ETV Bharat / state

Bageshwar Dham in Ahmedabad : અમદાવાદમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી, દિલ્હીની ઘટના સહિત વિવાદી મુદ્દાઓ પર બોલ્યાં - ધીરેન્દ્ર શાસ્ત્રી

અમદાવાદના 29મેએ સાંજે બાગેશ્વર ધામ ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં મોટી જનમેદની સંબોધતાં વટવામાં બાગેશ્વર ધામ ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે સનાતન ધર્મની રક્ષા કાજે આજે નહીં જાગો તો ક્યારેય નહીં જાગી શકો. તેમણે હનુમાનજીની ભક્તિનું સામર્થ્ય વર્ણવ્યું હતું સાથે લવ જેહાદ અને સાક્ષી મર્ડર પર બોલ્યાં હતાં.

Bageshwar Dham in Ahmedabad : અમદાવાદમાં બાગેશ્વર ધામ ધીરેન્દ્ર શાસ્ત્રી, દિલ્હીની ઘટના સહિત વિવાદી મુદ્દાઓ પર બોલ્યાં

author img

By

Published : May 31, 2023, 5:41 PM IST

હનુમાનજીમાં આસ્થાની વાત

અમદાવાદ : અમદાવાદમાં વટવા વિસ્તારમાં બાબા બાગેશ્વર સરકાર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાઈ ગયો. જ્યાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ ઉપસ્થિત હજારો લોકોની જનમેદનીને હૂંકાર કરતા કહ્યું કે સનાતન ધર્મની રક્ષા કાજે આજે નહીં જાગો તો ક્યારેય નહીં જાગી શકો. વટવા વિસ્તારમાં યોજાયેલા પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારમાં બપોરથી જ હજારોની સંખ્યામાં લોકોની જનમેદની એકઠી થવા લાગી હતી. વટવાના દિવ્ય દરબારમાં તેઓએ અનેક વિવાદી મુદ્દાઓને લઇને પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો.

દિવ્ય દરબારમાં હજારોની સંખ્યામાં ભક્તો : 29મેએ મંગળવારે સાંજે બાગેશ્વર ધામ ધીરેન્દ્ર શાસ્ત્રી પ્રાંતિજથી કાર્યક્રમ પૂર્ણ કરીને રાત્રે પોણા નવ વાગે વટવાના દિવ્ય દરબારમાં પહોંચ્યા હતા. તેમના દિવ્ય દરબારનો લાભ લેવા હજારોની સંખ્યામાં ભક્તો કાર્યક્રમના સ્થળે એકત્ર થયા હતાં. દિવ્ય દરબાર શરુ કરતાં પહેલા ટૂંકા પ્રવચન દરમ્યાન પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું હતું કે સનાતન ધર્મમાં અને હનુમાનજીમાં આસ્થાની વાત કરી હતી.

ગુજરાતના પાગલો મને માન અને સન્માન જોઇતું નથી પણ તમારા દિલમાં હનુમાનજીની આસ્થા જોઇએ છે. ભારતના કેટલાક લોકોએ ભારતને ભૂત પકડાવ્યું છે પણ હું તમને ભગવાનનો હાથ પકડાવીશ…ભગવાનનો મતલબ ઉન્નતિ છે અને ભગવાનનો અર્થ સકારાત્મકતા છે. તમે અમારા ચક્કરમાં ના પડતા પણ બાગેશ્વર બજરંગબલીના ચક્કરમાં પડો.. ધીરેન્દ્ર શાસ્ત્રી(બાગેશ્વર ધામ)

ધર્મ પરિવર્તન વિશે નિવેદન : પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ પોતાના આગવા અંદાજમાં જનમેદનીને સંબોધતા કહ્યું હતું કે હું ઇચ્છું છું કે ભારતમાં કોઇએ ધર્મ પરિવર્તન ન કરવું.તાંત્રિકોની દુકાન બંધ થઇ જશે જો તમે માત્ર હનુમાનજીના જ ચક્કરમાં પડો હવે અમે સંકલ્પ લીધો છે કે ભારતમાં રહેવું હોય તો સીતારામ બોલવું જ પડશે.ઉપરાંત બાબા બાગેશ્વર સરકારે ભક્તોને આહ્વવાહન કરતાં કહ્યું હતું કે હવે તમારે જાગવાનો સમય આવી ગયો છે..જો તમે આજે નહીં જાગો તો ક્યારેય નહીં જાગી શકો.

