અમદાવાદ: વિશ્વનો સૌથી મોટો રાજકીય પક્ષ ભારતીય જનતા પાર્ટી જેનો આજે સ્થાપના દિવસ છે. એક સમય RSS પ્રેરણાથી ભારતીય જનસંઘની સ્થાપના કરવામાં આવી હતી. જનસંઘના નેતાઓ અટલબિહારી બાજપાઈ, લાલ કૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી 6 એપ્રિલ 1980ના રોજ ભારતીય જનતા પક્ષની સ્થાપના કરી હતી. ભારતીય જનતા પક્ષ અને કટિબદ્ધ કાર્યકરોના કારણે આજે અનેક રાજ્યો અને કેન્દ્રમાં સત્તા ઉપર છે અને આજે તે પક્ષ વિશ્વનો સૌથી મોટો પક્ષ બની ગયો છે.
'ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની વાત કરવામાં આવે તો તેમનો મૂળ પક્ષ જનસંઘ હતો. ગુજરાતમાં જે જનસંઘ પ્રચાર હતો તે ખૂબ જ મોટો હતો. જનસંઘએ ગુજરાતમાં પાણી સમસ્યા ખેડૂતોને ઉદભવેલા પ્રશ્નો ઉપર કામ કરતું હતું પરંતુ તે સમયે ગુજરાતમાં કોંગ્રેસની લોકપ્રિયતા ખૂબ જ મોટી હતી પણ જ્યારથી જનસંઘમાંથી ભારતીય જનતા પાર્ટી બની અને 1980માં પ્રથમ વખત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સત્તા ઉપર આવી અને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનો ઉદય થયો. ગુજરાતમાં ભાજપની સરકાર બનતા જ જે કચ્છમાં પાણીની સમસ્યાઓ હતી તે પૂર્ણ કરી છે. વાઇબ્રન્ટ ગુજરાતની મદદથી અને કંપનીઓ ગુજરાતમાં સ્થાપી છે જેના કારણે રોજગાર પણ ઉભો થયો છે.' -શિરીષ કાશીકરે, રાજકીય વિશ્લેષક
'ગુજરાતમાં ભારતીય જનસંઘએ બીજા નંબરનો વિપક્ષ હતો તેના ધારાસભ્ય ચૂંટાતા હતા. પરંતુ વિરોધ પક્ષે તેના જેવી જ કેટલીક નીતિઓ સ્વતંત્ર પક્ષની હોવાથી તે સમયે સ્વતંત્ર પક્ષ મુખ્ય વિપક્ષમાં રહેતો હતો 1969માં કોંગ્રેસના સમગ્ર દેશમાં બે ભાગલા થયા. જેમાં એક પક્ષ મોરારજી દેસાઈનો પક્ષ સંસ્થા કોંગ્રેસ તરીકે ઓળખાયો.બીજો પક્ષ ઇન્દિરા ગાંધી વાળી કૉંગ્રેસ કૉંગસ આઈ તરીકે ઓળખાઇ હતી. મોરારજી દેસાઈ ગુજરાતના હોવાથી સ્વાભાવિક જ સંસ્થા કોંગ્રેસ 1970ના દાયકામાં મુખ્ય વિપક્ષ બની. દેશમા 1977 માં જનતા મોરચાનો પ્રયોગ થયો.' -જયવંત પંડ્યા, રાજકીય વિશ્લેષક
ભાજપ અધ્યક્ષની ધરપકડ: ગુજરાતમાં 1975માં સંસ્થા કોંગ્રેસ ભારતીય જન સંઘ જેવા પક્ષોએ મળીને જનતા મોરચો નામનો પક્ષ બનાવેલો અને તેની સરકાર બની હતી. તેમાં જન સંઘના નેતા કેશુભાઈ પટેલ, હેમાબેન આચાર્ય વગેરે પ્રધાનો તરીકે હતા. ઇન્દિરા ગાંધીએ પક્ષ પલટા કરાવીને આ સરકારને ઉથલાવી દીધી ત્યાર બાદ 1990 સુધી ભારતીય જન સંઘમાંથી ભાજપ બનેલા પક્ષનો કોઈ પ્રકારનો ચાન્સ મળ્યો નહીં. 1990માં બોફોર્સ કાંડના કારણે દેશભરમાં કોંગ્રેસ સામે વાતાવરણ હતું. તે વખતે જનતા દળ અને ભાજપે ભેગા મળીને ચીમનભાઈમાં નેતૃત્વમાં સરકાર બનાવી હતી. તેમાં પણ કેશુભાઈ પટેલ જેવા નેતાઓ પ્રધાન તરીકે હતા. આ સરકાર રામ મંદિર રથયાત્રા મુદ્દે ભાજપના તે સમયના અધ્યક્ષ લાલકૃષ્ણ અડવાણીને ધરપકડ થતા પડી ભાંગી હતી.
