અમદાવાદ: 2 જુલાઈના રોજ દેશના ગૃહપ્રધાન અમિત શાહની વર્ચ્યુઅલ હાજરીમાં અમદાવાદ સાબરમતી નદીની અંદર અક્ષર ક્રુઝને તરતી મૂકવામાં આવી હતી. આ કૃઝ બનેલી પહેલી ક્રૂઝ હતી. આ ક્રુઝને ચલાવવા માટે સાબરમતી નદીનું લેવલ 132 ફૂટ રાખવું ખૂબ જ જરૂરી હોય છે પરંતુ સાબરમતીનું લેવલ સામાન્ય રીતે 128 ફૂટ જ રાખવામાં આવે છે. આ ક્રુઝ ખુલ્લી મુકતા જ તેનું લેવલ 132 ફુટ કરવામાં આવ્યું છે.
ધારાસભ્યનો AMC કમિશ્નરને પત્ર: શહેરમાં એક બાજુ ચોમાસાની ઋતુ ચાલી રહી છે અને સાબરમતી નદીનું લેવલ 132 ફૂટ રાખતા જ એલિસબ્રિજ, મીઠાખળી વાસણા સહિતના વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થતા જ સ્થાનિક ધારાસભ્ય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને પત્ર લખીને નદીનું લેવલ ઓછું કરવા માંગ કરી છે. આ મામલે વિપક્ષે પણ સુર મેળવ્યા હતા.
શું લખ્યું છે પત્રમાં?: ભાજપના એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહે અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નરને લખેલા પત્રમાં કહ્યું છે કે, વરસાદી પાણીના નિકાલ માટે થઈ સાબરમતી નદીનું લેવલ 134ની જગ્યાએ 128 ફૂટ રાખવું જોઈએ. નદીનું લેવલ જો ઓછું હશે તો સાબરમતી નદીમાં ખુલતા વરસાદી નાળામાંથી પાણીનો સીધો ઝડપી નિકાલ થશે, પરંતુ જો નદીનું લેવલ ઓછું નહીં કરવામાં આવે તો વરસાદી પાણી ભરાઈ રહે છે. જેથી ચોમાસા દરમિયાન નદીનું લેવલ ઓછું રાખવામાં આવે જેનાથી શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાશે નહીં.
'એક બાજુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નામે કરોડ રૂપિયા ખર્ચ કરે છે પરંતુ સામાન્ય વરસાદ પડતા જ અમદાવાદ શહેરમાં ઠેઠ પાણી ભરાઈ જાય છે. બીજી તરફ રિવરક્રુઝ ચલાવવા નદીની જળ સપાટીમાં વધારો કરવામાં આવે છે. જેના કારણે નદીમાં નાખવામાં આવેલી વરસાદી પાણી બેક મારી રહ્યું છે. જેના કારણે જ આસપાસ આવેલા વિસ્તારોમાં ભારે જળબંબાકારની સ્થિતિ ઉભી થઇ રહી છે.' -શહેઝાદ ખાન, વિપક્ષ નેતા, AMC
વિપક્ષ પોતાનો સૂર પુરાવ્યો: એલિસ બ્રિજ વિધાનસભાના ધારાસભ્ય કમિશનરને પત્ર લખીને પોતાની માંગ રજૂ કરતા જ વિપક્ષે પણ પોતાનો શૂર અંદર બોલ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે સાબર અમદાવાદ શહેરમાં ચોમાસામાં સામાન્ય રીતે નદીની સપાટી 126 ફૂટ રાખવામાં આવતી હોય છે. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અક્ષર ટ્રાવેલ્સ દ્વારા ફ્લોટિંગ રેસ્ટોરન્ટ શરૂ કરતાં નદીની સપાટી 133 ફૂટ રાખવામાં આવી રહી છે. જેના કારણે અનેક વિસ્તારોમાં માત્ર 1 ઇંચ વરસાદ પડતા જ પાણીનો ભરાવો થઈ રહ્યો છે. જેના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશ તેમજ કમિશનરને ખુદ તેમની જ પાર્ટીના ધારાસભ્ય અને પત્ર લખી લેવલ ઓછું કરવાની ફરજ પડી છે.