ કરશે. આ રોડ શૉનું પ્રસ્થાન નિકોલમાં શુકન ક્રોસ રોડ પર આવેલા પૂજન કોમ્પ્લેક્સ ખાતેથી થશે.
સ્થાનિક નેતાઓનો પ્રચાર ઈડરના ભાજપના ધારાસભ્ય હિતુ કનોડિયા (BJP MLA Hitu Kanodia) અને પૂર્વ પ્રધાન પરશોત્તમ સોલંકી (Parshottam Solanki Former Minister) આજે ધોલેરામાં ભાણગઢ ગામ ખાતે બપોરે 12 વાગ્યે જાહેરસભા સંબોધશે.