ETV Bharat / state

કમલનાથ સરકાર નર્મદા મુદ્દે રાજકારણને બદલે 'પાડોશી ધર્મ' નિભાવેઃ ભાજપ

અમદાવાદઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નર્મદા મુદ્દે ધરણાં સંદર્ભે ગુજરાત ભાજપા પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ આકરા પ્રહારો કર્યા હતા.

MP કોંગ્રેસ સરકાર નર્મદા મુદ્દે રાજકારણને બદલે 'પાડોશી ધર્મ' બજાવે : ભરત પંડ્યા
author img

By

Published : Jul 20, 2019, 5:37 PM IST

અહીં તેમણે જણાવ્યું કે, કોંગ્રેસને ક્યાં મુદ્દે ધરણાં કરવા જોઈએ તેની સમજણ હાસ્યાસ્પદ અને દયાજનક છે. કોંગ્રેસના ધરણામાં મૃત્યુ પામેલા મૃતકો સાથે સંવેદના કે લાગણી નહીં અને માત્ર પ્રિયંકા ગાંધી વાડ્રાની સાથે ગુજરાત કોંગ્રેસના નેતાગીરી ઉપસાવવાના હેતુવાળા પાટીયા દેખાય છે.

ભરત પંડ્યાએ જણાવ્યું કે, હાલમાં મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન દ્વારા નર્મદાનું પાણી ન છોડવાની ચીમકી આપવામાં આવી છે. ગુજરાત કોંગ્રેસે આ ચીમકીને પગલે ખેડૂતોની પડખે ઉભા રહેવાને બદલે પ્રિયંકા ગાંધીની અટકાયત મામલે ધરણાં ધર્યા હતા. કોંગ્રેસ હંમેશા ગુજરાત કે પ્રજાના મુદ્દા લેવાને બદલે ગાંધી પરિવારની પડખે રહીને તેમની નેતાગીરી કરવાનાં જ પ્રયાસોમાં રહેતી હોય છે. UPમાં થયેલા બે જૂથ વચ્ચેના જમીનના ઝઘડામાં જે હત્યાઓ થઈ છે, તેને ભાજપે સખ્ત શબ્દોમાં વખોડી કાઢી છે.

આ સમગ્ર મામલાને લઈને UPના મુખ્યપ્રધાન યોગીએ જે-તે અધિકારીઓને સસ્પેન્ડ કર્યાં છે અને ગુનેગારોને પકડી લીધાં છે. આ અંગે વધુ ઉશ્કેરાટ કે તોફાન ન થાય તે માટે 144ની કલમથી લઈને જરૂરી કાયદાકીય પગલાં લેવામાં આવ્યા છે. કોંગ્રેસના પ્રિયંકા ગાંધી વાડ્રાને પણ પીડિત લોકોને મળવા માટેની યોગ્ય સમયે વ્યવસ્થા કરી આપી છે. હવે, કોંગ્રેસ પ્રિયંકા ગાંધી વાડ્રાને મુદ્દે શેનું આંદોલન કરે છે ? કોંગ્રેસ માત્ર પ્રજામાં ઉશ્કેરાટ અને વેર-ઝેર ફેલાવીને ગાંધી પરિવારની નેતાગીરી ઉભી કરવાના નિષ્ફળ પ્રયાસ કરી રહી છે.

MP કોંગ્રેસના મંત્રી નર્મદાનું પાણી રોકવાની ચિમકી આપે ત્યારે ગુજરાત કોંગ્રેસના નેતાઓ કેમ ચૂપ બેઠાં છે તે સમજાતું નથી. નર્મદાના મુદ્દે ગુજરાત કોંગ્રેસનું મૌન એ ગુજરાત અને ગુજરાતના ખેડૂતાના હિત વિરોધી માનસિકતા બતાવે છે. ગુજરાત કોંગ્રેસે ખેડૂતોની મદદે આવવા MP કોંગ્રેસ સરકારને યોગ્ય રજૂઆત કરવી જોઈએ. પરંતુ કોંગ્રેસનો ઈતિહાસ હંમેશા વિરોધમાં જ રહ્યો છે.

CM રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની ભાજપ સરકાર આ મુદ્દે જે પણ અસરકારક રજૂઆત કરવાની હશે તે કરશે. ગુજરાત હંમેશા શાંતિ, એકતા અને વિકાસમાં માને છે.ત્યારે MP કોંગ્રેસ સરકાર નર્મદા મુદ્દે ગુજરાતની ઈર્ષ્યા અને રાજકારણ કરવાને બદલે ‘પાડોશી ધર્મ’ બજાવે.

