ETV Bharat / state

પરેશ ધાનાણીના ટ્વીટ પર ભરત પંડ્યાએ કર્યા પ્રહાર

અમદાવાદઃ ગુજરાતના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ કોંગ્રેસના પરેશ ધાનણીના ટ્વીટ સામે આકરા પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું કે, કોંગ્રેસના મનમાં કુવિચારો અને નકારત્મકતા ભરેલી હોવાથી તે પોતાની હાર પચાવી શકતી નથી.

પરેશ ધાનાણીના ટ્વીટ ને લઈને ભરત પંડયાનું નિવેદન
author img

By

Published : May 24, 2019, 10:03 PM IST

ગુજરાત પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ પરેશ ધાનાણીના ટ્વીટનો જવાબ આપ્યો છે. તેમણે કોંગ્રેસના બેફામ નિવેદનો અને કાર્યોની ઝાંટકણી કાઢતા કહ્યું કે, “દંભી કોંગ્રેસ રાષ્ટ્રવાદ રૂપી ઝેરી ઇન્ઝેકશનથી પ્રજાને મૂર્છીત કરી રહી છે. દેશની પ્રજાના મન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ કરતાં હોવાથી કોંગ્રેસને ઇર્ષા આવી રહી છે. આથી તે બેજવાબદારીભર્યુ વલણ દાખવી રહી છે.”

આ ઉપરાંત તેમણે જણાવ્યું કે, “કોંગ્રેસને સુપ્રિમ કોર્ટ, ચૂંટણીપંચ, EVM, બંધારણીય વ્યવસ્થા અને મિડીયા કે પ્રજા ઉપર વિશ્વાસ રાખ્યા વિના જૂઠ્ઠાં આક્ષેપો કરતી રહે છે. હમેશાં ભાજપા સરકારના વિકાસ કાર્યો પર નકારત્મકતા દર્શાવે છે. સરદાર પટેલની વિરાટ પ્રતિભાને 'ભંગાર' શબ્દ સાથે સરખાવીને ગુજરાતની જનતાનું અપમાન કર્યુ હતું,. આટલું ઓછું હોય તો કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી આતંકવાદી મસૂદને “મસૂદજી” કહીને બોલાવે છે, ત્યારે કોંગ્રેસના નેતા આતંકવાદી ઓસામાને “ઓસામાજી” કહીને બોલાવે છે. પણ જ્યારે વડાપ્રધાન મોદી સર્જીકલ સ્ટ્રાઇક કરીને આતંકવાદનો ખાતમો કરે છે. તે વખતે કાર્ય પર પ્રશ્ન ઉઠાવે છે. માટે કોંગ્રેસે રાષ્ટ્રવાદની અને વિકાસની વાતો કરવી જોઇએ નહીં.”

તેમણે કહ્યું કે, “કોંગ્રેસ પ્રજાને ગેરમાર્ગે દોરી મૂર્ખ બનાવતા આવડે છે બસ. એટલે હવે આપણે જ કોંગ્રેસને કહેવું જોઇએ કે, બસ હવે બઉં થયું. હવે કોઇ તેમના ઠાલા વચનો માનશે નહીં. માટે તે જૂઠ્ઠું બોલવાનું બંધ કરે.”

પરેશ ધાનાણીના ટ્વીટને લઈને ભરત પંડયાનું નિવેદન
ગુજરાતમાં ભાજપની જીત વિશે વાત કરતાં તેઓ કહે છે કે, ગુજરાતમાં ભાજપાને 62.2 ટકા મતો એટલે કે 1.80 કરોડ મતો મળ્યા છે. જ્યારે દેશમાં 38 ટકાથી વધુ મતો સાથે વિજય મળ્યો છે.વળી, અમરેલીમાં ભાજપને 5,29,035 મતો મળ્યા છે. માટે પરેશ ધાનાણીએ મતદારોને પૂછી જુએ કે તેમણે ક્યાં ઇન્જેક્શનની અસરથી ભાજપને મત આપ્યાં છે ? તમારા સગા સંબંધીઓને પૂછી લેજો કંઇ મોદીજીને તો મત આપ્યા નથી ને ? આમ, ભરત પંડ્યા વડાપ્રધાનના કાર્યોના વખાણ કરીને કોંગ્રેસને નકારાત્મકતા અને વિકૃત તેમજ કુવિચારો ધરાવતો પક્ષ ગણાવ્યો હતો.

R_GJ_AMD_11_24_MAY_2019_PARESH _DHANANI_TWEET_JAVAB_BJP_STORY_YASH_UPADHYAY_AMD

પરેશ ધાનાણીના ટ્વીટ ને લઈને ભરત પંડયાનું નિવેદન.....

અમદાવાદ.....

