ETV Bharat / state

Rath Yatra 2023 : રથયાત્રાને લઈને પોલીસ સજ્જ, રૂટ પર મેગા રીહર્સલ યોજાયું, 21 કિમીનો રસ્તો અવરજવર માટે બંધ

અમદાવાદમાં પોલીસ દ્વારા રથયાત્રાના રૂટ પર મેગા રીહર્સલ યોજવામાં કરવામાં આવ્યું હતું, જેમાં કેટલાક જરૂરી ફેરફાર- સુધારા વધારા કરવામાં આવ્યા હતા. તેમજ રથયાત્રાના દિવસે શહેરમાં 21 કિમીનો રૂટ વાહનોની અવરજવર માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમજ પોલીસ દ્વારા રથયાત્રામાં ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરવામાં આવશે અને પોલીસ દ્વારા લોકોને ખાસ અપીલ કરવામાં આવી છે.

Rath Yatra 2023 : રથયાત્રાને લઈને પોલીસ સજ્જ, રૂટ પર મેગા રીહર્સલ યોજાયું, 21 કિમીનો રસ્તો અવરજવર માટે બંધ
Rath Yatra 2023 : રથયાત્રાને લઈને પોલીસ સજ્જ, રૂટ પર મેગા રીહર્સલ યોજાયું, 21 કિમીનો રસ્તો અવરજવર માટે બંધ
author img

By

Published : Jun 17, 2023, 10:17 PM IST

રથયાત્રાને લઈને પોલીસ સજ્જ, રૂટ પર મેગા રીહર્સલ યોજાયું

અમદાવાદ : ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રા હવે ગણતરીના સમયમાં યોજવા જઈ રહી છે, તેવામાં તે પહેલા ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓને અમદાવાદમાં બોલાવીને રથયાત્રાના બંદોબસ્તમાં ગોઠવી દેવામાં આવ્યા છે. અમદાવાદમાં રથયાત્રા પહેલા શહેર પોલીસ દ્વારા રથયાત્રાના રૂટ ઉપર મેગા રિહર્સલ યોજવામાં આવ્યું હતું. જેમાં શહેર પોલીસની સાથોસાથ પેરામિલિટરી ફોર્સ અને ડિફેન્સની અલગ અલગ ટીમો રથયાત્રાના રૂટ પર નીકળી હતી. રથયાત્રાના રૂટ પર ઇન્ચાર્જ પોલીસ કમિશનર પ્રેમવીર સિંહ યાદવ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને જરૂરી સૂચનો પોલીસ અધિકારીઓને આપવામાં આવ્યા હતા.

મેગા રીહર્સલ યોજવામાં આવી : મહત્વનું છે કે, વહેલી સવારે સાત વાગે યોજવામાં આવેલી રિહર્સલમાં જગન્નાથ મંદિરથી લઈને સરસપુર મંદિર અને ત્યાંથી જગન્નાથ મંદિર પરત આવવાના રથયાત્રાના રૂટ ઉપર માઈક્રો લેવલની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. બેરીકેટીંગથી લઈને તમામ બાબતોની ચકાસણી કરવામાં આવી હતી. અમદાવાદ શહેરમાં વહેલી સવારે વરસાદી માહોલ હતો, ત્યારે શહેર પોલીસ દ્વારા વરસાદની વચ્ચે આ મેગા રીહર્સલ યોજવામાં આવી હતી અને રથયાત્રાના દિવસે પણ જો વરસાદ પડે તો તેના માટે પણ શહેર પોલીસ દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી છે.

રથયાત્રાને લઈને પોલીસ સજ્જ
રથયાત્રાને લઈને પોલીસ સજ્જ

રથયાત્રામાં ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ : અમદાવાદ શહેરમાં યોજાનાર 146 મી રથયાત્રામાં આ વખતે ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ થશે, જેમાં થ્રીડી મેપિંગ વર્ચ્યુઅલ રિયાલિટી એનાલિસિસ અને હવાઈ સર્વેલન્સ જેમાં ડ્રોન મારફતે સમગ્ર રૂટ પર લાઈવ નજર રાખવામાં આવશે. મહત્વનું છે કે અમદાવાદ શહેર પોલીસ દ્વારા રથયાત્રાના રોડ પર ખાસ બેરિકેટિંગ કરવામાં આવશે અને અલગ અલગ જગ્યાઓ પર વોચ ટાવર ગોઠવીને રથયાત્રામાં દર્શન માટે આવતા ભક્તોની સુરક્ષા વ્યવસ્થા માટે પોલીસ અધિકારી કર્મચારીઓ સતત કામગીરી કરશે.

