અમદાવાદ: અમદાવાદ કોર્પોરેશન દ્વારા ગુરૂવારના રોજ શહેરના વિકાસ અને કાર્ય પદ્ધતિને ધ્યાનમાં રાખીને એક મિટિંગનું આયોજન કરવામાં આવતું હોય છે. આ મિટિંગમાં સમગ્ર સપ્તાહ દરમિયાન થયેલા કામગીરીની સમીક્ષા કરવામાં આવતી હોય છે. ત્યારે આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં અમદાવાદ શહેરમાં એસ્ટેટ વિભાગને દબાણ દૂર કરવા કે ડિમોલિશન કામગીરી માટે પોલીસ જવાનોની જગ્યાએ હવે એસઆરપી જવાનોને બંદોબસ્તમાં આપવાનો નિર્ણય કર્યો છે.
મશીન બંધ: સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ જણાવ્યું હતું કે કોર્પોરેશન પાસે હાલમાં સુપર શકર મશીન 16 મશીન હાલમાં ઉપલબ્ધ છે. 2011થી ભાડા કરાર પર રાખવામાં આવ્યા છે જેનો કોસ્ટ દૈનિક 15000થી પણ વધુ છે. પરંતુ તેમાંથી અમુક મશીન હાલ બંધ હાલતમાં છે. તેવી ફરિયાદો પણ આવી હતી. જેના કારણે તમામ વિગતો મંગાવવામાં આવી છે કે હાલ મશીન કયા પ્રકારની કાર્યરત છે કે નહીં.
આ પણ વાંચો Ahmedabad Crime : વાહન લે વેચ હિસાબ મામલે બે રાઉન્ડ ફાયરિંગ થતાં ભાગદોડ મચી
SRP જવાન: અમદાવાદ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા ડિમોલેશન અને દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવતી હોય છે. ત્યારે આ દબાણની કામગીરી દરમિયાન પોલીસનો બંદોબસ્ત રાખવામાં આવતો હોય છે. પરંતુ અમદાવાદ કોર્પોરેશન પાસે 50થી વધુ SRPના જવાનો હોવાથી આગામી સમયમાં એસ્ટેટ વિભાગની કામગીરી દરમિયાન SRPના જવાનોને બંદોબસ્તમાં આપવામાં આવશે તેવી સૂચના આપવામાં આવી છે.
દુકાન પર કાર્યવાહી: અમદાવાદ કોર્પોરેશન હસ્તક પ્લોટ જુની ઓફિસ, પંચાયત,સ્કૂલ, વોર્ડ ઓફિસ જે હાલ ખંડેર હાલતમાં બંધ હોય તેને યાદી મંગાવાની આવી છે. જેથી આગામી સમયમાં તે પ્લોટોનો વ્યવસ્થિત રીનોવેશન કરી યોગ્ય ઉકેલ કરી શકાય તે માટે મહત્વનો પગલું લેવામાં આવ્યો છે. આ ઉપરાંત અમદાવાદ શહેરમાં જે પણ નોનવેજનું વેચાણ ગેરકાયદેસર ચાલતું હશે. તેના ઉપર ગુજરાત હાઇકોર્ટની ગાઈડલાઈન મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
આ પણ વાંચો Ahmedabad News : અમેરિકાના પૂર્વ વિદેશ પ્રધાનનો સેવા સાથે સંકળાયેલી મહિલાઓ સાથે સંવાદ
પાણીના કનેક્શન કાપવામાં આવ્યા: છેલ્લા ઘણા સમયથી હાઉસિંગના મકાનોમાં પાણીના કનેક્શન કાપવામાં આવી રહ્યા છે. જેનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે અમદાવાદ કોર્પોરેશન દ્વારા હાઉસિંગ હોય કે પછી કોઈ અન્ય મકાનો હોય બધા માટે કાયદાનું એક જ સરખા હોય છે. હાઉસિંગ દ્વારા પરમિશન લેવામાં આવી ન હોવાથી તેના પાણીના કનેક્શન કાપવામાં આવ્યા છે. અરે હવે હાઉસિંગ સાથે કોર્પોરેશનની વાત ચાલી રહી છે આગામી સમયમાં આનો ઉકેલ લાવીને ફરીથી પાણીના કનેક્શન જોડવામાં આવશે.