Intro:ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નર્મદા મુદ્દે ધરણાં/આંદોલન સંદર્ભમાં ગુજરાત ભાજપા પ્રદેશ પ્રવકતા ભરત પંડયાની તીવ્ર પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસને ક્યા મુદ્દે આંદોલન કે ધરણાં કરવા જોઈએ તે માટેની સમજણ હાસ્યાસ્પદ અને દયાજનક છે. કોંગ્રેસના ધરણાંમાં મૃત્યુ પામેલ સાથે સંવેદના કે લાગણી નહીં અને માત્ર પ્રિયંકા વાડ્રાની સાથે ગુજરાત કોંગ્રેસનાં નેતાગીરી ઉપસાવવાના હેતુવાળા પાટીયા દેખાય છે. Body:ગુજરાત કોંગ્રેસે અત્યારે પ્રિયંકા વાડ્રાની સાથે રહેવાના બદલે મધ્યપ્રદેશ કોંગ્રેસના મંત્રી નર્મદાનું પાણી નહીં છોડવાની ચિમકી આપવાની સામે ગુજરાતના ખેડૂતોની પડખે રહેવા માટે ધરણાં કરવાની જરૂર હતી. કોંગ્રેસ હંમેશા ગુજરાત કે પ્રજાના મુદ્દા લેવાને બદલે ગાંધી પરિવારની પડખે રહીને તેમની નેતાગીરી બનાવવાનાં જ પ્રયાસોમાં જ રહેતી હોય છે. યુ.પી.માં બે જૂથ વચ્ચેના જમીનના ઝઘડામાં જે હત્યાઓ થઈ છે તેને ભાજપે સખ્ત શબ્દોમાં વખોડી કાઢી છે. યુ.પી.ના મુખ્યપ્રધાન યોગીજી એ જે તે અધિકારીઓને સસ્પેન્ડ કર્યાં છે અને ગુનેગારોને પકડી લીધાં છે અને વધુ ઉશ્કેરાટ કે તોફાન ન થાય તે માટે 144ની કલમથી માંડીને જરૂરી કાયદાકીય પગલાં લીધાં છે. કોંગ્રેસના પ્રિયંકા વાડ્રાને પણ પીડિત લોકોને મળવા માટેની યોગ્ય સમયે વ્યવસ્થા કરી આપી છે. હવે, કોંગ્રેસ પ્રિયંકા વાડ્રાને મુદ્દે શેનું આંદોલન કરે છે ?. કોંગ્રેસ માત્ર પ્રજામાં ઉશ્કેરાકટ અને વેરઝેર ફેલાવીને ગાંધી પરિવારની નેતાગીરી ઊભી કરવાના નિષ્ફળ પ્રયાસ કરી રહી છે.

ભરત પંડયાએ વધુમાં જણાવ્યું હતું કે, મધ્યપ્રદેશ કોંગ્રેસના મંત્રી નર્મદાનું પાણી રોકવાની ચિમકી આપે ત્યારે ગુજરાત કોંગ્રેસના નેતાઓ કેમ ચૂપ બેઠાં છે તે સમજાતું નથી. નર્મદાના મુદ્દે ગુજરાત કોંગ્રેસનું મૌન એ ગુજરાત અને ગુજરાતના ખેડૂતાના હિત વિરોધી માનસિકતા બતાવે છે. એકબાજૂ ગુજરાતના ખેડૂતો અને ગુજરાતની જનતા પાણી માટે, વરસાદ માટે ભગવાનને હવન,પ્રાર્થના-પુજા કરી રહ્યાં છે અને બીજીબાજૂ ગુજરાત કોંગ્રેસ પ્રિયંકા વાડ્રાની નેતાગીરી માટે ધરણાં કરી રહી છે. પ્રિયંકા ગાંધીની સાથે રહેવાના ધરણાં/આંદોલન કરવાના બદલે ગુજરાત કોંગ્રેસે નર્મદા મુદ્દે મધ્યપ્રદેશ કોંગ્રેસ સરકાર સામે ધરણાં/આંદોલન કર્યાં હોત તો વધું સારૂં હતું. ગુજરાત કોંગ્રેસે ખેડૂતોની મદદે આવવા મધ્યપ્રદેશ કોંગ્રેસ સરકારને યોગ્ય રજૂઆત કરવી જોઈએ. પરંતુ કોંગ્રેસનો ઈતિહાસ હંમેશા નર્મદા વિરોધી રહ્યો છે. એ ગુજરાતની જનતાને યાદ છે. અગાઉ પણ કોંગ્રેસની કેન્દ્રમાં સરકાર હતી ત્યારે સુપ્રિમ કોર્ટમાં એફિડેવીટ કરીને કોંગ્રેસે નર્મદા યોજનાને અટકાવવાનું કામ કર્યું હતું. ત્યારે તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ઉપવાસ ઉપર બેસવું પડ્યું હતું. ગુજરાતની જનતા જાણે જ છે કે નર્મદા ડેમ, ડેમના દરવાજા, પર્યાવરણ અને પુનઃવસનના મુદ્દાઓ ઊભા કરીને કોંગ્રેસે ગુજરાતની જીવાદોરી નર્મદાને નડતર થવાનો વારંવાર પ્રયાસ કરેલો છે. Conclusion:હવે, પાણી છોડવાને મુદ્દે અને વિજળીના મુદ્દે ગુજરાત અને ગુજરાતના ખેડૂતોને હેરાન-પરેશાન કરવાનું મધ્યપ્રદેશની કોંગ્રેસ સરકાર કરી રહી છે તે યોગ્ય નથી. મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલની ભાજપ સરકાર આ મુદ્દે જે પણ અસરકારક રજૂઆત કરવાની હશે તે કરશે અને ગુજરાતના ખેડૂતોને ન્યાય અપાવશે તેવો અમને વિશ્વાસ છે. ગુજરાત હંમેશા શાંતિ, એકતા અને વિકાસમાં માને છે. ગુજરાતની સંયમ અને શાંતિની પરીક્ષા કોંગ્રેસે ન કરવી જોઈએ. મધ્યપ્રદેશ કોંગ્રેસ સરકાર નર્મદા મુદ્દે ગુજરાતની ઈર્ષ્યા અને રાજકારણ કરવાને બદલે “પાડોશી ધર્મ’’ બજાવે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.