ETV Bharat / state

Bardoli murder case: બારડોલીમાં પ્રેમિકાની હત્યા કરનાર આરોપીના હાઈકોર્ટે જામીન મંજૂર કર્યા

સુરતના બારડોલીમાં પ્રેમ પ્રકરણમાં(Bardoli murder case)થયેલી હત્યા મામલે ગુજરાત હાઇકોર્ટે(Gujarat High Court) આરોપી ચિરાગ પટેલના રૂપિયા 10,000ના જાત મુચરકા ઉપર શરતોને આધારે આરોપીના જામીન મંજૂર કર્યા છે.

Bardoli murder case: બારડોલીમાં પ્રેમિકાની હત્યા કરનાર આરોપીના હાઈકોર્ટે જામીન મંજૂર કર્યા
Bardoli murder case: બારડોલીમાં પ્રેમિકાની હત્યા કરનાર આરોપીના હાઈકોર્ટે જામીન મંજૂર કર્યા
author img

By

Published : Mar 3, 2022, 7:55 PM IST

અમદાવાદઃ સુરત જિલ્લાના બારડોલી તાલુકાના બહુ ચર્ચાસ્પદ પ્રેમ પ્રકરણ હત્યા (Bardoli murder case)કેસમાં ગુજરાત હાઇકોર્ટે (Gujarat High Court) આરોપી ચિરાગ પટેલના રૂપિયા 10,000ના જાત મુચરકા ઉપર શરતોને આધીન આરોપીના જામીન મંજૂર કર્યા છે.

શું હતો સમગ્ર મામાલો

બારડોલી તાલુકાના બાબેન ગામમાં રહેતા રશ્મિબહેન નામની મહિલાની હત્યા નિપજાવી તેની લાશ ખેતરમાં દાટી દઈને ગુનો આચાર્યના આક્ષેપના પોલીસે ચિરાગભાઈ પટેલ નામના યુવકની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો. આ સમગ્ર બનાવ એવો હતો કે આરોપી ચિરાગ પરણિત હતા અને તેને તેના પત્ની ધરતીબહેન થકી એક સંતાન પણ હતું આમ છતાં આ ચિરાગભાઈ પટેલે એક દલિત યુવતી રશ્મિબહેન સાથે પ્રેમસંબંધ બાંધેલ હતો.

આ પણ વાંચોઃ વોટ્સએપ ચેટનો આધાર માનીને કોર્ટે આરોપીના જામીન મંજૂર કર્યા

હાઇકોર્ટે શરતી જામીન મંજૂર કર્યા

પરંતુ આ બંને વચ્ચે અવાર નવાર વચ્ચે અવાર નવાર ઝઘડા થતા હોવાથી બનાવની રાત્રે આરોપીએ આ રશ્મિ બહેનનું ગળું દબાવી દઈ તેની હત્યા કરી નાખેલ અને પછી તેની પોતાના સગા સસરાના ખેતરમાં જેસીબીથી ખોદાવી રાખેલ ખાડામાં તેની લાશ દાટી દઈને પુરાવાનો નાશ કરેલ હતો. ત્યાર બાદ ગુનો કબૂલ કરતા પોલીસે તેની ધરપકડ કરી હતી.આ કેસમાં સુરત સેશન્સ કોર્ટે (Surat Sessions Court)આરોપીના જમીનના મંજૂર કર્યા હતા. જેથી ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. આ અપીલની આખરી સુનાવણી થતા હાઇકોર્ટે શરતી જામીન મંજૂર કર્યા છે.

આ પણ વાંચોઃ શાહઆલમ હિંસા કેસમાં કોર્ટે શહેઝાદ ખાન સહિત 12 આરોપીઓના જામીન મંજૂર કર્યા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.