21 કિમીનો રૂટ વાહનો માટે બંધ : રથયાત્રાના દિવસે શહેરમાં 21 કિલોમીટરનો રૂટ વાહનોની અવરજવર માટે બંધ હોય છે, તેવામાં વાહનચાલકોને હાલાકી ન પડે તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા પણ ખાસ જાહેરનામું બહાર પાડવામાં આવે છે. જેમાં જગન્નાથ મંદિર અને સરસપુર મંદિરથી લઈને રથયાત્રાના સમગ્ર રોડ પર ડાયવર્ઝન આપવામાં આવતા હોય છે. સાથે જ જગન્નાથ મંદિર ખાતે કેન્દ્રીય ગૃહ પ્રધાન અને ગુજરાતના મુખ્યપ્રધાન પધારતા હોય તેઓના આવન જાવન માટે પણ ખાસ કામગીરી ટ્રાફિક પોલીસ અને શહેર પોલીસ દ્વારા કરવામાં આવતી હોય છે. સાથે જ રથયાત્રામાં હજારોની સંખ્યામાં પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ આવતા હોય તેઓના વાહનના પાર્કિંગને લઈને પણ પોલીસ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. ભક્તો માટે પણ વાહનો પાર્ક કરવાની અલાયદી વ્યવસ્થા ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવી છે.

રથયાત્રાના રૂટ પર મેગા રીહર્સલ
રથયાત્રાના રૂટ પર મેગા રીહર્સલ

નિરીક્ષણ કરીને જરૂરી ફેરફારો : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રથયાત્રાના રૂટ પર ખાસ નિરીક્ષણ કરીને જરૂરી ફેરફારો અને સુધારા વધારા કરવામાં આવ્યા હતા, પરંતુ અમદાવાદ શહેરમાં નીકળનારી રથયાત્રા હેરિટેજ રૂટ પરથી પણ પસાર થતી હોય અને તે હેરિટેજ રૂટ પર અનેક જર્જરીત મકાનો હોય જેથી શહેર પોલીસ દ્વારા શહેરીજનોને વિનંતી કરવામાં આવી છે કે, કોઈપણ વ્યક્તિ જર્જરીત મકાનો પર રથયાત્રા નિહાળવા માટે ન ચડે. સાથે જ કોઈપણ પ્રકારની અફવાઓમાં ધ્યાન ન આપે અને શહેર પોલીસને કામગીરીમાં અને રથયાત્રા શાંતિપૂર્ણ માહોલ વચ્ચે પૂર્ણ કરવામાં સહકાર આપવા વિનંતી કરી છે. તેમજ રથયાત્રામાં કોઈપણ પ્રકારે વિઘ્ન ન આવે તે માટે શહેર પોલીસ દ્વારા અમદાવાદ શહેરના લિસ્ટેડ ગુનેગારોને પકડીને જેલ હવાલે કરવાની કામગીરી પણ કરવામાં આવતી હોય છે.

શહેરની દુકાનો ચેક કરવામાં આવી : અમદાવાદ શહેર પોલીસ દ્વારા રથયાત્રાને લઈને મોબાઈલ વેચનાર, સીમકાર્ડ વેચનાર અને ફૂટ પેટ્રોલિંગ, નાકાબંધી અને વાહન ચેકિંગની કામગીરી હાથ ધરી હતી. જેમાં મોબાઈલ વેચનાર 4981 દુકાનો અને મોબાઈલ સીમકાર્ડ વેચનાર 2980 દુકાનો ચેક કરવામાં આવી. 6198 હોટલ અને ઢાબા ચેક કરવામાં આવ્યા, 916 પાર્કિંગ પ્લોટ ચેક કરવામાં આવ્યા. 25 બિનવારસી વાહનો કબજે કરવામાં આવ્યા અને 21 વાહનો માલિકોને શોધી પરત કરવામાં આવ્યા.

