ETV Bharat / state

Instant Loan Fraud: ઇન્સ્ટન્ટ લૉન આપતી એપ્લિકેશન તમને બનાવશે કંગાળ, અનેક લોકો બન્યા શિકાર, જાણો કઈ રીતે બચી શકાય - ઇન્સ્ટન્ટ લૉન સ્કેમ

જો તમે નાની નાની રકમની લોન ઓનલાઇન લેવાનું વિચારી રહ્યા હો અથવા તો આ પ્રકારે લોન લીધી હોય તો તમારે ચેતી જવાની જરૂર છે. કારણ કે આ પ્રકારે મળતી ઇન્સ્ટન્ટ લોન તમને મોટા ખાડામાં ઉતારી શકે છે. જાણો કઈ રીતે

ઇન્સ્ટન્ટ લોનથી ચેતો
ઇન્સ્ટન્ટ લોનથી ચેતો
author img

By

Published : Jun 7, 2023, 10:16 PM IST

Updated : Jun 7, 2023, 10:22 PM IST

બ્લેકમેલ કરી પૈસા પડાવતી ઓનલાઈન એપથી ચેતો

અમદાવાદ: શહેર અને રાજ્યમાં અનેક યુવાનો આ પ્રકારની બે-પાંચ હજાર રૂપિયાની ઇન્સ્ટન્ટ લોન મેળવવાના ચક્કરમાં પોતાની પાસે રહેલી અન્ય રકમ પણ ગુમાવી ચૂક્યા છે. ત્યારે આજે અમે તમને બતાવીશું કે કઈ રીતે નાની નાની રકમની લોન આપવાની લાલચ આપી તમારી પ્રાઇવેસી અને તમારો ડેટા સહિતની ચીજ વસ્તુઓનો ઉપયોગ કરી તમને ફસાવવામાં આવી શકે છે અને આ પ્રકારની છેતરપિંડીથી કઈ રીતે બચી શકાય.

કઈ રીતે ફસાય છે યુવાનો: ટેકનોલોજીના આ યુગમાં ટેકનોલોજીનો સૌથી વધુ ઉપયોગ યુવાનોમાં જોવા મળે છે અને તેનો સીધો ફાયદો સાયબર ગઠિયાઓઓ લઈ લેતા હોય છે. Play store માં અલગ અલગ એપ્લિકેશન ઇન્સ્ટન્ટ લોન માટે અવેલેબલ છે, જે એપ્લિકેશન ડાઉનલોડ કરી તેમાં સાત દિવસ 10 દિવસ કે 15 દિવસ જેવા ટૂંકા સમયગાળા માટે ચાર પાંચ હજાર જેટલી લોન સરળતાથી મળી રહે છે. જેમાં જે તે એપ્લિકેશનમાં અરજદારને પોતાનો ફોટો આધારકાર્ડ- પાનકાર્ડ અને બેન્ક ડીટેલના ફોટો સહિતની વિગતો ઓનલાઈન અપલોડ કરવાથી બેન્ક ખાતામાં જ લોનની રકમ આવી જાય છે.

લૉન ભરી દીધા બાદ પણ બ્લેકમેઈલ: જે બાદ તે લૉન ભરી દીધા બાદ થોડા સમય પછી અલગ અલગ નંબર નંબરો પરથી લોનની રકમ બાકી હોવા અને ભરવા અંગે ફોન કરીને પૈસા ભરવા દબાણ કરવામાં આવે છે અને પૈસા ભરવામાં ન આવે તો અરજદારના ફોટોને એડિટ અથવા તો મોર્ફ કરીને તેના વ્હોટ્સએપ અને સોશિયલ મીડિયામાં રહેલા તમામ પરિજનો અને મિત્રોને મોકલવાની ધમકીઓ આપવામાં આવે છે અને એ પ્રકારે ડરાવી ધમકાવી પૈસા પડાવી લેવામાં આવે છે.

" આ પ્રકારની છેતરપીડીને લોન ફ્રોડ કહેવામાં આવે છે, જેમાં એપ્લિકેશનમાં પોતાના ફોટા અને બેંક ડીટેલ તેમજ આધાર પાનકાર્ડ સહિતની વિગતો આપવાથી બેંક ખાતામાં ગણતરીની મિનિટોમાં લોન મળી જાય છે, પરંતુ જે બાદ છેતરપિંડીના ગુનાની શરૂઆત થાય છે. આ બાબતોને લઈને સાયબર ક્રાઇમએ અગાઉ પણ મોટી કાર્યવાહી કરી અને કારોપીઓને પકડી પાડ્યા હતા તેવામાં યુવાનોને આ પ્રકારની છેતરપિંડીથી બચવું હોય તો તેઓને બેંકમાંથી જ લોન લેવાનો પ્રયાસ કરવો જોઈએ અને ઓનલાઇન કોઈપણ જાતની લોન એપ્લિકેશનના ચક્કરમાં ન પડવું જોઈએ." - જીતેન્દ્ર યાદવ, અમદાવાદ શહેર સાયબર ક્રાઇમના એસીપી

