ETV Bharat / state

કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ પત્ની વિરૂદ્ધ આપી જાહેર નોટિસ - Public notice

ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીયપ્રધાન એવા માધવસિંહ સોલંકીનાં પુત્ર ભરતસિંહ સોલંકી(Bharatsinh Solanki)એ એક જાહેર નોટિસ (Notice)આપી જણાવ્યું છે કે, મારી પત્ની રેશ્મા પટેલ મારા કહ્યામાં નથી માટે કોઇએ તેમની સાથે કોઇ પણ પ્રકારનો નાણાકીય વ્યવહાર કરવો નહીં. જેના માટે હુ જવાબદાર રહીશ નહીં.

કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ પત્ની વિરૂદ્ધ આપી જાહેર નોટિસ

author img

By

Published : Jul 13, 2021, 1:41 PM IST

Updated : Jul 14, 2021, 6:11 AM IST

  • ભરતસિંહ સોલંકીએ (Bharatsinh Solanki) તેમના પત્ની વિરૂદ્ધ જાહેરમાં નોટિસ અપી
  • ભરતસિંહે રેશ્મા પટેલ હેરાન કરી રહ્યાનું જાહેર નોટીસ(Notice)ના માધ્યમથી જણાવ્યું
  • પત્ની રેશ્મા પટેલ છેલ્લાં 4 વર્ષથી ભરતસિંહ સાથે રહેતાં નથી

અમદાવાદ: ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતા અને ગુજરાત કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ તેમના પત્ની રેશ્મા પટેલ તેમને હેરાન કરી રહ્યાનું જાહેર નોટીસના માધ્યમથી તેઓ જણાવ્યું છે. ભરતસિંહ સોલંકીએ પોતાના વકીલ મારફતે એક જાહેર નોટિસ પાઠવી છે કે, તેમનાં પત્ની રેશ્મા પટેલ છેલ્લાં 4 વર્ષથી તેમની સાથે રહેતાં નથી અને તેમના કહ્યામાં નથી. ભરતસિંહ સોલંકીએ નોટિસમાં જણાવ્યું છે કે, કોઈ પણ વ્યક્તિએ તેમના નામનો ઉપયોગ કરે તો તેમના પત્ની સાથે કોઈ પણ પ્રકારની નાણાંકીય લેવડદેવડ કે અન્ય સંબંધો રાખવા નહીં જો આમ થશે. તો ભરતસિંહ તે માટે જવાબદાર રહેશે નહીં.

આ પણ વાંચો: કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીની તબિયતમાં આવ્યો સુધારો

ભરતસિંહે પત્ની વિરુદ્ધ આપી જાહેર નોટિસ

ભરતસિંહ સોલંકીએ નોટિસમાં જણાવ્યું છે કે, અમારી વચ્ચે લાંબા સમયથી મનમેળ નથી અને તેઓ મનસ્વી વર્તન કરતાં હતાં. મારા ઘરે આવીને રહે તો પણ કોઈ વાતચીત કરતાં નહીં. શરૂઆતમાં મેં સમજાવટથી સમાધાન લાવવા પ્રયાસ કર્યો પરંતુ સમાધાન થયું નથી. તે પછી તેમના કુટુંબીઓની મધ્યસ્થી કરાવી છતાં પરિણામ ન મળ્યું. મને ખ્યાલ નથી કે, તેઓ ભવિષ્યમાં શું કરવા માગે છે. જેથી મેં છૂટાછેડા લેવા પણ કહ્યું હતું પરંતુ તે અંગે તેમણે સંમતિ આપી ન હતી મેં તેમને રહેવા માટે બંગલો, ગાડી, માસિક એકથી દોઢ લાખની આવક થતી રહે તેવી સગવડ કરી આપી છે. છતા તેમના પર કોઈ હકારાત્મક અસર થઈ ન હતી. અમારા સંબંધોની તિરાડ વધુ મોટી થતી જતી હતી. તેથી મેં આમાંથી બહાર નીકળવા કોઈ રસ્તો શોધવા પ્રયત્ન શરૂ કર્યો છે. આ વાતથી મને વ્યક્તિગતરીતે નુકસાન થવાનો ભય હોવાથી જાહેર નોટિસ મોકલી છે.

આ પણ વાંચો: પુર્વ મુખ્યપ્રધાન માધવસિંહ સોલંકીનું નિધન થતા પુત્ર ભરતસિંહ સોલંકી અંતિમ સંસ્કાર દરમિયાન થયા ભાવુક

ભરતસિંહ સોલંકી(Bharatsinh Solanki)ના ઘરનો મુદ્દો રાજકારણમાં બન્યો વધુ ચર્ચાસ્પદ

ગુજરાત રાજ્યમાં એક તરફ ભાજપ-કોંગ્રેસ અને આપ એમ ત્રણેય પાર્ટીઓ ઈલેક્શનની તડામાર તૈયારીઓ કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ ભરતસિંહ સોલંકીના ઘરનો મુદ્દો રાજકારણમાં સૌથી વધુ ચર્ચાસ્પદ બન્યો છે. કોંગ્રેસ હાઇકમાન્ડ ગુજરાતના સ્ટ્રક્ચરને મજબૂત કરવા તનતોડ મહેનત કરી રહ્યું છે. તેવામાં કોંગ્રેસના દિગગજ નેતા જેઓ હાલ ગુજરાત કોંગ્રેસ પ્રમુખની જવાબદારી સાંભળવવામાં મુખ્ય દાવેદાર હતા.

Last Updated : Jul 14, 2021, 6:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.