ETV Bharat / state

ભાજપે કરી કેશુભાઈ પટેલ કોરોનામાંથી જલ્દી મુક્ત થાય તેવી પ્રાર્થના - BJP state president

ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદ તેમને ગાંધીનગરમાં જ હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા હતા અને તેમની સારવાર ઘરે કરવામાં આવી રહી છે. આ અંતર્ગત ભાજપે કેશુભાઈ પટેલ જલ્દી કોરોનાને માત આપી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરી હતી. ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે કેશુભાઈ પટેલ જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાથના કરતું ટ્વીટ કર્યું હતું.

Keshubhai Patel
Keshubhai Patel
author img

By

Published : Sep 19, 2020, 3:35 AM IST

અમદાવાદઃ ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલ કોરોના સંક્રમિત થયા હતા. જે બાદ 92 વર્ષીય કેશુભાઈને ગાંધીનગર ખાતે તેમના ઘરે હોમ આઈસોલેશનમાં રાખી તેમની સારવાર કરવામાં આવી રહી છે. આ અંતર્ગત ભાજપે કેશુભાઈ પટેલ જલ્દી કોરોનાને માત આપી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરી હતી.

ભાજપ પ્રદેશ પ્રવક્તા
ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ ટ્વીટ કરી કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થાય તેવી શુભકામનાઓ કેશુભાઈને આપી

ઉલ્લેખનીય છે કે, આઝાદી પહેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે કેશુભાઈ જોડાયા હતા. ત્યારબાદ 1980થી 30 વર્ષ સુધી તેમને ભારતીય જનતા પાર્ટીમાં રહ્યા અને ગુજરાતના મુખ્યપ્રધાન પણ બન્યા હતા, પરંતુ 2012ની વિધાનસભાની ચૂંટણીમાં તેમને ભાજપ સાથે છેડો ફાડી ગુજરાત પરિવર્તન પાર્ટીની સ્થાપના કરી હતી. તેમને વિસાવદર વિધાનસભાની બેઠક પરથી ચૂંટણી પણ જીત્યા હતો. પોતાની નાદુરસ્ત તબિયતને કારણે તેમને સક્રિય રાજકારણ છોડી દીધું છે અને પોતાના પદ પરથી રાજીનામુ પણ આપ્યું હતું. ગુજરાત પરિવર્તન પાર્ટીનું વિસર્જન કરીને તેમને હાલ ગાંધીનગરમાં નિવૃત્ત જીવન ગાળી રહ્યા છે.

ભાજપ પ્રદેશ પ્રમુખ
ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે કેશુભાઈ પટેલ જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાથના કરી

ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે કેશુભાઈ પટેલ જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાથના કરી છે. આ અંગે બન્ને ભાજપ નેતાઓએ ટ્વીટ કરી કોરોનાને જલ્દી સ્વસ્થ થાય તેવી શુભકામનાઓ કેશુભાઈને આપી હતી.

આ પણ વાંચો - ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલ કોરોના પોઝિટિવ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.