સામાજિક જવાબદારી અને લોકસેવાના ઉદ્દેશ સાથે સમયાંતરે અમદાવાદની સંસ્કારિતાને છાજે એવી રીતે મોરારીબાપુ પણ સમયાંતરે અમદાવાદ શહેરમાં રામકથા દ્વારા સત્ય પ્રેમ અને કરુણાનો પ્રસન્ન પ્રવાહ વહાવતા રહે છે. 23 ફેબ્રુઆરીથી 3 માર્ચ દરમિયાન અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં રામકથાનું આયોજન નવજીવનના ઉપક્રમે તુલસી વલ્લભ નિધિ ટ્રસ્ટના સહયોગથી કરવામાં આવ્યું છે.
![ahemdabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/2511108_752_72e89329-c2ce-4f40-b170-224c3b3d7914.png)
રામકથામાં મંડપનો આંતરિક સુશોભન, પ્રકાશ વ્યવસ્થા, હવા-ઉજાસ, સ્વચ્છતા અને ભગવાન રામ તેમજ ગાંધીજી અને કસ્તુરબાના હિમાલયી વ્યક્તિત્વની ઓળખ આપતા વાતાવરણનું પણ સર્જન કરવામાં આવશે.