- બાકરોલ ગામ પાસેના એસ્ટેટમાં દરોડા
- વગર લાયસન્સે કેબલ પર ISIનો માર્કો લગાવ્યો
- દોઢ લાખ મીટર કેબલનો જથ્થો ઝડપાયો
અમદાવાદઃ ભારતીય માનક બ્યૂરોના અધિકારીઓની એક ટુકડીએ બ્યૂરો પાસેથી લાઈસન્સ લીધા વિના ઈલેક્ટ્રિક કેબલનું ઉત્પાદન અને ISI માર્કાવાળા પેકિંગનો જથ્થો 7 જાન્યુઆરી, 2021ના રોજ બાકરોલ ગામની પાસે સ્થિત ગોપાલચરણ ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટ તેમજ સ્વાગત ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં કાર્યરત ઈલેક્ટ્રિક કેબલ બનાવનારા 4 એકમોમાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન મોટા જથ્થામાં ભારતીય માનક બ્યૂરોના માનક ચિન્હ ISIનો દુરઉપયોગવાળા વિવિધ બ્રાન્ડના દોઢ લાખ (1,50,000) મીટરથી વધુના ઈલેક્ટ્રિક કેબલનો માલ જપ્ત તથા સીલ કરવામાં આવ્યા હતો.
એકમોનો માલ, બ્રાન્ડ તેમજ જપ્ત કેબલનો જથ્થો
(1) મેસર્સ ગુરુદેવ ઈન્ડસ્ટ્રીઝ, પ્લાન્ટ નંબર 239, ગોપાલચરણ ઈન્ડસ્ટ્રિયલ એશ્ટેટ, કુજાડ બાકરોલ, રોડ, તા. દસક્રોઈ, અમદાવાદ-382430 કનેક્ટ (connect) લગભગ 52,700 મીટર
(2) મેસર્સ આશીર્વાદ કેબલ ઈન્ડસ્ટ્રીઝ, બી-19, સ્વાગત ઈન્ડસ્ટ્રિયલ પાર્ક, બાકરોલ, બજરંગ, તા. દસ્ક્રોઈ, અમદાવાદ-3892430 એસીઆઈ (ACI) કોરબૈટ (Korbet) લગભગ 80,000 મીટર
(3) મેસર્સ કૃષ્ણા કેબલ, પ્લાન્ટ નંબર 73, ગોપાલ ચરણ ઈન્ડસ્ટ્રિયલ એશ્ટેટ, કુજાડ બાકરોલ રોડ, તા. દસ્ક્રોઈ, અમદાવાદ-382430 જીઈઈ-ડીલક્ષ, (GEE- (Delux) યૂઆર-ગોલ્ડ
(Ur-Gold) લગભગ 25,000 મીટર
(4) મેસર્સ પાલીશ્યોર કેબલ ઈન્ડસ્ટ્રીઝ, પ્લાન્ટ નંબર 16, ગોપાલ ચરણ ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટ, કુજાડ બાકરોલ, રોડ, તા. દસ્ક્રોઈ, અમાવાદ-382430 ફલૂગા (Fluga), ડાયમંડ (Diamond), ફિકોન (Ficon), ભાવિક (Bhavik) લગભગ 250 મીટર તથા 2000 કેબલ
માનક ચિન્હનો ગેરકાયદે ઉપયોગ કરે તો બે વર્ષની સજા અને બે લાખ દંડ
આ ઉત્પાદન ભારત સરકાર દ્વારા અધિસૂચિત અનિવાર્ય પ્રમાણને અંતર્ગત આવે છે જેમાં, એ સમાવિષ્ટ છે કે કોઈ પણ વ્યક્તિ ભારતીય માનક બ્યૂરો પાસેથી માનક ચિન્હ (આઈએસઆઈ) લાયસન્સ વગર ઉત્પાદન કરી ન શકે. ભારતીય માનક બ્યૂરોની પૂર્વ અનુમતિ વગર માનક ચિન્હનો ઉપયોગ કરનાર સામે ભારતીય માનક બ્યૂરો અધિનિયમ 2016ના અનુચ્છેદ 17ના ઉલ્લંઘન બદલ કાર્યવાહી કરવામાં આવશે. આ ગુનો દંડનીય છે, જે અંતર્ગત 2 વર્ષની સજા અથવા 2 લાખનો આર્થિક દંડ અથવા બંનેની જોગવાઈ છે.
કોઈની પાસે માહિતી હોય તો નીચેના સરનામે જાણ કરો
લોકો સાથે છેતરપિંડી કરવા આ પ્રકારે આઈએસઆઈ માર્કાનો ઉપયોગ થતો હોય છે, જે કોઈપણ વ્યક્તિ પાસે ભારતીય માનક બ્યૂરોના પ્રમાણિત ચિન્હના દુરપયોગની માહિતી હોય તે એ અંગે પ્રમુખ, ભારતીય માનક બ્યૂરો, અમદાવાદ શાખા કાર્યાલય, ત્રીજે માળ, નવજીવન અમૃત જયંતિ ભવન, ગુજરાત વિદ્યાપીઠની પાછળ, આશ્રમ રોડ, અમદાવાદ-380014. (ટેલિફોન – 540314)ને જાણ કરી શકે છે. ફરિયાદને ahbo@bis.gov.in અથવા enf@bis.gov.in પર ઈ-મેઈલ પણ કરી શકાય છે. આ પ્રકારની માહિતી આપનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવે છે, તેમ સત્તાવાર નોંધમાં જણાવ્યું હતું.