અલગ અલગ પાર્ટી બનાવી: 1996માં ભારતીય જનતાએ પક્ષ એકલા હાથે ચૂંટણી લડી સત્તામાં આવ્યો હતો. કેશુભાઇ પટેલના તેતૃવમાં સરકાર બની પરંતુ શંકરસિંહ વાઘેલા અને તેમના સમર્થકોને લાગ્યું કે તેમનો આવાજ સંભળાતો નથી. જેના કારને તેમને બળવો કર્યો હતો. અટલબિહારી બાજપાઈની સમજાવટથી શંકરસિંહ માની ગયા હતા અને સુરેશ મહેતાના નેતૃત્વમાં નવી સરકાર બની પરંતુ જૂથવાદ પ્રબળ હતો. શંકરસિંહ વાઘેલા અને તેમના સમર્થકોને ખજૂરીયા તરીકે ઓળખવામાં આવતા હતા. આત્મરામ પટેલનો ધોતિયું ખેંચવા સુધીના બનાવો બન્યા જેથી અંતે શંકરસિંહ વાઘેલા રાષ્ટ્રીય જનતા પાર્ટી નામનો નવો પક્ષ બનાવી કોંગ્રેસના ટેકાથી સરકાર બનાવી. કોંગ્રેસના અધિરાઈના કારણે આ સરકારમાં પણ મુખ્યપ્રધાન બદલવા પડયા અને શંકરસિંહના સ્થાને દિલીપ પરીખ મુખ્યપ્રધાન બન્યા હતા. આ સરકાર પણ થોડીક મહિનાઓ જ ચાલી હતી.
ખરાબ દેખાવને કારણે કેશુ ભાઈને હટાવ્યા: 1998માં ફરીથી ભાજપની સરકાર આવી હતી. કેશુભાઈ પટેલ ફરી મુખ્યપ્રધાન બન્યા હતા પરંતુ કંડલામાં વાવાઝોડું, કચ્છમાં ભૂકંપ આવા બધા કારણો અને યોગ્ય વહીવટ ન થવાને કારણે ભ્રષ્ટાચારના આક્ષેપો તેમની ઉપર મૂકવામાં આવ્યા હતા. જેના કારણે લોકસભાની પેટા ચૂંટણી અને સ્થાનિક ચૂંટણીમાં પણ ભાજપનો ખરાબ દેખાવ થયો હતો. જેના કારણે 2003ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સત્તા ગુમાવે તેવો ભય ઉત્પન્ન થવાને કારણે કેન્દ્રમાંથી ભાજપના નેતૃત્વએ નરેન્દ્ર મોદીને મુખ્યપ્રધાન તરીકે પસંદ કર્યા હતા.