દિલ્હીની ઘટનાની નિંદા કરી : વધુમાં પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું હતું કે અમે કોઇ મજહબ કે સંતની વિરૂદ્ધ નથી પણ દિલ્હીમાં બાળકી સાથે જે થયું તેવા લોકોની સખત નિંદા કરીએ છીએ. બાબાએ પોતાના આગવા અંદાજમાં કહ્યું હતું કે પાગલો તમારા હનુમાનજી એટલા પાવરફુલ છે કે તમે તેમની શરણમાં જશો તો તમારો કોઇ વાળ પણ વાંકો નહી કરી શકે.

દાનની જરુર નથી : બાગેશ્વર ધામ ધીરેન્દ્ર શાસ્ત્રીએ લોકોને સંબોધન દરમ્યાન કહ્યું હતું કે હું કોઈ રાજનેતા નથીું. તમારા આંખમાં આંસુ નથી જોઇ શકતો એટલે જ દરબાર લગાવું છું. તેમણે એમ પણ કહ્યું કે હું હિન્દુને કહી શકું કે ભારતના હિન્દુ સનાતની સંતોને છોડીને વિશ્વના કોઇ ધર્મમાં તાકાત નથી કે બાગેશ્વરધામની શક્તિનો સામનો કરે. બાબા બાગેશ્વર સેટેલાઇટ છે. આ પહેલાં બાગેશ્વર ધામે કહ્યું હતું કે, હું કોઈ ભગવાન નથી સામાન્ય મનુષ્ય જ છું, મને કોઇ દાન, માન કે સન્માન જોઇતું નથી, મને તમારામાં હનુમાન જોઈએ છે.

અમાનવીય કૃત્યો કરનારા નરાધમોના સખત વિરોધમાં : વટવા ખાતે યોજાયેલા આ દિવ્ય દરબાર કાર્યક્રમ દરમ્યાન ધીરેન્દ્ર શાસ્ત્રીએ દિલ્હીના ચકચારી સાક્ષી હત્યાકાંડ મુદ્દે નિવેદન આપ્યું હતું, જેમાં તેમણે કહ્યું કે, હું કોઈ ધર્મ કે પંથની વિરોધમાં કામ કરતો જ નથી, પરંતુ દિલ્હીમાં સાક્ષી સાથે જે થયું તેવા અમાનવીય કૃત્યો કરનારા નરાધમોના સખત વિરોધમાં છું.

ગુજરાતમાં અનેક કાર્યક્રમ : બાબા બાગેશ્વર હાલ ગુજરાતમાં સનાતન ધર્મના પ્રચાર પ્રસારમાં છે. તેઓ ગુજરાતના વિવિધ સ્થળો પર તેમની કથા કરી રહ્યા છે. બાગેશ્વર ધામ હિન્દુ રાષ્ટ્રની વાત ઉઠાવી રહ્યાં છે અને લવ જેહાદની ઘટનાઓ અંગે પણ બોલી રહ્યાં છે. મહત્વનું છે કે, આ પહેલા પણ શ્રદ્ધાનું મર્ડર કરી તેના મૃતદેહના 35 ટુકડા કરી તેના પ્રેમી આફતાબે ટુકડાને ફ્રીજમાં રાખ્યા હતા અને થોડા સમય પર તેને જંગલમાં ફેકી આવતો હતો. ત્યારે હવે ફરીથી બીજી ઘટના બનતા સમગ્ર દેશમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

  1. Baba Bageshwar : અમદાવાદમાં બાબાના દરબારમાં ભક્તોનું ઘોડાપુર, શાસ્ત્રીના આગળના કાર્યક્રમ ક્યા ક્યા જાણો
  2. Baba Bageshwar : હિંમતનગરમાં ધીરેન્દ્ર શાસ્ત્રી અચાનક મહેમાન, ખાનગી ફેક્ટરીનું કર્યું ઉદ્ઘાટન
  3. Baba Bageshwar : ધીરેન્દ્ર શાસ્ત્રીને રાજકોટમાં 15 ઈંચની ચાંદીની ગદા આપવામાં આવશે, બાબાનો ઉતારો ક્યા જૂઓ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.