ETV Bharat / state

Bilingual global medium: અમદાવાદની 30 શાળાઓમાં અભ્યાસનું દ્વિભાષી માધ્યમ શરૂ થશે

વિશ્વભરમાં અંગ્રેજી ભાષાનો ખૂબ જ વ્યાપ વધી રહ્યો છે. સ્વનિર્ભર શાળા સંચાલક અને સાહિત્યકાર રઈશ મણિયાર દ્વારા દ્વિભાષી માધ્યમનો(Bilingual global medium)પ્રયોગ ચાલુ કરવામાં આવ્યો છે. જેને ગુજરાત સરકારે એક ઠરાવ કરીને અભ્યાસના દ્વિભાષી માધ્યમને મંજૂરી આપી છે.

Bilingual global medium: અમદાવાદની 30 શાળાઓમાં અનોખો દ્વિભાષી ગ્લોબલ માધ્યમ શરૂ થશે

author img

By

Published : Mar 5, 2022, 4:14 PM IST

અમદાવાદઃ વિશ્વભરમાં અંગ્રેજીનું ભાષાનો ખૂબ જ વ્યાપ વધી રહ્યો છે. આ કદાચ વર્તમાન સમયમાં અનિવાર્ય પણ છે. પરંતુ અંગ્રેજીના મોહમાં દેશભરમાં તમામ લોકોમાં માતૃભાષા માધ્યમથી વિખૂટાં પડી રહ્યા હોય એવું લાગી રહ્યું છે.

દ્વિભાષી ગ્લોબલ માધ્યમ

દ્વિભાષી માધ્યમનો પ્રયોગ

આ સમયે સ્વનિર્ભર શાળા સંચાલક અને સાહિત્યકાર રઈશ મણિયાર(Literary writer Reish Maniyar) દ્વારા દ્વિભાષી માધ્યમનો(Bilingual global medium) પ્રયોગ ચાલુ કરવામાં આવ્યો છે. જેને ગુજરાત સરકારે એક ઠરાવ કરીને પણ આ દ્વિભાષી ગ્લોબલ માધ્યમને મંજૂરી આપી છે.

અમદાવાદમાં દ્વિભાષી ભાષા સ્કૂલો

જાણીતા સાહિત્યકાર રઈશ મણિયારે દ્વિભાષી માધ્યમ અંગે જણાવ્યું કે, અમદાવાદમાં પણ આ દ્વિભાષી માધ્યમની 30 જેટલી સ્કૂલો આ મોડલ(Ahmedabad Bilingual Global Medium)શરૂ કરવા જઈ રહી છે. આ દ્વિભાષી માધ્યમથી વિદ્યાર્થીઓ પણ આંતરરાષ્ટ્રીય સ્તરે સારું એવું શિક્ષણસ્તરનું પ્રદર્શન કરી શકશે.

આ પણ વાંચોઃ NYIIFમાં સત્યજીત રેની ફિલ્મોનું પ્રદર્શન કરવામાં આવશે

અંગ્રેજી અને ગુજરાતી બંને ભાષામાં પારંગત થઈ શકશે

અમદાવાદ શહેર આચાર્ય સંઘના પ્રમુખ, રાકેશ પંડ્યાએ જણાવ્યું કે, સુરત બાદ અમદાવાદમાં પણ આ દ્વિભાષી મોડલ શરૂ થવા જઈ રહ્યો છે જે ખૂબ જ સારી બાબત છે. આનાથી વિદ્યાર્થીઓનું શિક્ષણનું સ્તર પણ સુધરશે અને તેઓ અંગ્રેજી અને ગુજરાતી બંને ભાષામાં પારંગત થઈ શકશે.

શું છે આ દ્વિભાષી માધ્યમ?

દ્વિભાષી માધ્યમમાં બાળક અભ્યાસની શરૂઆત માતૃભાષાથી કરે છે. પરંતુ શરૂઆતથી અંગ્રેજી વિષય હાયર લેવલનો ભણવામાં આવે છે. ગણિત અને વિજ્ઞાનના 2 વિષય ધોરણ ત્રણથી પાંચ માત્ર અંગ્રેજી પરિભાષા શીખવાડવામાં આવે છે. છથી આઠ ધોરણ સુધી ગણિત અને વિજ્ઞાન પાઠ્યપુસ્તકની મદદથી ભણવામાં આવે છે. ધોરણ નવ અને 10માં ગણિત અને વિજ્ઞાન વિશે સંપૂર્ણ અંગ્રેજી થઈ જાય છે.

આ પણ વાંચોઃ અમદાવાદની સરકારી શાળાઓના અંગ્રેજી મીડીયમમાં પ્રવેશ માટે નેતાઓએ કરી ભલામણો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.