અમદાવાદ : ભારતીય જનતા પાર્ટી દ્વારા પાર્ટીના સ્થાપના દિવસની ઉજવણીને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ત્યારે આ સંદર્ભે ભાજપ દ્વારા વિવિધ આયોજનોની તૈયારીઓ વિશે માહિતી આપવામાં આવી હતી.. 6 એપ્રિલના રોજ ભારતીય જનતા પાર્ટી સ્થાપના દિવસ ઉજવણી નિમિત્તે યોજવામાં આવનાર વિવિધ કાર્યક્રમો સહિત સંગઠનને લગતી કાર્યપ્રણાલી વિશે પ્રદેશ મહામંત્રી રજની પટેલ તેમજ પ્રદેશના મુખ્ય પ્રવકતા યમલ વ્યાસ દ્વારા મીડિયાને રૂબરૂ કરવામાં આવ્યાં હતાં.
ભાજપની સ્થાપનાને 43 વર્ષ :ભાજપ દ્વારા તેના સ્થાપના દિવસને ધામધૂમથી ઉજવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે આગામી 6 એપ્રિલના રોજ પાર્ટીની સ્થાપનાને 43 વર્ષ થઈ જશે.જેમાં પાર્ટીનો ઝંડો ફરકાવવાની સાથે મીઠાઈ તેમજ ફળોનું વિતરણ કરવાનું કહેવામાં આવ્યું છે. સાથે દરેક બૂથ અને જિલ્લા લેવલે કાર્ય કરતા કાર્યકરોને હજાર રહી કાર્યાલય પર ભારતીય જનતા પાર્ટીનો ઝંડો લહેરાવી પીએમનું ભાષણ સાંભળવાની સૂચના આપવામાં આવી છે. સાથે સાથે વડાપ્રધાન મોદી આ દિવસે દરેક કાર્યકર્તાઓને જે સૂચનાઓ આપે તે સૂચનાઓ બાદ સંગઠિત થઈને કાર્ય કરવાનું પણ સૂચવવામાં આવ્યું છે.
આ પણ વાંચો BJP FOUNDATION DAY : 15 દિવસ સુધી યોજાશે કાર્યક્રમો, સમાજના દરેક વર્ગ સુધી પહોંચવાની રણનીતિ
પીએમ મોદી સંબોધન : 6 એપ્રિલના રોજ ગુજરાતના દરેક કાર્યાલયોમાં ધામધૂમપૂર્વક થનાર આ ઉજવણીમાં વડાપ્રધાન દેશભરના ભાજપ કાર્યકર્તાઓને સંબોધિત કરશે. ઉપરાંત આગામી 6 એપ્રિલના રોજ પાર્ટીની સ્થાપનાને 43 વર્ષ પૂર્ણ થશે અને આ 6 એપ્રિલથી 14 એપ્રિલ સુધી બાબાસાહેબ આંબેડકરની જયંતિ સુધી સામાજિક ન્યાય સપ્તાહ તરીકે ઉજવવામાં આવશે.
આ પણ વાંચો ભાજપ સ્થાપના દિવસ: વડાપ્રધાન મોદી કાર્યકર્તાઓને સંબોધિત કરશે
સામાજિક ન્યાય સપ્તાહ : ગુજરાત ભાજપ પ્રદેશ દ્વારા થનારી ઉજવણીને લઇને મીડિયાને જણાવાયું હતું કે સામાજિક ન્યાય સપ્તાહ દરમિયાન ગરીબ શોષિત વંચિત અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ તેમ જ પછાત વર્ગના કલ્યાણ માટે લીધેલા પગલાંઓની પણ ચર્ચા કરવામાં આવશે. ભાજપસ્થાપના દિવસે પાર્ટીનો ઝંડો ફરકાવવાની સાથે મીઠાઈ તેમજ ફળોનું વિતરણ પણ કરવામાં આવશે. ત્યારે સ્થાપના દિવસને લઇને ભાજપની અત્યાર સુધીની રાજનૈતિક સફર અને ઉતારચડાવ વિશે ભાજપના નવા કાર્યકર્તાઓને માહિતગાર કરવામાં આવશે. તો પીએમ મોદીનું આ દિવસે યોજાનાર ભાષણને ગુજરાતના દરેક બૂથ પર સાંભળવાની સૂચના પણ આપવામાં આવી છે. સાથે 11 એપ્રિલના રોજ જ્યોતિબા ફૂલેની જન્મ જયંતિ પર પુષ્પાંજલિ અર્પણ કરવાની પણ સૂચનાઓ આપવામાં આવી છે.