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રવકતા ભરત પંડયાએ કોંગ્રેસના પરેશ ધાનાણીના ટ્વીટ સામે તીવ્ર પ્રત્યાઘાત આપતાં જણાવ્યું હતું કે કોંગ્રેસના નેતાઓના હ્યદય અને મનમાં – કુવિચારો, વિકૃત નિવેદનો અને નકારાત્મક કાર્યક્રમો જ પડેલાં છે. તેથી એકબીજામાં કોંગ્રેસને તેનો જ પડઘો જ સંભળાય છે. કોંગ્રેસ હાર પચાવી શકતી નથી. કોંગ્રેસને સુપ્રિમ કોર્ટને ચૂંટણીપંચ, EVM, બંધારણીય વ્યવસ્થાઓ, મિડીયા કે પ્રજા કોઈની ઉપર વિશ્વાસ ધરાવતી નથી અને તમામ પર જૂઠ્ઠા આક્ષેપ કરે છે. પ્રજાને મૂર્ખ કહે છે. હવે દંભી રાષ્ટ્રવાદના ઝેરી ઈન્જેકશનથી પ્રજા મૂર્છિત થઈ ગઈ છે તેમ કહીને રાષ્ટ્રભક્તિને વરેલી પ્રજાનું અપમાન કરી રહી છે. કોંગ્રેસ અને કોંગ્રેસના નેતાઓને નરેન્દ્રભાઈ મોદીના વ્યક્તિત્વ, નેતૃત્વની ઈર્ષ્યા આવે છે. નરેન્દ્રભાઈ મોદીને લોકહ્યદય, લોકમન અને લોકમતમાં સ્થાન મળે છે એટલે કોંગ્રેસને તેની ખૂબ ઈર્ષ્યા આવે છે અને તે “ઈર્ષ્યા રોગ” ને કારણે માનસકિતાથી પીડાય છે. કોંગ્રેસને થયેલા ઈર્ષ્યારોગથી કોંગ્રેસની વિચાર-વાણી-વર્તન કુંઠીત થઈ ગયાં છે. 

ભરત પંડયાએ વિપક્ષના નેતા પરેશ ધાનાણીને પ્રશ્ન પૂછતા જણાવ્યું કે, સરદાર પટેલની પ્રતિભા વિશ્વની વિરાટ પ્રતિમાને “ભંગાર” શબ્દ સાથે સરખાવીને શું તમે સરદાર પટેલ અને ગુજરાત-દેશની જનતાનું ભયંકર અપમાન ન હતું કર્યું. ? ચૂંટણીના પરીણામ પહેલાં જ નરેન્દ્રભાઈ મોદીને મત આપનારા મુર્ખાઓ છે તેમ કહીને શું તમે જનતાનું અપમાન કર્યું નથી ? દંભી રાષ્ટ્રવાદ અને ઝેરી રાષ્ટ્રવાદ શબ્દ પ્રયોગો શું યોગ્ય છે ? રાષ્ટ્રવાદ એ રાષ્ટ્રવાદ જ હોય છે. કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી આતંકવાદી મસૂદને “મસૂદજી” કહીને બોલાવે, કોંગ્રેસના નેતા આતંકવાદી ઓસામાને “ઓસામાજી” કહીને બોલાવે. સર્જીકલ અને એર સ્ટ્રાઈક કરનાર સૈનિકોના પરાક્રમ પર શંકા કરીને પાકિસ્તાનની ભાષા બોલનાર કોંગ્રેસી કયા મોઢે રાષ્ટ્રવાદની વાત કરે છે. આતંકવાદ સામેની લડાઈ લડીને આતંકવાદીઓનો ખાત્મો કરવા સર્જીકલ અને એર સ્ટ્રાઈકનો નિર્ણય લેનાર રાષ્ટ્રવાદી નરેન્દ્રભાઈ મોદી સામે “મોતના સોદાગર” થી માંડીને “ચોકીદાર ચોર હૈ” જેવા વિકૃત નિવેદનો કરનાર કોંગ્રેસનો ક્યો રાષ્ટ્રવાદ છે ? કોંગ્રેસના મોઢે રાષ્ટ્રવાદ કે વિકાસની વાતો શોભતી નથી. 

ભરત પંડયાએ વધુમાં જણાવ્યું હતું કે, અમરેલીમાં ભાજપને 5,29,035 મતો મળ્યાં છે તે મતદારોને પૂછી લો ક્યા ઈન્જેકશનથી મત આપ્યાં હતાં ? તમારા સગાવ્હાલાં, મિત્રવર્તુળ, કાર્યકર્તાઓને પણ પૂછો કે તમે કેમ નરેન્દ્રભાઈ મોદીને મત આપ્યાં છે ? ગુજરાતમાં 62.2 ટકા મતો એટલે કે 1.80 કરોડ મતો ભાજપને મળ્યા છે જયારે દેશમાં 38 ટકાથી વધુ મતો સાથે ભાજપએ 304 બેઠકો પ્રાપ્ત કરી છે તેમજ 13 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ભાજપનો વોટ શેર 50 ટકાથી વધ્યો હોય ત્યારે દેશની જનતાને મૂર્ખ અને ઝેરી ઈન્જેકશનથી પ્રજા મૂર્છિત થઈ છે. તેમ કહેવાને બદલે કોંગ્રેસ અને કોંગ્રેસના નેતાઓ પોતાના કૂવિચારો, વિકૃત નિવેદનો, નકારાત્મક કાર્યક્રમોનું એનાલીસીસ કરે. બસ, બહું થયું. કોંગ્રેસ આખા જગતને ગાળો આપવાનું, જૂઠ્ઠા આક્ષેપો કરવાનું બંધ કરે. 

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.