નરેન્દ્ર મોદી સામે અનેક પડકારો: નરેન્દ્ર મોદી સામે ગુજરાતના રમખાણો ગોધરાકાંડ તેમની સામે મોટા પડકારો ઊભા થયા હતા. હિન્દુત્વના કાર્ડ સાથે તેમના નેતૃત્વમાં ભાજપે ડિસેમ્બર 2002 તેમાં ચૂંટણી જીતી હતી. 2007 માં તેમની સામે ભાજપના ગોવર્ધન ઝડફિયાથી બનાવેલો મહાગુજરાત જનતા પાર્ટી નામનો પક્ષ પડકાર રહીને ઉભો રહ્યો. નરેન્દ્ર મોદીએ ભાજપને વિજય અપાવ્યો હતો. તે જ રીતે 2012માં તેમના ગુરુ કહી શકાય કે કેશુભાઈ પટેલે પણ ગોવર્ધન ઝડપી સાથે ગુજરાત જનતા પક્ષ નામનો પક્ષ બનાવ્યો હતો. તેમ છતાં પણ 2012 માં પણ નરેન્દ્ર મોદીની સરકાર બનાવી હતી.
2014 માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા: 2014 માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ત્યારે તેમની જગ્યા પર આનંદીબેન પટેલને મુખ્યપ્રધાન તરીકે બનાવવામાં આવ્યા હતા. તેમની સામે પાટીદાર આંદોલન અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નોંધપાત્ર દેખાવને કારણે તેમનું રાજીનામું આવ્યું હતું. તેમના સ્થાને વિજય રૂપાણીને મુખ્યપ્રધાન બનાવવામાં આવ્યા હતા. તેમના નેતૃત્વમાં 2017માં વિધાનસભાની ચૂંટણી લડાઈ નરેન્દ્ર મોદી અને અમિત શાહની માર્ગદર્શન આ બધાને કારણે ભાજપનો વિજય તો થયો પરંતુ 99 સીટ ઉપર સીમિત રહી હતી.
27 વર્ષથી એકતરફી શાસન: 2021માં કોરોના કાળ અને અધિકારી રાજના કારણે વિજય રૂપાણીનું રાજીનામું લેવામાં આવ્યું હતું અને એકદમ ચોખ્ખી છાપ ધરાવતા ઉપેન્દ્ર પટેલને મુખ્યપ્રધાન તરીકે અને સી.આર.પાટીલને ભાજપ પ્રદેશના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. તેજ રીતે 2022માં પણ ભુપેન્દ્ર પટેલના જ નેતૃત્વમાં ભાજપનો ઐતિહાસિક વિજય થયો હતો. જેથી ગુજરાતમાં છેલ્લા 27 વર્ષ ગુજરાતમાં એકતરફી ભાજપનું શાસન ચાલી રહ્યું છે.
1980 બાદ ભાજપની ચૂંટણીમાં બેઠકો: 1980 માં ભાજપ 127 માંથી માત્ર 9 બેઠક ઉપર વિજય મેળવ્યો હતો. 1985 માં ભાજપ 124 બેઠક ઉપર લડી હતી. જેમાંથી 11 બેઠકો પર વિજય થયો હતો 1990 માં ભાજપ 143 બેઠક ઉપર ચૂંટણી લડી હતી. જેમાંથી 67 બેઠક ઉપર વિજય મેળવ્યો હતો. 1995 માં પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટી 182 બેઠક ઉપર લડી હતી. જેમાં 121 બેઠક ઉપર જીત મેળવી સત્તા ઉપર આવી હતી. ત્યારબાદ 1998 માં ભારતીય જનતા પાર્ટી 182 બેઠકો પરથી 117 બેઠક ઉપર વિજય મેળવ્યો હતો. 2002માં ભારતીય જનતા પાર્ટીએ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ઐતિહાસિક 127 બેઠક ઉપર વિજય મેળવ્યો હતો. જ્યારે 2007માં 117 બેઠક ઉપર વિજય મેળવ્યો હતો. 2012માં 182 માંથી 115 બેઠક ઉપર વિજય મેળવ્યો હતો. જ્યારે 2017માં ભાજપને કોંગ્રેસ દ્વારા કડી ટક્કર આપવામાં આવી હતી. જ્યાં 182 માંથી માત્ર 99 બેઠકો પર જ સીમિત રહી હતી. જ્યારે 2022માં ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતના ઇતિહાસમાં ભારતીય જનતા પાર્ટીએ સૌથી વધુ 156 બેઠકો મેળવી હતી.