નાકાબંધી પોઈન્ટ : અમદાવાદ શહેર પોલીસ દ્વારા નાકાબંધી પોઇન્ટ પર 63,475 જેટલા વાહનો ચેક કરવામાં આવ્યા અને 2264 વાહન ચેકિંગના પોઇન્ટ પર 22,620 માણસોને ચેક કરવામાં આવ્યા અને કુલ 1 લાખ 6 હજાર 357 જેટલા વાહનો અને 2292 જેટલા બાગ બગીચા ચેક કરવામાં આવ્યા હતા. અમદાવાદ શહેરમાં 20મી જુની યોજાનાર રથયાત્રાના દિવસે અમદાવાદ શહેર પોલીસ દ્વારા રથયાત્રાના રૂટ પર ખાસ મોબાઈલ સર્વ માટે પોર્ટેબલ પાંચ જેટલા કુલ ઉપયોગ લેવામાં આવશે. જે અલગ અલગ જગ્યા ઉપર રથયાત્રાના રૂટ ઉપર સમગ્ર બાબતનું મોનિટરિંગ કરશે.

રથયાત્રાને લઈને મેગા રિહર્સલ કરવામાં આવ્યું હતું અને જરૂરી સૂચનો કરવામાં આવ્યા છે. અમારી શહેરીજનોને વિનંતી છે કે તેઓ રથયાત્રામાં અને ભગવાન જગન્નાથના મંદિરે પોતાની સાથે કોઈપણ પ્રકારનો થેલો કે બેક લઈને ન આવે અને પોલીસને સહયોગ કરે. - નીરજકુમાર બડગુજર (અમદાવાદ શહેર પોલીસના સેક્ટર 1 JCP)

ટ્રાફિકનો બંદોબસ્ત : આ અંગે અમદાવાદ શહેર ટ્રાફિકના JCP એન.એન ચૌધરીએ જણાવ્યું હતું કે, રથયાત્રાના દિવસે ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ બંદોબસ્ત ગોઠવવામાં આવતો હોય છે, જગન્નાથ મંદિરે રાતે બે વાગ્યાથી ટ્રાફિકનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અને ગુજરાતના મુખ્યપ્રધાન જગન્નાથ મંદિરે વહેલી સવારે આવતા હોય તેઓના વાહનોની અવર-જવર અને પાર્કિંગ તેમજ રથયાત્રામાં બંદોબસ્તમાં આવતી પોલીસનું પાર્કિંગ અને ભક્તો માટે પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવે છે. રથયાત્રામાં જોડાતા 100 ટ્રકોના પાર્કિંગ અને અવરજવર માટેની તમામ વ્યવસ્થા ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવી છે.

પોલીસની લોકોને અપીલ : આ અંગે અમદાવાદ શહેરના સેકટર 2 JCP એમ.એસ ભરાડાએ જણાવ્યું હતું કે, રથયાત્રામાં આવતા તમામ લોકોને પોલીસની એ અપીલ છે કે તેઓ રૂટ પરના કોઈપણ જર્જરીત મકાનો પર ન ચડે અને કોઈપણ પ્રકારની અફવાઓમાં ન આવે. સોશિયલ મીડિયાની અફવાઓ પર ધ્યાન આપવામાં ન આવે અને બેરીકેટીંગની અંદર ઉભા રહીને ભગવાનની રથયાત્રાના દર્શન કરે.

  1. Rath Yatra 2023 : ભાવનગરમાં જગન્નાથ રથયાત્રા રૂટમાં મહાનગરપાલિકા સામે આવી ડઝન સમસ્યા
  2. Bhavnagar News : ભાવનગરમાં રથયાત્રામાં કેસરીયો માહોલ કરવાં ફરી રથયાત્રા સમિતિ કામે લાગી
  3. Rath Yatra 2023 : પાટણમાં રથયાત્રા દબદબાભેર નીકળશે, ગજરાજ, ઘોડા અને તલવારબાજીના કરતબોનું આકર્ષણ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.