ETV Bharat / state

Biparjoy Cyclone: બિપરજોય વાવાઝોડાને લઈને એસ.ટી નિગમે આ શહેરમાં જતી તમામ બસ કરી રદ

બિપરજોય વાવાઝોડાં કારણે વાહન વ્યવહારને પણ અસર થઈ રહી છે. જેમાં અમદાવાદથી પોરબંદર, માંગરોળ, દ્વારકા, સોમનાથ જેવા શહેરો છે. દરિયાકાંઠે આવેલા શહેરોમાં જતી બસને રદ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત 60 જેટલી બસમાં રૂટ પણ ટૂંકાવવા આવ્યા છે. દરિયાઈ વિસ્તારમા આવેલ ડેપો તમામ ઓપરેશન્સ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

biparjoy-cyclone-st-corporation-has-canceled-all-buses-going-to-this-city

author img

By

Published : Jun 13, 2023, 6:29 PM IST

એસ.ટી નિગમે આ શહેરમાં જતી તમામ બસ કરી રદ

અમદાવાદ: બિપરજોય વાવાઝોડાથી ગુજરાતમાં સંકટના વાદળ સમગ્ર ગુજરાતમાં જોવા મળી થયા છે. જેના કારણે સરકાર તેમજ તમામ ઈમરજન્સી સેવા પણ બચાવ કાર્યમાં જોડાઈ ગયા છે. બીજી બાજૂ સૌરાષ્ટ્ર અને કચ્છ જતી 90 જેટલી ટ્રેનો રદ કરવામાં આવી હતી. આજ ગુજરાત એસ.ટી નિગમ દ્વારા 350 જેટલી બસને રદ કરવામા આવી છે. જયારે 60 જેટલી રૂટ પણ ટૂંકાવવા આવ્યા છે.

વિવિધ બસના રૂટ ટુંકાવવામાં આવ્યા: ગુજરાત એસ.ટી નિગમના સચિવ કે. ડી દેસાઈ ETV Bharat સાથે વાત કરતા જણાવ્યું હતું કે બિપરજોય વાવાઝોડાના કારણે ગુજરાત એસટી નિગમના MD એમ કે ગાંધી દ્વારા દરિવાઈ વિસ્તારમા આવેલ એસ.ટી ડેપોના મેનેરજ સાથે સતત બેઠક કરવામાં આવી રહી છે. જામનગર, અમરેલી, કચ્છ, જૂનાગઢ, રાજકોટ અને ભાવનગર ડિવિઝનમાં બસના વિવિધ રૂટને ટુંકાવવામાં આવ્યા છે. જે પ્રવાસીએ રિઝર્વેશન કરવામાં આવ્યું છે તેમને મોબાઈલમાં મેસેજ દ્વારા જાણ કરી દેવામાં એવી છે.

તમામ બસનું ટ્રેકિંગ: દ્વારકા, ખંભાળિયા, દીવ, ઉનાં મુદ્રા, માંડવી, નલિયા, ભુજ, વેરાવળ, મોરબી, મહુવા,ભાવનગર જેવા દરિયાકાંઠે આવેલ શહેરોની બસને રદ કરવામાં આવી છે. આ તમામ બસને અન્ય નજીકના ડેપો તરફ ડાયવર્ટ કરવામાં આવી છે. અમદાવાદ રાણીપ ખાતે એક ક્ટ્રોલ રૂમ પણ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં તમામ બસમાં લગાવવામાં આવેલ GPS થી બસ પર સતત મોટરિંગ કરવામાં આવશે. આ ઉપરાંત જે શહેરમા બિપરજોય વાવાઝોડાની અસર જોવા મળશે તેવા ડેપોમાં ડીઝલનો જથ્થો પણ પહોંચાડવામાં આવ્યો છે.

સૌથી વધુ અસરગ્રસ્ત ડેપો બંધ: ગુજરાત એસટી નિગમ દ્વારા હાલમાં સૌથી વધુ અસરગ્રસ્ત પોરબંદર અને માંગરોળ ડેપોને બંધ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત તમામ ડિવિઝન ખાતે પણ કંટ્રોલરૂમ તૈયાર કરવામાં આવ્યા છે. સતત તમામ બસોનું મોનેટરી કરવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે બિપરજોય વાવાઝોડાને કારણે ગતરોજ રેલવે ભરતી દ્વારા પણ ન્યુ જેટલી ટ્રેનો રદ કરવામાં આવી હતી અને 48 જેટલી ટ્રેનોને રાજકોટ, સુરેન્દ્રનગર અને અમદાવાદ સુધી જ દોડાવવામાં આવી રહી છે ત્યારે ગુજરાત એસટી નિગમ દ્વારા પણ વાવાઝોડું લઈને વધુ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

  1. Cyclone Biparjoy: જૂનાગઢ, વેરાવળ અને પોરબંદરની 40 કરતા વધુ ટ્રેનો કરાઈ સ્થગિત
  2. Cyclone Biparjoy બિપરજોય વાવાઝોડાની અસર શરુ, રાજુલા અને જાફરાબાદના દરિયામાં ભારે કરંટ વચ્ચે લોકોને ખસેડાયાં

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.