કેવા નામથી એપ્લિકેશન બનાવાય છે: Auto Money, CashGain, Cool Rupee, Cash pity, Top Loan, Kissht, Instant Loan જેવા નામથી પ્લે સ્ટોર પર આવી ચાઈનીઝ એપ્લિકેશન મળી જાય છે. અને યુવાનો સરળતાથી તેમાં ફસાઈ પણ જાય છે. સાયબર ક્રાઈમે થોડા સમય પહેલા જ આ પ્રકારની લૉન ફ્રોડ કરતી 1200 થી વધુ એપ્લિકેશનને પ્લે સ્ટોર પરથી દૂર કરાવી હતી. મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સના સહયોગથી આ કામગીરી કરવામાં આવતા ઘણા અંગે આ પ્રકારની ઠગાઈ અટકાવી શકાય હતી પરંતુ તે બાદ પણ અનેક ચાઈનીઝ એપ્લિકેશન પ્લે સ્ટોર ઉપર નવી બનાવવામાં આવી છે અને જેના થકી લોકો સાથે છેતરપિંડી આચરવામાં આવે છે.

બ્લેકમેઈલ કરી પૈસા પડાવતી એપ: આ પ્રકારની છેતરપિંડીમાં સાયબર ક્રાઇમે અગાઉ ઊંડાણપૂર્વક કાર્યવાહી કરીને ચાઈનીઝ નાગરિકો સહિત ભારતના અલગ અલગ રાજ્યમાંથી આરોપીઓની ધરપકડ કરી હતી. એપ્લિકેશનમાં જે ડેટા અરજદાર દ્વારા અપલોડ કરવામાં આવે તે ડેટા સામાન્ય કિંમતે સાઈબર ઠગને પહોંચાડી દેવામાં આવતો હોય છે અને તેના થકી જ સાયબર ઠગ લોકોને બ્લેકમેલ કરી પૈસા પડાવતા હોય છે.

ઠગાઈથી કઈ રીતે બચી શકાય
ઠગાઈથી કઈ રીતે બચી શકાય

ઠગાઈથી કઈ રીતે બચી શકાય: સામાન્ય રીતે યુવાનો નાનામાં નાની રકમથી લઈને મોટી રકમની લોન બેંકમાંથી અથવા તો ફાઇનાન્સ કંપનીમાંથી મેળવી શકે છે, પરંતુ પોતાના મોબાઈલ માંથી બેઠા બેઠા સરળતાથી લોન મેળવવાના ચક્કરમાં યુવાનો પોતાનો કિંમતી ડેટા ચાઈનીઝ એપ્લિકેશન ઉપર અપલોડ કરી નાખે છે અને તે જ આળસ આગળ જઈને તેઓને છેતરપિંડીનો શિકાર બનાવે છે. આ પ્રકારની ઠગાઈથી બચવા માટે સૌથી અગત્યની બાબત એ છે કે પ્લે સ્ટોરમાંથી અથવા તો ઓનલાઇન સર્ચ કરીને કોઈપણ એપ્લિકેશન કે વેબસાઈટ થકી ઓનલાઈન લોન લેવી ન જોઈએ અને જો આ પ્રકારની લોનના ચક્કરમાં ફસાયા હોવ અને કોઈ વ્યક્તિ ફોન કરીને ડરાવી ધમકાવી પૈસા પડાવવાનો પ્રયાસ કરે તો સાયબર ક્રાઇમ ને સંપર્ક કરવો જોઈએ.

સરેરાશ ત્રણ જેટલી લોન ફ્રોડની ફરિયાદ: હાલની સ્થિતિએ અમદાવાદ શહેરમાં મહિને સરેરાશ ત્રણ જેટલી લોન ફ્રોડની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતી હોય છે. જે ફરિયાદની સંખ્યા સાયબર ક્રાઇમે ચાઈનીઝ એપ્લિકેશન બંધ કર્યા બાદ ખૂબ જ ઓછી થઈ ગઈ છે, પરંતુ છતાં પણ આ પ્રકારની અરજી અને ફરિયાદો હજુ પણ જોવા મળી રહી છે. ત્યારે આ બાબતોથી બચવા માટે યુવાનોએ ઇન્સ્ટન્ટ લોન મેળવવાથી દૂર રહેવું જોઈએ.

  1. સાયબરની મોટી સિદ્ધિ, લોન ફ્રોડ કરતી 5 હજાર વેબ એપ્લિકેશનને કરાવી બંધ
  2. Ahmedabad Crime : લોન લેતા પહેલા સાવધાન, અમદાવાદમાં યુવકે લીધેલી લોન ભરપાઈ કરી દીધી છતાં ભારે પડ્યું
  3. જો તમે ઓનલાઈન એપના માધ્યમથી લોન લેતા હોય તો થઈ જાવ સાવધાન
  4. Loan fraud Awareness: લોનની છેતરપિંડીથી પોતાને કેવી રીતે રાખવું સુરક્ષિત ?

Last Updated : Jun 7, 2023, 10:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.